🪴હિન્દુ ધર્મ અનુસાર આપણા જીવનમાં વૃક્ષોનું ઘણું જ મહત્વ રહેલું છે. હિન્દુ ધર્મમાં અનેક વૃક્ષોને પૂજવામાં આવે છે. આપણે એ વાતને તો સૌ જાણીએ જ છીએ કે તમામ પ્રકારના વૃક્ષો એ પ્રકૃતિનું એક અંગ છે. માટે દરેક વૃક્ષનું મહત્વ તો છે જ પરંતુ અમુક વૃક્ષો વિશિષ્ટ છે અને તેથી જ તે ખાસ મહત્વ ધરાવે છે.
🪴આપણું સમગ્ર જીવન જ પ્રકૃતિ પર નિર્ભર છે, તેનાથી જ આપણું સમગ્ર વ્યક્તિત્વ ખીલી ઊઠતું હોય છે. પૃથ્વી પર પ્રકૃતિનું સંતુલન જાળવવામાં આ વૃક્ષો જ મહત્વ ધરાવે છે, તેવી જ રીતે આપણા ઘરમાં પણ આર્થિક રીતે એટલે કે પૈસે ટકે સંતુલન જળવાય રહે તેવા કેટલાક વૃક્ષો, છોડ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
🪴સૌથી પહેલા આપણે ઘરમાં જોવા મળતા અને મહત્વ ધરાવતા છોડની વાત કરીએ અને તુલસીનો સૌથી પહેલો ઉલ્લેખ ના થાય તેવું ક્યારેય ના બની શકે. હા મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીને માતાનું સ્થાન આપવામાં આવેલું છે. આ છોડ વિનાનું ઘર ઘર નથી મનાતું. તુલસીનું ધાર્મિક તો મહત્વ છે જ સાથે-સાથે આયુર્વેદિક પણ તેટલું જ મહત્વ રહેલું છે.
ઘરના આંગણે તુલસીનો છોડ હોવાથી તે તમામ પ્રકારની નેગેટિવ ઉર્જાને દૂર કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના આંગણે આ છોડને ઉત્તર કે પછી ઉત્તર પૂર્વ દિશામાં હોવો જોઈએ. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના છોડને ક્યારેય પણ પશ્ચિમમાં ના રાખવો જોઈએ. એક બીજી વાત કે રવિવારના દિવસે તુલસીના પાન ક્યારેય ના તોડવા જોઈએ.
🪴 ગીતમાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના સ્વ મુખે જ કહ્યું છે કે, વૃક્ષોમાં હું પીપળો છું. આમ તો તેનું મહત્વ ઘણું જ વધી જાય છે. આ વૃક્ષની નીચે ભગવાન બુદ્ધે તપ કર્યું હોવાથી તેને બોદ્ધ વૃક્ષ પણ કહે છે. વિજ્ઞાનની રીતે જોઈએ તો આ વૃક્ષ 24 કલાક ઑક્સીજન જ આપે છે. દરિદ્રતા, ગરીબી જેવી મુશ્કેલીઓ માંથી બહાર આવવા માટે એક રવિવારને બાદ કરતાં બાકીના તમામ દિવસોમાં પીપળાના વૃક્ષને જળ પાવું જોઈએ. તેનાથી આપણી તમામ પ્રકારની મુશ્કેલીઑ દૂર થાય છે.
🪴હવે પછીના છોડની વાત કરીએ તો તે છે મોગરો. આ છોડ આપણા ઘરને પોતાની સુગંધથી મહેકાવે છે. આ છોડ આપણાં પૂરા ઘરના વાતાવરણને ખુશનુમા તો બનાવે જ છે સાથે પવિત્ર પણ રાખે છે. આપણાં આંગણમાં જો મોગરનો છોડ હોય તો આપણાં સર્વ સંકટો ટળે છે. હમેશા ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. આ છોડ માટે એવું કહેવાય છે કે જે ઘરે મોગરો હોય ત્યાં ભગવાન હંમેશા વાસ કરે છે. આથી જો તમારા ઘરે મોગરો હોય તો ખૂબ જ સારું પરંતુ જો ના હોય તો ચોક્કસ એક છોડ ઉછેરો અને પ્રભુની કૃપા મેળવો.
🪴આમળાનો છોડ પણ આપણાં આંગણમાં હોવો જઈએ જો આ છોડ આપણાં ઘરે હશે તો ઘરના તમામ લોકોની તંદુરસ્તી જળવાય રહે છે, અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે જેનાથી ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહે છે. ઘરના તમામ સભ્યોની હેલ્થ કાયમ સારી જ રહે છે. તો એક છોડ આંબળનો અવશ્ય ઘરના આંગણમાં રાખો.
🪴ધનિવેલ એટલે કે મનીપ્લાન્ટ. મનીપ્લાન્ટ જો ઘરમાં હોય તો તે ઘરની હવાને સુધ્ધ કરે છે. આ વેલ આપણાં ઘરની સુંદરતામાં પણ વધારો કરે છે. આ વેલ જો તમારા ઘરમાં હોય ક્યારેય તમારે આર્થિક મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. આ મનીપ્લાન્ટ માં એટલી તાકાત છે કે ઘન આપોઆપ તમારા ઘર તરફ ખેચાશે. આ પ્લાન્ટ બને ત્યાં સુધી દક્ષિણ પૂર્વ દિશામાં જ લગાવવો જોઈએ.
જો આવા છોડ વિષેની આ માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.