જ્યારે આપણા ખીચ્ચામાં પૈસા ન હોય ત્યારે આપણે બીજા પાસે પૈસા ઉછીના લેવા પડતા હોય છે. તેવી જ રીતે જ્યારે કોઈ દેશની તિજોરીઓ ખાલી થઇ જાય ત્યારે તે દેશની હાલત પણ બગડી જતી હોય છે. તેથી તે દેશે બીજા દેશ પાસેથી અથવા સ્વીઝ બેંક પાસેથી પૈસા ઉછીના લેવા પડે છે.અને આવું કરવાથી તે દેશો પર કરોડો રૂપિયાનું દેણું થઇ જતું હોય છે. આજે અમે તમને 10 એવા દેશો વિશે જણાવશું જેના પર સૌથી વધારે દેવું છે.
(10) કેનેડા – કેનેડાનો દુનિયાના સૌથી વિકસિત દેશોમાં સમાવેશ થાય છે. કેનેડા 3.75 કરોડની વસ્તી ધરાવે છે. પરંતુ વિસ્તારની દ્રષ્ટીએ કેનેડા વિશ્વમાં બીજા નંબર પર આવે છે. કેનેડાની GDP 1.92 ટ્રીલીયન ડોલર છે. તેમ છતાં પણ તેના પર 2.12 ટ્રીલીયન ડોલરનું દેણું છે. એટલે કે તેની GDPથી બમણું તેના પર દેણું છે. કેનેડાના નાગરિકની વાત કરીએ તો, ત્યાં દરેક નાગરિક પર 52300 ડોલર એટલે કે 38 લાખનું દેણું છે.
(9) સ્પેઇન – સ્પેઇન 4.60 કરોડની આબાદી ધરાવતો દેશ છે. વસ્તીની દ્રષ્ટીએ તે બીજા ક્રમ પર આવે છે. તેની GDP 1.39 ટ્રીલીયન છે અને તેના પર તેની GDPના 164% એટલે કે 2.36 ટ્રીલીયન ડોલરનું દેણું છે. ત્યાના દરેક નાગરિક પર 36 લાખનું દેણું છે.
(8) ઇટલી – ઇટલી ઓછો વિસ્તાર ધરાવતો દેશ છે તેમ છતાં તેની આબાદી 6 કરોડથી પણ વધારે છે. તેની GDP 1.99 ટ્રીલીયન ડોલર છે. તેમ છતાં પણ તેના પર 2.91 ટ્રીલીયન ડોલરનું દેણું છે. ત્યાના દરેક નાગરિક પર લગભગ 30 લાખનું દેણું છે.
(7) લક્ઝમબર્ગ – લક્ઝમબર્ગ યુરોપનો સૌથી નાનો દેશ છે. તેની આબાદી માત્ર 5 લાખ જ છે. તેની GDP 17 બિલિયન ડોલર છે તેમ છતાં પણ તેના પર તેની GDPના 533% એટલે કે 3.94 ટ્રીલીયન ડોલરનું દેણું છે. એટલે ત્યાના દરેક નાગરિક પર કેટલું દેણું છે તેનો હિસાબ લગાવવો ખુબ જ મુશ્કેલ છે. ત્યાના દરેક નાગરિક દીઠ લગભગ કરોડોનું દેણું છે.
(6) નેધરલેન્ડ – નેધરલેન્ડ યુરોપનો સૌથી સુંદર દેશ છે. અહીં 1.17 કરોડની આબાદી છે એટલે કે આપણા મુંબઈ શહેર કરતા પણ ઓછી આબાદી ધરાવતો દેશ છે. આ દેશની GDP 914 ડોલર છે. આ દેશ પર ટોટલ GDPના 451% એટલે કે 4.13 ટ્રીલીયન ડોલરનું દેણું છે. એટલે આ દેશમાં પણ દરેક નાગરિક પર કરોડો રૂપિયાનું દેણું છે.
(5) જાપાન – જાપાનનું નામ વાંચીને તમને નવાઈ લાગશે. કારણકે જાપાન ટેકનોલોજીની બાબતમાં સૌથી વિકસિત દેશ છે. તેમ છતાં પણ જાપાન પર તેની GDPના 86% એટલે કે 4.70 ટ્રીલીયન ડોલરનું દેણું છે. જ્યારે તેની GDP 5.13 ટ્રીલીયન ડોલર છે જે ખુબ જ વધારે છે.
(4) જર્મની – મર્સડીઝ, ઓડી અને એડીદાસ જેવી કંપનીઓ માલિક દેશ જર્મની 8.30 કરોડની આબાદી ધરાવતો દેશ છે. તેની GDP 3.8 ટ્રીલીયન ડોલર છે પરંતુ તેની સામે તેની ઉપર તેની GDP ના 148% એટલે કે 5.73 ટ્રીલીયન ડોલરનું દેણું છે. આ હિસાબે જોઈએ તો ત્યાના દરેક નાગરીક પર 50 લાખનું દેણું છે.
(3) ફ્રાંસ – 6 કરોડની આબાદી ધરાવતા આ દેશની GDP 2.71 ટ્રીલીયન ડોલર છે. પરંતુ ફ્રાંસના વિદેશી દેણાની વાત કરીએ તો ફ્રાન્સ પર 6.65 ટ્રીલીયન ડોલરનું દેણું છે.જે તેમની GDP ના 245% છે. તેના કારણે ફ્રાન્સના દરેક નાગરિક પર લગભગ 63 લાખ જેટલું દેણું છે.
(2) યુનાઈટેડ કિંગડમ (UK) – એક સમયે અડધી દુનિયા પર રાજ કરનાર અંગ્રેજો પણ આજે દેણામાં ડૂબેલા છે. યુનાઈટેડ કિંગડમ 6.66 કરોડની આબાદી ધરાવે છે. તેની GDP 2.75 ટ્રીલીયન ડોલર છે. જયારે તેના પર તેની GDP ના 313% એટલે કે 8.61 ટ્રીલીયન ડોલરનું દેણું છે. તેથી ત્યાના દરેક નાગરિક પર આશરે 92 લાખનું દેણું છે.
(1) યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા (USA) – દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો અને સૌથી શક્તિશાળી દેશ પણ ઉધાર લેવામાં સૌથી આગળ છે.અમેરિકાની કુલ આબાદી 32 કરોડ છે. આ ઉપરાંત તેની કુલ GDP પણ 22.32 ટ્રીલીયન ડોલર છે. તેમ છતાં અમેરિકાએ 25.4 ટ્રીલીયન ડોલરનું દેણું લીધેલું છે, જે તેમના GDP 114% થાય છે. તેથી દરેક અમેરિકન નાગરિક પર લગભગ 18 લાખનું દેણું છે.
હવે વાત કરીએ ભારતની, તો ભારત આ યાદીમાં 13 માં નંબરે આવે છે. મતલબ ભારત પર અમેરિકા, UK જેવા દેશો કરતા થોડું ઓછું દેવું છે, પણ બીજી તરફ જોઈએ તો અમેરિકા અને બીજા વિકસિત દેશોની માથા દીઠ આવક 20,000 થી લઈને 1 લાખ ડોલર સુધીની છે. જયારે ભારત ની માથા દીઠ આવક 570 ડોલર જ છે. એટલે ભારત આ બાબતે થોડો પાછળ છે. બાકી, વધુ દેવું કરવાના ક્રમમાં 13 માં નંબરે છે.
તેમજ ચાઈનાની 2019-20 ના ડેટા મુજબ જાણકારી મળી છે કે, આ યાદીમાં ચાઈના 9 માં નંબર પર આવી ગયું છે, પણ બીજા ચોક્કસ માહિતી ના મળતા તેની માહિતી હજુ સામે નથી આવી. તેમજ ચાઈનાની માથાદીઠ આવક 1350 ડોલર આજુબાજુ ની છે.
આ ડેટા ઈન્ટરનેટ રિસર્ચના આધાર પર લખેલ છે. બની શકે કે, અત્યારે કરંટ સમય મુજબ આ માહિતી થોડી ઘણી અલગ હોઈ શકે છે. કેવો લાગ્યો આ આર્ટીકલ કોમેન્ટમાં અમને જરૂર જણાવો. તેમજ તમારા મિત્રો સાથે આ અમેજીંગ માહિતી શેર પણ કરો.