👩🦰 આજના જમાનામાં દરેક સ્ત્રીને સુંદર દેખાવું ગમે છે. ભલે તે પછી ઓફિસમાં કામ કરતી મહિલા હોય કે પછી હાઉસ વાઇફ. ચહેરા પર નાની એવી ફોલ્લી થાય કે તરત ટેન્શનમાં આવી જાય છે કે તેને કેવી રીતે દૂર કરવી. ચહેરા પર ખીલ, કાળા ડાઘ વગેરેના કારણે તેમની સુંદરતા જાણે અવરોધાય જતી હોય તેમ લાગશે.
👩🦰 બજારમાં મળતા ઘણા પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો, છતાં કોઈ ફરક પડતો હોતો નથી. તો આજે તમને જણાવીશું જેનાથી તમારા ચહેરા પરના ખીલ દૂર થઈ જશે. સાથે થોડા દિવસમાં ચહેરો ચમકવા લાગશે.
👩🦰 આ રીતે રાખો ચહેરાને ગોરો અને મુલાયમ 👩🦰
👩🦰ઘણા લોકો બહાર નીકળે એટલે પાઉડર, ફાઉન્ડેશન, શાઇનર કેટલીય જાતની બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ આ બધી વસ્તુ તમારા ચહેરાને લાંબા ગાળે નુકશાન પહોંચાડે છે. માટે તમારે એવો ઉપચાર કરવો જોઇએ. જે તમારા ચહેરાને કુદરતી રીતે સુંદર અને ચમકીલો બનાવે.
👩🦰-ફેસિયલ કરાવીએ ત્યારે આપણે સ્ક્રબ કરાવતા હોઈએ છીએ. તો એ સ્ક્રબ તમે ઘરે જાતે બનાવી શકો છો. રાત્રે થોડી ખસખસના દાણા પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠી તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં તમે મધ અને દૂધ એડ કરો. હવે તેને ચહેરા પર લગાવી હળવા હાથે મસાજ કરતા હોય એ રીતે સ્ક્રબ કરો. ચહેરા પરનો મેલ સાફ થઈ જશે. અને ફેસ ક્લીન થઈ જશે.
🌹-કેટલીક મહિલાઓ કંઈ પણ વિચાર્યા વગર બજારમાં મળતા ટોનરનો ઉપયોગ કરતી હોય છે. ચેહરાને સુંદર બનાવવા માટે, પરંતુ તે પ્રકારની ભૂલ ન કરશો. રોજ સવારે તમારે ગુલાબજળ ફેસ પર લગાવી થોડો સમય રહેવા દેવું. પછી જ્યારે ન્હાવા જાવ અથવા 10 મિનિટ પછી તેને ચોખ્ખા પાણીથી સાફ કરી નાખવું. જે નેચરલી તમને ટોનરનું કામ કરતું દેખાશે.
🤲-જો તમને કોઈ પણ પ્રકારનો ઉપચાર ન મળે તો. ચણાનો લોટ લેવો તેમાં દૂધ અને ચપટી હળદર નાખી પેસ્ટ તૈયાર કરવી. રોજ ન્હાયા પહેલા ચહેરા પર લગાવવી. 15 મિનિટ ઓછામાં ઓછી આ પેસ્ટને ચહેરા પર રાખવી. તે સૂકાય જાય એટલે હાથ થોડો ભીનો કરી મસાજ કરતા હોય એ રીતે આખા ફેસ પર હાથ ફેરવવો. 5 મિનિટ સુધી આ ક્રિયા કરવી. તમે આ પ્રયોગ અઠવાડિયામાં 3-4 વખત અથવા દરરોજ પણ કરી શકો છો. તમારી સ્કીનને કે ચહેરાને કોઈ પ્રકારનું નુકશાન થશે નહીં.
🥛- તે સિવાય તમારે સુંદરતામાં વધારો કરવો હોય તો સવારે ઉઠો ત્યારે ગરમ પાણી પીવું જોઈએ. જેનાથી તમારા શરીરમાં રહેલા ટોક્સીન બહાર નીકળી જશે અને ખીલને તકલીફ ઓછી થઈ જશે. જો ગરમ પાણી ન પીવું હોય તો સામાન્ય પાણી પણ તમે પી શકો છો.
👩🦰-આમળાનો પણ ડાઘ દૂર કરવા કરી શકો છો. વિટામિન-સી ડાઘમાંથી છુટકારો અપાવશે. આબળા પાઉડરને પાણીમાં નાખી પેસ્ટ તૈયાર કરો. જે જગ્યા પર તમને ડાઘ પડ્યા હોય અથવા ખીલ થયા હોય ત્યાં લગાવાથી જરૂર રાહત રહેશે. આમળાના પાઉડરમાં પાણીના બદલે તમે ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો.
👩🦰-મેથીની કડવાશ ઘણી બીમારીઓ અને સ્કીનની તકલીફમાં રાહત આપે છે. માટે ખીલની સમસ્યા, ડાઘ-ધબ્બા વગેરે ત્વચાને લગતી સમસ્યા હોય તો તમે મેથીના પાન લગાવી શકો છો. તેના માટે થોડા મેથીના પાનની પેસ્ટ બનાવવાની રહેશે. અને આ પેસ્ટને આખી રાત ફેસ પર લગાવી રાખવી. સવારે ચોખ્ખા પાણીથી ચહેરો સાફ કરી નાખવો. ખીલ થોડા દિવસમાં ફેસ પર હતા કે નહીં તેનો ખ્યાલ પણ નહીં આવે.
👩🦰-સૌથી મહત્ત્વની ટિપ્સ જો તમારા ચહેરા પર વધારે પ્રમાણમાં ખીલ રહેતા હોય તો ખોરાક લેવામાં કાળજી રાખવી જોઈએ. તીખું, તળેલું, વધારે પડતું આથાવાળું, જંકફુડ, મેંદામાંથી બનાવેલી વસ્તુ ન ખાવી જોઈએ.
🥬🍆🍅-જો તમે નિયમિત લીલા શાકભાજી અને ફળોનું સેવન કરશો તો શરીરને પૂરતા વિટામિન્સ મળી રહેતા હોવાથી. પોષક તત્વોની ઉણપ દૂર થશે. જેના કારણે સ્કીનમાં ગ્લો આવવા લાગશે અને ચહેરો નિખરવા લાગશે.
👩🦰 ખીલ મટાડવા માટેના બેસ્ટ ઘરેલુ ઉપાયો 👩🦰
👩🦰સૌથી પહેલા તો આપણને ખીલ શા માટે થાય છે તે ક્યારેય વિચાર્યું છે? અત્યારનું વાતાવરણ અને ખોરાકના કારણે ચહેરા પર ખીલની સમસ્યા માથાનો દુખાવો બની રહી છે. ધૂળ, પ્રદૂષણ, માટી, ક્ષાર વાળું પાણી, તે ઉપરાંત હોટેલોનું જમવાનું, જંકફૂડનું વધારે સેવન વગેરેના કારણે આપણા ચહેરા પર ડાઘ, ધબ્બા અને ખીલ થતા હોય છે. તેને ઘરેલુ ઉપચારથી આપણે દૂર કરવાની કોશિશ કરીશું તો કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ થશે નહીં. તો ચાલો જાણીએ ખીલથી છુટકારો મેળવવાના ઉપચાર વિશે.
👩🦰-ખીલ દેખાય તો પહેલા તેને જરાપણ નખ વડે ફોડવાની કોશિશ ન કરો. તેનાથી બીજે ઇન્ફેક્શન લાગશે અને ચહેરા પર ઘણા બીજા ખીલ થશે. માટે રાત્રે સૂતા પહેલા ખીલ પર કોલગેટની પેસ્ટ આવે છે તે લગાવી સૂઈ જવું. સવારે જ્યારે તમે ઉઠશો ખીલ ગાયબ થઈ ગયો હશે. આ પ્રયોગ ઘણા લોકો માટે અસરકારક સાબિત થશે.
👩🦰-જો તમે ખીલથી કંટાળી ગયા હોવ તો સવારે ઉઠો ત્યારે તુલસીના પાન અને લીમડાના પાનને ક્રશ કરી નાખો. અને તેમાંથી જે પેસ્ટ બને તે ચહેરા પર લગાવો આપોઆપ ખીલ ઘટવા લાગશે. આ પેસ્ટને થોડો સમય ચહેરા પર રહેવા દઇ સાફ પાણીથી ફેસવોશ કરી નાખવો.
👩🦰- આપણા શરીરમાં પાણી ઓછું હોય તો અથવા તો એમ કહીએ કે ઓછું પાણી પીવાને લીધે શરીરમાં રહેલા હોર્મોન્સ શરીરમાં સારી રીતે ભળતા નથી અને આપણા શરીરમાં પહોંચતા ન હોવાના કારણે ત્વચા હાઇડ્રેટ થતી નથી જેના કારણે ખીલ થાય છે. એટલે બને તો વધારે પાણી પીવું જોઈએ.
🍅-ટામેટાનો પલ્પ ચહેરા પર લગાવવાથી પણ ખીલ, ડાઘ, ધબ્બા દૂર થઈ જશે. ટામેટાના પલ્પમાં સારા પ્રમાણમાં વિટામિન્સ હોવાથી તે સ્કીનને ગ્લો આપશે.
🍋-લીંબુનો રસ ચહેરાને ચમકાવવા માટે બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. લીંબુના રસને ચહેરા પર દરરોજ 5-10 મિનિટ સુધી લગાવી રાખો અને થોડા સમય પછી ચહેરાને હુંફાળા પાણીથી સાફ કરી નાખો. લીંબુમાં સાઇટ્રિક એસિડ રહેલું હોવાથી ચહેરા પર પડેલા ડાઘ ધબ્બા દૂર કરી દેશે. કેટલાક લોકોની સ્કીન સેન્સીટીવ હોય છે. તેમણે બને તો આ પ્રયોગ કરવો જોઈએ નહીં.
જો આ બ્યુટીટિપ્સ ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બ્યુટીટિપ્સ આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.