👉 ઘણા લોકોને નીચે સુવાની આદત હોય છે અથવા જગ્યાને અભાવે નીચે સૂવું પડતું હોય છે. તેમાં અમુક વાર જમીન પર સરક્તા જીવાણુ કરડી જય અથવા કાનમાં ઘૂસી જાય છે અને તે કરડે તો ખૂબ પીડા થાય છે.જો કાનમાં કાનખજૂરો ઘૂસી જાય અને તે કરડે તો અનહદ પીડા થાય છે. જેના લીધે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને દવાખાને અથવા હોસ્પિટલ જવું ફરજિયાત થઈ જાય છે.
👉 કાનખજુરાની અલગ-અલગ પ્રજાતિ હોય છે. તેમાં અમુક પ્રજાતિના કાનખજૂરો કરડી જાય તો વધુ ઝેર તો નથી હોતું પણ પીડા ખૂબ વધારે થાય છે. ઉપરાંત જે લોકોને શરીરની સ્થિતિ સાવ નબળી હોય અથવા નબળા હદયવાળા હોય તો તેમને ઇમરજન્સીમાં હોસ્પિટલમાં લઈ જવા જરૂરી હોય છે.
👉 કાનમાં જો જીવાણુ અથવા કાનખજૂરો જાય તો તેમના લક્ષણો દેખાઈ આવે છે. જેમાં કાન લાલ થઈ જવો,કાનમાં અનહદ દુખાવો થવો,કાન ભારે થઈ જવો,કાનમાં ખંજવાળ આવવી જેવા લક્ષણો દેખાય છે અને કાનખજૂરો કરડી જાય એવી પરિસ્થિતિ માટે અમે તમને એવો ઉપાય જણાવશું જેનાથી તમને અસહ્ય પીડામાંથી રાહત મળશે અને ઝેરને આગળ વધતાં પણ અટકાવી શકાસે. ઉપાય જાણતા પહેલા થોડી સાવધાની રાખવી જરૂરી હોય છે તે જાણીશું.
👉 સાવધાની :-
આપણે હંમેશા જીવ-જંતુથી સાવધાની રાખવી જોઈએ. જેમ કે, રોજ સૂતી વખતે તમારી આસપાસ જોઈ લેવું અને કાનમાં રૂ રાખી દેવું તેથી કોઈ જીવાણુ અંદર ઘૂસી ન જાય, ત્યાર બાદ બાળકોને ખુલ્લા દર પાસે રમવાની મનાઈ કરવી જોઈએ. બુટ પહેરતી વખતે પહેલા અંદર ચેક કરી લેવું ત્યાર બાદ જ પહેરવા. આટલી સાવચેતી રાખવાથી તમે ઝેરી જીવાણુથી બચી શકો છો.
👉 ઝેરી જીવાણુ કરડી જાય તો કરો આ ઉપાય :-
👉 બરફ અથવા ઠંડુ પાણી :- જ્યારે પણ ઝેરી જીવાણુ અથવા કાનખજૂરો કરડી જાય તો સૌપ્રથમ બરફને પ્રભાવિત જગ્યા પર ઘસવો, તેનાથી તેની આસ-પાસની બધી નસો સુન્ન પડી જાય છે અને ઝેરને આગળ વધતાં અટકાવી શકાઈ છે અને બરફ લગાવવાથી દુખાવો પણ ઓછો થઈ જાય છે.
👉 ગાયનું ઘી અને હળદર :- કાનખજૂરો કરડી જાય તો એક પાત્રમાં ગાયનું ઘી,અડધી ચમચી સિંધાલનું મીઠું અને હળદર આ ત્રણેય વસ્તુને સરખી રીતે મિક્સ કરી અને પેસ્ટ બનાવી લેવું અને જ્યાં કાનખજૂરો કરડી ગયો હોય ત્યાં આ પેસ્ટ લગાવવું.આ પેસ્ટથી ઝેરની પ્રબળતા ઓછી થઈ જાય છે અને શરીરમાં ફેલાતું અટકી જાય છે.
👉 સિંધાલનું મીઠું :- જ્યારે પણ કોઈ વ્યક્તિને કાનમાં કાનખજૂરો અંદર જતો રહે છે. તો તેમાં સિંધાલનું મીઠું ખૂબ અસરકારક છે.આ પ્રયોગ કરવા માટે 1 કપ પાણી લઈ અને તેમાં 1 ચમચી સિંધાલનું મીઠું નાખી અને ઓગળવા દેવું. ત્યાર બાદ આ પાણીને 1 ચમચી કાનમાં નાખવાથી કાનખજૂરો મરી જાય છે અથવા સહેલાઈથી બાહર આવી જાય છે.
👉 ખાંડ :- જ્યારે પણ કાનખજૂરો તમારા શરીરની ચામડી પર ચોંટી જાય તો તેના મોઢા પર ખાંડ લગાવવાથી તેની પકડ ઢીલી થઈ જાય છે અને આસાનીથી દૂર થઈ જાય છે.
તો મિત્રો ઉપર દર્શાવેલ ઉપાયો કરવાથી કાનખજૂરાંના ઝેરથી બચી શકો છો અને મોટી પરેશાનીથી તમે બહાર નિકળી શકો છો. તેથી જ્યારે પણ કાનમાં જીવ-જંતુ અથવા કાનખજૂરો કરડી જાય તો આ ઉપાય કરવા.પરંતુ જો તકલીફ વધારે હોય તો હોસ્પિટલ પણ જાવું જરૂરી હોય છે. તેથી વધુ નુકશાન ન થાય.
જો કાનખજૂરાને કાનની બહાર કાઢવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.