🧏દોસ્તો, આજના સમયનો સામાન્ય પ્રશ્ન બની ચૂક્યો છે મેદસ્વિતા. હા આજના સમયમાં લોકોના શરીર ખૂબ જ તેજ ગતિથી મેદસ્વી બનવા લાગે છે. આમ એક વાર તેઓના વજન વધવા લાગે છે તો તેને કંટ્રોલ કરવો મુશ્કેલ બની જાય છે. તેથી લોકો સતત ચિંતામાં છે. અને પોતાનું વજન ના વધે તેના માટે તેઓ અનેક પ્રકારના પ્રયોગો કરે છે. પરંતુ આમ છતાં કોઈ પણ ફેરફાર જોવા મળતો નથી. પરંતુ દોસ્તો તમે તમારા વજન વધવાનું મુખ્ય કારણ શોધવાની કોશિશ કરી છે જો તમે તેના મૂળ કારણને જાણીને તેને જ અટકાવો તો જ તમે મેદસ્વિતા ના સકંજા માંથી છૂટી શકશો.
🧏દોસ્તો, શરીરની સ્થૂળતા એ ખૂબ જ પેચીદો સવાલ છે કેમ કે મેદના કારણે અનેક પ્રકારની બીમારીઓ આપણી આસપાસ આવવા લાગે છે. આમ જોઈએ તો શરીરને સુડોળ અને સ્વસ્થ બનાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે સંતુલિત આહાર અને વ્યાયામ. આપણા ખાનપાન ની આપણા શરીર પર સિધ્ધી જ અસર પડે છે. સાથે આપણે જે ખોરાક લઈએ છીએ તે કયા સમયે લઈએ છીએ તે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. તો આજે અમે તમને તે તમામ મહત્વ પૂર્ણ જાણકારી આપવા જઇ રહ્યા છીએ જે આપણા સુડોળ શરીરને મેદસ્વી અને બેડોળ તો બનાવે જ છે સાથે અનેક બિમારીઓને પણ આમંત્રે છે.
🧏દોસ્તો, જો તમે તમારા શરીરને સુડોળ બનાવી રાખવા માંગતા હોય તો એવી પાંચ વસ્તુ છે કે જે તમારે ભૂલથી પણ રાતના સમયે ક્યારેય ના ખાવી જોઈએ. આ બાબતોનું ધ્યાન રાખ્યા પછી તમને તેનું પરિણામ થોડા જ દિવસોમાં જોવા મળી જશે. દોસ્તો, તમે પણ તમારું વજન ઘટાડવા માંગતા હોય તો સૌથી મહત્વની બાબત એ છે કે તમે સંતુલિત આહાર તો લો પરંતુ તેની સાથે તે ખોરાક કયા ટાઈમે લેવો તેના પર પણ વિશેષ ધ્યાન આપો આમ કરવાથી ઘણો જ ફાયદો થશે. તો ચાલો જાણીએ એ પાંચ વસ્તુ કઈ છે જે રાતના સમયે ખાવાથી વજન વધે છે.
🍕પિઝ્ઝા : આજે આબાલવૃદ્ધ સૌ કોઈ આ પિઝ્ઝાના ચાહક બની ચૂક્યા છે. સૌને પિઝ્ઝા નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે. હા ખાવા પણ જોઈએ પરંતુ તેને રાતના સમયે ક્યારેય ના ખાવા જોઈએ. તેનું પણ કારણ છે કે પિઝ્ઝામાં ચીઝ વધારે પ્રમાણમાં હોય છે. પિઝ્ઝા ની ચટણીમાં પણ ખાંડનું પ્રમાણ વધારે હોય છે. પિઝ્ઝાનો જે રોટલો હોય છે તેમાં પણ શુધ્ધ કાર્બ્સ સમાયેલું હોય છે. આ સિવાય ઘણા પિઝ્ઝામાં તો પ્રોસેસ્ડ માંસને પણ મિક્સ કરવામાં આવે છે. આ ઉપરાંત પિઝ્ઝામાં ટ્રાન્સ ફેટ પણ ઉમેરવામાં આવે છે. આમ જોઈએ તો પિઝ્ઝામાં વપરાતી તમામ સામગ્રી વજન વધારવા માટે જ છે તેમ પણ કહી શકાય.
🍊ફ્રૂટ જ્યુસ : આપણે આ વાત તો સૌ જાણીએ જ છીએ કે દરેક સિઝન અનુસાર આપણે ફ્રૂટનું સેવન તો કરવું જ જોઈએ. દરેકને ફ્રૂટ જ્યુસ પણ પસંદ જ હોય છે. અને તે લેવું પણ જોઈએ પરંતુ આપણે ધ્યાન બસ એ જ બાબતનું રાખવાનું છે કે રાતના સમયે એટલે કે સૂતા પહેલા ક્યારેય ફ્રૂટ જ્યુસ ના પીવું એમ કરવાથી માત્ર ચરબી જ વધે છે.
🧇ચોકલેટ : ચોકલેટ પણ એવી ચીજ છે કે જેને સૌ કોઈ પસંદ કરે છે. નાના-મોટા સૌને ચોકલેટ ખાવી પસંદ છે. આ ચોકલેટમાં પણ ખાંડ અને વિશેષ પ્રમાણમાં કેલરી સમાયેલ હોવાથી તેને પણ રાતના સમયે ખાવાથી વજન વધે છે. આથી રાતના સમયે ક્યારેય પાણ ચોકલેટ ના ખાવી જોઈએ.
🍇બદામ : બદામના ગુણો તો અનેક છે, કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, કિસમિસ વગેરે જેવા સૂકા મેવામાં બદામને સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. દરેક સૂકા મેવામાં વિશેષ કેલેરી રહેલી છે. પરંતુ જો આપણે તેને રાત્રિના સમયે તેનું સેવન કરીએ તો તે દરમ્યાન આપણી શારીરિક ક્રિયાઓ નિષ્ક્રિય હોવાના લીધે મેળવેલ ફેટ ચરબીમાં રૂપાંતર પામે છે અને આપનું વજન વધે છે.
🍧આઈસ્ક્રીમ : આ પણ એક એવી ચીઝ છે જેને સૌ કોઈ પસંદ કરે છે. આઈસ્ક્રીમમાં પણ શુગર અને ફેટ વિશેષ પ્રમાણમાં હોવાથી જો આપણે તેને રાતના સમયે લઈએ તો તે આપણને ફેટ બનાવી શકે છે માટે જે લોકો પોતાનો વજન ઓછો કરવા માંગતા હોય તેઓએ ભૂલથી પણ ક્યારેય રાતના સમય દરમ્યાન આઈસ્ક્રીમ ના ખાવો જોઈએ. પરંતુ જો તમારે આઈસ્ક્રીમ ખાવો જ છે તો ઘરે બનાવેલો ઓછી ખાંડ વાળો બનાવીને ખાઈ શકાય.
જો આવી હેલ્થ વિષેની આ માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.