🔥 સનાતન સંસ્કૃતિ અને ધર્મશાસ્ત્ર અનુસાર માનવ જીવનમાં જન્મથી લઈને મૃત્યુ સુધીમાં સોળ સંસ્કારો થાય છે. તેમાં પ્રથમ સંસ્કાર ગર્ભ સંસ્કાર હોય છે જેના કારણે માનવ જીવનની પ્રક્રિયા શરૂ થતી હોય છે. મનુષ્યની ઉંમર વધે છે તેમ જીવનમાં સંસ્કાર પૂર્ણ થતા જાય છે. અને અંતે વધે છે અંતિમ સંસ્કાર. આપણો સોળમો સંસ્કાર છે અંતિમ સંસ્કાર, આ સંસ્કારમાં આત્મા પોતાના શરીરનો ત્યાગ કરે છે.
🔥 આ સંસ્કાર અત્યંત મહત્વનો હોય છે. શરીર છોડ્યા પછી માણસની આત્મા પરલોકમાં ગમન કરે તે માટે પદ્ધતિસર તેને અંતિમ વિદાય આપવામાં આવે છે. માણસના અંતિમ સંસ્કાર કરી તેના નશ્વર શરીરને પાંચ તત્વોમાં ભેળવી દેવામાં આવે છે. અંતિમ સંસ્કાર માટે પણ હિન્દુ ધર્મમાં કેટલાક નિયમો છે તે જણાવીશું.
🔥 મોટાભાગના લોકો સાંજના સમયે અંતિમ સંસ્કાર કરતા હોતા નથી. તે નિયમની વિરુદ્ધ ગણવામાં આવે છે, પરંતુ ઘણી વખત સમયના અભાવે અંતિમ વિધી કરી નાખતા હોય છે. પણ કેમ નથી કરવામાં આવતા સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર તે વિશે માહિતી મેળવીએ.
🔥 -ગરુડ પુરાણમાં જણાવે છે કે માણસનું મૃત્યુ નક્કી છે પણ તે ગમે તે સમયે થઈ શકે છે. તે પરમાત્માના હાથની વાત છે. તે ક્યારેય પણ આવી શકે છે. પરંતુ તેના અંતિમ સંસ્કાર સૂર્યોદયે જ કરવા જોઈએ. કેમ કે રાત્રિના સમયે અંતિમ વિધી કરવાથી અશુભ અસરો વર્તાય છે.
🔥-એવું પણ માનવામાં આવે છે કે સૂર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તે સમયે સ્વર્ગના દરવાજા બંધ થઈ જાય છે. તે સમયે નરકના દ્વારા ખુલતા હોય છે. તેથી તેમને નરકમાં જવું પડતું હોય છે. સાથે સાથે બીજા જન્મમાં તે વ્યક્તિમાં અંગ દોષ થાય છે.
🔥-તેમાં મૃત્યુ પામનાર વ્યક્તિને કષ્ટ ભોગવું પડે છે. અને તે સારું માનવામાં આવતું નથી. તેથી સૂર્યાસ્ત પહેલાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જેથી આત્માને આગળના જન્મમાં કોઈ પણ પ્રકારનું દુખ કે કષ્ટ ભોગવવા ન પડે.
🔥-કહેવાય છે કે આપણો આત્મા 84 યોનિઓમાં ફરે છે પછી ભલે તે ગમે તે યોનિમાં પ્રવેશે પણ ત્યાં કષ્ટ ન પડે તે માટે સવાર સુધી રાહ જોવાય છે. -સ્વર્ગના દરવાજા રાત્રે બંધ થઈ જાય છે. તો મરનાર વ્યક્તિને નરક પ્રાપ્ત થાય છે. અંતિમ સંસ્કાર સાંજે કરવામાં આવે, એટલા માટે કહેવાય છે કે માતા-પિતાએ આપણને જન્મ આપ્યો અને તેમનું ઋણ ચૂકવવા માટે તેમને સ્વર્ગની પ્રાપ્તિ કરાવવી તેમનું ઋણ ચૂકવવું જોઇએ.
🔥-મૃતક શરીરને રાત્રે એકલા પણ છોડતા નથી કેમ કે આત્મા શરીરમાંથી નીકળી આમતેમ ફરે છે. અને રાત્રિના સમયે દુષ્ટ આત્મા ફરવા લાગતી હોય છે. જો તે મૃત વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી શકે છે. માટે મૃત શરીરને રાત્રે એકલું છોડવામાં આવતું નથી.
🔥-રાત્રે અંતિમ સંસ્કાર ન કરતા સવાર સુધી રાહ જોવામાં આવે છે કારણ કે મરનાર વ્યક્તિની અધોગતિ થાય છે. તેને મુક્તિ મળતી નથી. તેમની આત્મા અસુર, દાનવ અથવા પિશાચની યોનિમાં જન્મ લે છે. એટલા માટે ખાસ કરીને સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોતા નથી.
🔥ઉપરની તમામ બાબતો ઈન્ટરનેટ તેમજ વિવિધ સ્ત્રોત આધારિત છે, તેમાં અનેકવિધ ફેરફારો હોય શકે છે, તેમજ પૌરાણિક અને માન્યતા વગેરે બાબતો પર વિશ્વાસ કરવો અથવા ના કરવો એ દરેક માટે ભિન્ન ભિન્ન બાબત હોય શકે છે, તે વાતની સૌ વાચકોએ નોંધ લેવી. -આભાર
જો આ અંતિમ સંસ્કાર વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.