🍛 આપણી ગુજરાતી થાળી પૂરા વિશ્વમાં પ્રખ્યાત છે. જે અન્ય ફૂડ કરતાં વધુ પોષણયુકત ભોજન હોય છે ઉપરાંત તેને સેવન કરવાથી એક સંતોષની પ્રાપ્તિ થાય છે. તેથી ગુજરાતીઓને તો આ થાળી ખૂબ પસંદ હોય છે. જેમાં શાક, રોટીલી અને અન્ય વસ્તુ હોય છે. ઉપરાંત લાસ્ટમાં દાળ-ભાત તો ફરજિયાત હોય જ. જો જમવામાં દાળ-ભાત ન હોય તો જમવાનું અધૂરું લાગે છે.
🍛 જમવામાં ભૂખની સંતુષ્ટિ માટે દાળ-ભાત અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ ઘણી વાર તેનો એકનો એક ટેસ્ટ આપણને ભાવતો નથી. પણ જો તેને અલગ રીતથી બનાવવામાં આવે તો સ્વાદમાં બેસ્ટ થઈ જાય છે અને જમવાવાળા પોતાની આંગળીઓ ચાટતા થઈ જશે. તેથી આજે અમે તમારા માટે દાળ-ભાત બનાવવાની એવી અલગ-અલગ ટિપ્સ લઈને આવ્યા છીએ, જેના સેવનથી લોકોના મન મંત્રમુગ્ધ થઈ જશે. તો આવો જાણીએ શું છે આ ટિપ્સ.
🍛 ભાતને બનાવવાની પધ્ધતિઓ :-
👉 પધ્ધતિ 1 :- ઘણી વાર ભાત બનાવતી વખતે તેમાં વધારે પાણી રહી જતું હોય છે અને ભાત ચડી ગયા હોવા છતાં તમારે તેને વધુ સમય સુધી રાંધવા પડે છે તેથી તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે. આવી સમસ્યાથી બચવા અને ભાતનો ટેસ્ટ બરકરાર રાખવા માટે તમારે ભાતના વાસણમાં બ્રેડની એક સ્લાઈસ રાખી દેવી. બધુ પાણી બ્રેડ શોષી લેશે જેથી તમારે તેને વધુ વાર રાંધવા નહીં પડે અને સ્વાદ પણ બરકરાર રહેશે.
👉 પધ્ધતિ 2 :- ભાત બનાવતી વખતે તમે ભાતનો ટેસ્ટ પણ ચેન્જ કરી શકો છો. જેને કરવા માટે તમારે સૌપ્રથમ ભાત બનાવતા હોય તે પાત્રમાં 1 ચમચી ઘી અને 3-4 લવિંગ નાખી અને શેકી નાખવા. શેકાઈ ગયા બાદ તમારે તેમાં જેમ ભાત બનાવો છો એવી રીતે ભાત એડ કરી અને તેને રાંધવા. ત્યાર બાદ તમારે ભાતને થોડી વાર હલાવવા જોશે પણ ધ્યાન રાખવું કે વધુ વાર ભાતને હલાવા નહિ કારણ કે, તેનાથી ભાત તૂટી જશે.
👉 પધ્ધતિ 3 :- ઘણી મહિલાઓને એવુ થતું હશે કે ભાત રંધાયા બાદ તે એક બીજાથી ચોંટેલા રહે છે અને મહિલાઓ અનેક પ્રયાસો કરે છે છતાં ભાત છૂટા થતાં નથી. તેથી અમે તમારા માટે એવી પધ્ધતિ લઈને આવ્યા છીએ જેનાથી ભાત રંધાયા બાદ એકદમ છૂટા-છૂટા રહેશે.
👉 છૂટા ભાત કરવા માટે તમારે સૌપ્રથમ ભાત જ્યારે રાંધવા મૂકો ત્યારે તેમાં 1 અથવા 1.5 ચમચી તેલ ઉમેરવું અને બધા ભાતમાં લાગી જાય એવી રીતે હલાવવું ત્યાર બાદ તમારે આ ભાતને રાંધવા મૂકી દેવા. હવે જ્યારે ભાત રંધાઈ જશે ત્યારે તમે જોશો કે મોટાં અને લાંબા ભાત પણ છૂટા-છૂટા થઈ ગયા હશે. જેથી તમને જમવામાં અલગ જ આનંદની પ્રાપ્તિ થશે.
🍛 દાળને બનાવવાની પધ્ધતિ :- દાળ-ભાતની અંદર દાળનો સ્વાદ અગત્યનો ભાગ ભજવે છે. જો દાળનો સ્વાદ સારો ન હોય તો દાળ-ભાત જમવાની મજા આવતી નથી. તેથી આજે અમે તમને દાળને કઈ રીતે સારો ટેસ્ટ આપી શકાય તેના વિશે જણાવશું.
👉 પધ્ધતિ 1 :- દાળને ટેસ્ટમાં બેસ્ટ કરવા માટે સૌથી વધુ અગત્યતા અને સૌથી વધુ ભાર તેના વઘારને આપવામાં આવે છે. જો વઘાર સારો ન થયો તો દાળનો ટેસ્ટ આવતો નથી તેથી વઘાર કરતાં સમયે જો તમે તેમાં સૂકું મરચું, કોકમ, લીમડો વગરે વઘારમાં ઉપયોગ કરવાથી તમારી દાળનો ટેસ્ટ એકદમ લાજવાબ થઈ જશે અને જમવાવાળા પોતાની આંગળીઓ ચાટતા થઈ જશે.
👉 પધ્ધતિ 2 :- ઘણા લોકો દાળના વઘાર સમયે લસણનો પ્રયોગ કરતાં હોય છે પરંતુ અમે તમને લસણનો અન્ય રીતે પ્રયોગ કરવાનું જણાવીશું. જેમાં તમારે જ્યારે દાળ ઉકળતી હોય ત્યારે તમારે તેમાં લસણ એડ કરવાનું છે. આવું કરવાથી સ્વાદ એકદમ અલગ થઈ જશે. દાળ ઉકળતી વખતે લસણના પ્રયોગથી ટેસ્ટ તો લાજવાબ થશે જ ઉપરાંત લસણથી તમારા શરીરમાં પણ ઘણો ફાયદો થશે. જેમાં તમારો વજન કંટ્રોલમાં રહેશે અને તમને હૃદય સબંધિત બીમારીઓ થતાં પણ અટકશે.
👉 મિત્રો, આ રીતે દાળ-ભાતને બનાવશો તો હોટેલ કરતાં પણ તમે સ્વાદિષ્ટ બનાવી શકશો. ઉપરાંત એકને એક સ્વાદ વાળા દાળ-ભાતને ઉપર જણાવેલી પધ્ધતિ વડે અલગ સ્વાદ પણ આપી શકશો જેથી જમવાવાળી વ્યક્તિ આંગળા ચાટતી થઈ જશે.
જો દાળ-ભાતને સ્વાદિષ્ટ બનાવવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.