આપણે જમવામાં ડુંગળીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેમજ ડુંગળી ભોજનને એક અલગ જ સ્વાદ આપે છે. સ્વાદ ઉપરાંત ડુંગળીના સેવનથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. પરંતુ શું તમે જાણો છો તે જ ડુંગળી તમારી ત્વચા માટે અનેક રીતે લાભદાયી છે. ત્વચા પર ડુંગળી ઘસવાથી ચમત્કારિક ફાયદા થાય છે. જો તમે નથી જાણતા તો આ લેખ અવશ્ય વાંચો.
શરીરનું તાપમાન સંતુલિત રાખે
ગરમીમાં ડુંગળીને સેવનથી અનેક લાભ થાય છે. તમે લોકોને ઉનાળામાં ડુંગળીનું સેવન કરવાની સલાહ આપતા જોયા હશે. પરંતુ આ જ ડુંગળી ત્વચા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જયારે તાવ આવ્યો હોય અને શરીરનું તાપમાન અચાનક તેજ થઇ જાય છે. ત્યારે ડુંગળીને હળવા હાથે જો શરીર પર રગડવામાં આવે તો શરીરનું તાપમાન થોડી જ વારમાં સામાન્ય થઇ જશે. માટે હવે જયારે તાપમાન વધી જાય ત્યારે ગભરાવું નહિ પણ ડુંગળીને કાપી તેને શરીર પર ઘસવી.
ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે
ઉનાળામાં ડુંગળી ત્વચા પર ઘસવાથી લૂથી રક્ષણ મળે છે. આવું કરવાથી લૂ લાગવાની સમસ્યા રહેતી નથી. ડુંગળીમાં વિટામીન એ, ઈ અને સી રહેલા હોય છે જે આપણી ત્વચાને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી બચાવે છે. જેથી ઉનાળાની ગરમીમાં પણ ત્વચાને રક્ષણ મળે છે.
પગના તળિયા માટે
ઘણી વખત અમુક લોકોને પગના તળિયામાં બળતરા થવાની સમસ્યા રહેતી હોય છે. તો તેના માટે ડુંગળી રામબાણ ઈલાજ છે. એવી પરિસ્થિતિમાં પગના તળિયે ડુંગળીને ઘસવી તેનાથી બળતરામાં ખુબ જ રાહત મળશે.
કોઈ જીવજંતુ કરડી જાય તો તેના ઈલાજ માટે
મિત્રો જયારે કોઈને કીડી મકોડા જેવા જીવ જંતુ કરડી જાય છે તો ડંખની જગ્યાયે સોજો આવી જતો હોય છે, બળતરા થતી હોય છે અથવા તો ત્યાં ત્વચા લાલ પડી જાય છે અને અસહ્ય પીડા થાય છે. તો તેવી પરિસ્થિતિમાં ડુંગળીને કાપીને તેના ટુકડાને પ્રભાવિત જગ્યાએ ઘસવામાં આવે તો ખુબ જ રાહત મળે છે. ડુંગળીમાં એન્ટીફ્લેમેટરી ગુણો રહેલા છે જે દાજી ગયા પર તેમજ બળતરા, સોજો અને ખંજવાળમાં રાહત આપે છે.
ત્વચા પર થતા ઇન્ફેકશનને દુર કરે છે
ત્વચા પર કોઈ સંક્રમણ એટલે કે ઇન્ફેકશન લાગી ગયું હોય તો પ્રભાવિત જગ્યા પર ડુંગળી ઘસવાથી સંક્રમણ ત્વચામાં આગળ ફેલાતું નથી. આ ઉપરાંત તે ધીમે ધીમે સંક્રમણને દુર કરવામાં પણ મદદ કરશે.
વાળ માટે
જો તમારા વાળ ખરીને વાળનો ગ્રોથ ઓછો થઇ ગયો છે તો માથાની સ્કેલ્પ એટલે કે વાળના મૂળમાં ડુંગળી ઘસવી અથવા ડુંગળીનો રસ લગાવી હળવા હાથે મસાજ કરવી. ત્યાર બાદ વાળને શેમ્પુથી ધોઈ લેવા. આવું જયારે વાળ ધોવો છો ત્યારે કરવું. તેનાથી ખરી ગયેલા વાળ ઉગવા લાગશે. આ ઉપરાંત જો વાળમાં જૂ પડી ગઈ હોય તો એવામાં પણ આ ઉપાય કરવાથી જૂથી છૂટકારો મળે છે.
વાળમાં ડુંગળીનો રસ લગાવવાથી સફેદ વાળની સમસ્યા દુર થશે અને વાળને પ્રાકૃતિક કાળો રંગ મળશે. સરસોના તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરી તેને વાળમાં લગાવવામાં આવે તો વાળ ચમકદાર બને છે.
ત્વચાની કરચલીઓ દુર કરે છે
ફ્રી રેડિકલ્સના કારણે સમય પહેલા જ નાની ઉંમરમાં ત્વચા પર કરચલીઓ પાડવા લાગે છે. આ કરચલીથી છુટકારો મેળવવા માટે ડુંગળીને ત્વચા પર હળવા હાથે રગડીને મસાજ કરવી. અથવા તો ડુંગળીનો રસ લગાવી મસાજ કરવી. તેનાથી ત્વચામાં બરાબર બ્લડ સર્ક્યુલેશન થશે અને કરચલીઓ દુર થવા લાગશે.
ત્વચા પર થતા મસ્સા માટે
ડુંગળીના રસમાં એસીડ તેમજ અમુક કેમિકલ્સ રહેલા હોય છે જે ત્વચા પરના મસ્સાથી છુટકારો અપાવી શકે છે. તેના માટે ડુંગળીને કાપીને તેનો ટુકડો મસ્સા પર લગાવી ધીમે ધીમે હળવા હાથે મસાજ કરવી. અથવા તો જો તમે ડુંગળીનો રસ લગાવી શકતા હોય તો તે સૌથી શ્રેષ્ઠ છે. રસ લગાવ્યા બાદ રસને આપોઆપ અવશોષિત થવા દેવો. એક મહિના સુધી આ ઉપાય કરવામાં આવે તો મસ્સા દુર થાય છે.
આ વાતની ખાસ નોંધ લેવી
ડુંગળીમાં સલ્ફરની માત્રા પણ હોય છે તેથી ડુંગળી લગાવ્યા બાદ દુર્ગંધ આવે છે. ઘણા લોકોને ડુંગળીની એલર્જી હોય છે તો તે લોકો ડુંગળી ત્વચા પર ઘસે અથવા તો તેનો રસ ત્વચા પર લગાવે તો તે લોકોને ત્વચામાં ખંજવાળ તેમજ રેશીશ થઇ શકે છે. માટે જે લોકોને ડુંગળીની એલર્જી હોય તેમણે આ ઉપાય ક્યારેય અપનાવા નહિ. તેમજ સામાન્ય વ્યક્તિએ પણ ત્વચાના કોઈ ભાગમાં ડુંગળી ઘસીને તપાસી લેવું કે કોઈ એલર્જી નથી ને. ત્યાર બાદ જ આ ઉપચાર કરવા.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.