એવું કહેવાય છે કે ભગવાન દુશ્મનને પણ પથરીનો દુખાવો ન આપે. પથરીનો દુખાવો તો જેને થાય એને જ ખબર પડે છે. પથરીનો દુખાવો થાય ત્યારે ભલભલાની આંખમાં આંસુ આવી જતા હોય છે. ઘણા લોકો તો પેટ પકડીને રડવા લાગે છે. પથરીએ દર્દીમાં જોવા મળતો એક મહત્વનો કિડનીનો રોગ છે. પથરી થતા અસહ્ય દુખાવો, પેશાબમાં બળતરા અને કિડનીને નુકશાન પણ પહોંચી શકે છે.
વાસ્તવમાં પથરીની બીમારી ખૂબ જ સામાન્ય છે. ખાવા-પીવાની આપણી કેટલીક ટેવ કે કુટેવના કારણે પથરી થવાની શક્યતાઓ વધી જતી હોય છે. તેમાં શરીરના કેટલાક અંગોમાં મિનરલ અને સોલ્ટ જામીને પથ્થરનું સ્વરૂપ લે છે, જેને આપણે પથરી કહીએ છીએ. પથરી મગની દાળ જેવડી પણ હોય છે અને નાનકડા બોલ જેટલી પણ જોવા મળે છે.
આ વ્યક્તિને થઈ 206 પથરી જાણો કેવી રીતે?? – કેટલાક લોકોને એક, બે અથવા પાંચ જેટલી પથરી શરીરમાં હોઈ શકે છે. પરંતુ અહીં એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. તેલંગાના રાજ્યના હૈદરાબાદમાં એક વ્યક્તિને 206 પથરી કિડનીમાંથી કાઢવામાં આવી છે. જાણવા મળ્યું કે, તેની બેદરકારીના કારણે આટલી બધી શરીરમાં પથરી થઈ હતી.
આ વ્યક્તિને છેલ્લા 6 મહિનાથી પેટમાં દુખાવો થતો હતો. જ્યારે પણ દુખાવો થાય ત્યારે નજીકમાં ડૉક્ટર પાસે જઈ દવા લઈ આવતો જેથી દુખાવામાં રાહત મળતી. થોડા સમયબાદ ફરી તેને દુખાવો થવા લાગતો ફરી તે ડૉક્ટર પાસે જઈ દવા લાવતો. આ રીતની સ્થિતિ લગભગ 6 મહિના ચાલી.
એક દિવસ દુખાવો એટલો વધી ગયો હતો કે તેને કામ કરવામાં મુશ્કેલી પડવા પડવા લાગી અને તેને આખરે બીજા ડૉક્ટર પાસે જવું પડ્યું. ત્યાં ડૉક્ટરે અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે તેને ડાબી સાઇડ પથરી છે. તે પછી પણ સિટી સ્કેન કર્યું જેમાં વધારે ખ્યાલ આવ્યો કે કિડનીમાં પથરી છે.
યુરોલોજિસ્ટે સલાહ આપી કે તમારે પથરીનું ઓપરેશન કરાવવું પડશે. દર્દી સર્જરી માટે રેડી થઈ ગયો. અને પછી તેનું ઓપરેશન કરવામાં આવ્યું પૂરો એક કલાક તે દર્દીનું ઓપરેશન ચાલ્યું હતું. કિહોલ સર્જરીથી તેના શરીરમાં જેટલી પણ પથરી હતી તે દૂર કરવામાં આવી હતી. ડૉક્ટરે સર્જરી કરીને 204 નાની મોટી પથરી તેના શરીરમાંથી કાઢી. તેનું ઓપરેશન પણ સકસેસ ફૂલ રહ્યું હતું. ઓપરેશનના બીજા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. (આ વ્યક્તિની ઓળખ આપવામાં આવી નથી)
આ વ્યક્તિને આટલી બધી પથરી થઈ હોવાનું કારણ, અનિયમિત ખાનપાન તેમજ જે પાણી પિતા હતા તેમ વધુ ક્ષારનું પ્રમાણ હતું તે આપવામાં આવ્યું હતું. અને સાથે ગરમીના કારણે થયેલું ડીહાઈડ્રેશેન પણ પાથરી માટે જવાબદાર હતું. તેથી ડોક્ટરના કહેવા પ્રમાણે નીચેની વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
- ડૉક્ટરો જણાવે છે કે તમારે પણ આટલી બધી પથરીથી બચવું હોય તો આ કામ કરો..
-પહેલું તો ઉનાળાની સીઝનમાં વધુ પાણી પીવું. તમારા શરીરને ગરમીમાં પાણીની વધારે જરૂર પડતી હોય છે. જેના કારણે બોડીમાં હાઇડ્રેટ રહે છે. ઓછું પાણી પીવાથી ડિહાઇડ્રેશનની તકલીફ થાય છે. તેમાં ખાસ કરીને ગરમીની ઋતુમાં વધારે લોકોને આ પથરીની બીમારી જોવા મળતી હોય છે. તેથી બને તો વધારે પાણી પીવું જોઈએ.
-વારસાગત પથરી થવાની તાસીર હોય તો તેનાથી પણ પથરી થઈ શકે છે. વધારે પડતા ભેજવાળા વાતાવરણમાં રહેતા લોકોને પણ પથરી થવાની સંભાવના રહેલી હોય છે. ઘણા બધા કારણોને લીધે પથરી થતી હોય છે.
ભોજનમાં સોડિયમની માત્રા વધુ હશે તો તમારા માટે ખતરો સાબિત થશે. જેવા કે વેફર, ફ્રાઈમ્સ, પેક્ટ ફુડ અને વધારે પડતું મીઠું ખાવાથી પણ થઈ શકે, જેથી તેનાથી દૂર રહેવું જોઈએ. જંકફૂડનું સેવન ઓછું કરવું.
-ઇમ્યુનિટી વધારવા માટે વિટામિન-સી એટલે કે સાઇટ્રિક ફૂડનું વધારે સેવન કરતા હોય છે. પરંતુ તેનું યોગ્ય માત્રામાં સેવન કરવું જોઇએ. વધારે પડતું સેવન પથરીને આમંત્રણ આપશે. -તે ઉપરાંત પણ દ્વાક્ષનો રસ, કડક ચા, કોફી, ચોકલેટનું સેવન ઓછું કરી દેવું. વધારે પડતા ખાંડવાળા ઠંડાપીણા જેમ કે, કોકા કોલા, વગેરે ન પીવા જોઇએ.
-પથરીનો ખતરો ટાળવા માટે ડૉક્ટર પહેલા કેટલાક શાકભાજી ન ખાવાની સલાહ આપે છે. જેમ કે ટામેટાં, પાલક, રિંગણા જેમાં બી વધારે આવતા હોય તેવા શાકભાજી ન જ ખાવા જોઈએ.
– શરીરને હાઇડ્રેડ રાખવા ઉનાળાની ગરમીમાં છાશ, લસ્સી, કાકડી, તળબૂચ જે પાણી યુક્ત પદાર્થ હોય તેનું સેવન વધુ કરવું જોઇએ. આમ ઉપર જણાવેલ વસ્તુઓનું ધ્યાન રાખી સેવન કરશો તો ક્યારેય પથરીની બીમારી જોવા મળશે નહીં.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.