દોસ્તો આજે આપણે આસન અને યોગ વિષે વાત કરીશું. કોઈ પણ આસન કરો તેનો કોઈ અર્થ અને તેનાથી કોઈ ફાયદો જરૂર થાય છે. તમે કોઈ પણ આસન કરો છો તેનું કોઈ નામ હોય છે અને તે નામનો કોઈ અર્થ થતો હોય છે આજે આપણે તે આસન વિષે અને તેના અર્થ અને ફાયદાઓ જાણીશું તમે કોઈ આસન કરો છો તો તેને કેટલા સમય માટે કરવું તેનો સમય પણ નક્કી થયેલો હોય છે તેનાથી વધારે સમય માટે તે આસન કરવાથી શરીરમાં નુકસાન પણ થાય છે તે સમજવું ખુબજ જરૂરી છે.
કોઈ પણ આસન જેમકે, સુખાસન, ગુપ્તાસન, મુક્તાસન, પ્દમાસન વગેરે આસનો તમે સમજી અને જાણીને કરો તો વધારે ફાયદો થાય છે. આજે થોડા સહેલા અને રોજિંદા જીવનમાં તમારે ઉપયોગી આસન વિષે થોડી માહિતી આપીશું જે ધ્યાનથી વાંચો અને તમારા રોજના કાર્યક્રમમાં તે આસનને શામિલ કરો જેથી દિવસ દરમિયાન ચહેરા પર તાજગી અને શરીરમાં સ્ફૂર્તિ રહે.
- સુખાસન.
સુખાસનનો અર્થ છે પ્રસન્નતા વાળું આસન. સુખ એટલે પ્રસન્નતા અને આસન એટલે પલાઠી વાળીને બેસવું. પ્રસન્ન થઈને બેસવાને સુખાસન કહેવામા આવે છે. જે આસનમાં બેસીને સુખનો અનુભવ કરવામાં આવે છે તેને સુખાસન કહેવામા આવે છે.
પ્રાચીન સમયથી આ પલાઠી વાળીને બેસવાની ક્રિયાને સુખાસન કહેવામા આવે છે. જાણીએ તે આસનને કેવી રીતે કરવું- સૌથી પહેલા સિદ્ધિ જમીન પર પગને બરાબર કરી અને પલાઠી વાળો પછી શરીરને હળવું કરો અને શાંત અનુભવ કરો, પછી હાથને ખોળામાં અથવા ગોઠણ પર રાખો. કમર સિદ્ધિ અને માથું પણ સીધું રાખો.
ફાયદો. – સુખાસન હંમેશા ઉતર અથવા પૂર્વ દિશામાં બેસીને કરવું જોઈએ. ધ્યાન કરવા માટે આ સૌથી ઉતમ આસન માનવામાં આવે છે. આ આસન કરવાથી શરીર અને મનની શક્તિ વધે છે તેમજ શરીર નીરોગી રહે છે. જે લોકોને પદ્માસન વાળવામાં તકલીફ થાય છે તે લોકો માટે આ આસન ખુબજ ઉપયોગી છે.
- ગુપ્તાસન.
ગુપ્તાસનનો અર્થ થાય છે, સંતાયેલું અથવા છુપાયેલુ. જાણીએ તે આસન કરવાની રીત- સૌથી પહેલા સુખાસનમાં બેસવું પછી ડાબા પગને જમણા પગની નીચે દબાવી રાખો અને જમણા પગની આંગળીઓ ડાબા પગની ઢીચન અને પિંડી વચ્ચે દબાવો. હાથોને ગોઠણ પર ધ્યાન મુદ્રામાં રાખો. સ્વાસની ક્રિયા નોર્મલ રાખવાની અને જ્યાં સુધી બેસાઈ ત્યાં સુધી બેસવું. આ આસન કરવા ઉતર અથવા પૂર્વ દિશામાં બેસવું વધારે ફાયદો થશે.
ફાયદો. – માનસિક તણાવ દૂર થશે. બ્ર્મ્હચર્યની શક્તિ મેળવવામાં મદદ મળશે. સ્વપ્નદોષ અને કામ-વિકાર ઘટવા લાગશે. આંખો માટે વધારે ફાયદો થશે, આંખોની રોશની વધારવામાં મદદ મળશે. બળ, તેજ, વીર્ય વધે છે શરીરમાં સ્ફૂર્તિ પેદા કરે છે. યુવાનોએ આ આસનનો અભ્યાસ જરૂર કરવો જોઈએ.
- મુક્તાસન.
મુક્તાસનનો અર્થ છે, મુક્ત થઈ જવું. આસન કરવાની રીત- પહેલા પલાઠી વાળી બેસો પછી ડાબા પગની એડીને જમણા પગના સાથળ સાથે અડાડી દો. પછી તેના ઉપર જમણો પગ રાખો અને જમણા પગની આંગળીઓ ડાબા પગની પિંડી અને સાથળ વચ્ચે રાખી દો પછી કરોડરજ્જુ સીધું કરો અને માથું પણ સીધું કરી બેસો અને સાસો સાસની પ્રક્રિયા ચાલુ રાખો. આ આસનને મુક્તાસન કહેવાય છે. ગુપ્તાસન જેવા જ બધા ફાયદાઓ થાય છે.
- પદ્માસન.
પદ્માસનનો અર્થ થાય છે, કમળ જેવો આકાર, પદ્મ એટ્લે કમળ. આસન કરવાની રીત- સૌથી પહેલા એક સપાટ જમીન પર બેસો અને પલાઠી વાળો પછી સૌથી પહેલા ડાબા પગને જમણા પગના સાથળ પર રાખો પછી જમણા પગને ઉપાડીને ડાબા પગના સાથળ પર રાખો. કમર અને માથું એકદમ સીધું રાખો અને ગોઠણ જમીને અડે તેવી રીતે બેસો. પછી ડાબા હાથના પંજાને પેટની વચ્ચે રાખો અને તેની ઉપર જમણા હાથના પંજાને રાખો. પછી બંને પંજા નાભીને અડે તેવી રીતે રાખો. પછી સ્વાસની ક્રિયાને ચાલુ કરો.
ફાયદો. – આ આસનથી બધીજ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ આસન નિયમિત કરવાથી 70,000 જેટલી નાડીઑ સાફ થાય છે. સાધુ અને સંતો આ આસન વધારે કરતાં જોવા મળે છે તેનું કારણ છે, આ આસન કરવાથી આત્મા શુધ્ધ થાય છે અને એકત્રિત ધ્યાન કરવાથી પાપોનો નાશ થાય છે. હજારો મંત્રોની સિદ્ધિઓ કરાવે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.