મિત્રો આજે દરેક લોકો પૈસા કમાવવા માંગે છે પણ તેઓ કોઈપણ જાતના પ્લાન વગર આડેધડ દોડે છે. તેઓમાં કોઈપણ પ્રકારની અગાઉથી કોઈ તૈયારી નથી હોતી. તેઓ પોતાની સેલેરી પણ ગમે તેમ વાપરે છે. પરિણામે જયારે સેવિંગ કરવાનો સમય આવે ત્યારે હાથમાં કશું હોતું નથી.
જો કે પૈસા કમાવવા, અમીર બનવું દરેકનું સપનું હોય છે. આથી જ તેઓ પોતાની જોબમાં સારું વ્યક્તિત્વ રાખતા હોય છે. તેઓ સારું પરફોર્મ્સ આપે છે. પણ ઘણી વખત એવી સ્થિતિ આવી જાય છે કે આપણા ખર્ચ વધી જાય છે તેની સામે સેવિંગ થતું નથી. અને રોજ કમાણી રોજ ઘરમાં જ સમાઈ જાય છે.
આથી જો તમે ઝડપથી અમીર બનવા માંગો છો અથવા તો પોતાનું ભવિષ્ય સેવ રાખવા માંગો છો તો તમારે પુરા પ્લાન સાથે પોતાની કમાણીનું મેનેજમેન્ટ કરવું જોઈએ. એક નિશ્ચિત રકમ સુધીનો જ ખર્ચ તમારે કરવો જોઈએ. તેમજ આ વ્યવસ્થા એવી હોવી જોઈએ જેમાં તમે તમારી તેમજ તમારા પરિવારની જરૂરિયાત પૂરી કરી શકો. આજે અમે તમને એવા નિયમ વિશે જણાવીશું જેમાં તમારે પોતાના પૈસાનો પૂરો પ્લાન બનાવવાનો છો. તો જો તમે પણ ઝડપથી અમીર બનવા માંગો છો તો તમારે આ નિયમો વિશે જરૂરથી જાણી લેવું જોઈએ.
- 50, 30 અને 20 નો નિયમ
આ નિયમમાં તમારે પોતાની સેલેરી વિભાજન કરવાનું છે. પહેલા તો તમારે એ જોવાનું છે કે તમારી સેલેરી કેટલી છે. પછી તેના ત્રણ ભાગ કરવાના છે. જેમાં એક ભાગ 50% નો છે. એટલે કે તમારે પોતાની સેલેરીનો 50% ભાગ જે તમારા રેગ્યુલર ખર્ચ છે તેમાં રોકવાના છે. જેમ કે ભાડું, લાઈટબીલ, શાકભાજી, ટ્રાન્સપોર્ટ, પ્રાથમિક જરૂરિયાત, માં રોકવાના છે. જયારે સેલેરીનો 30% ભાગ તમારે પોતાના મનોરંજન માટે રાખવાનો છો. જેમ કે જીવન જરૂરી કપડા, બહારનું ભોજન, મુવી જોવું વગેરે. જયારે 20% ભાગ તમારે પોતાના સેવિંગમાં મુકવાના છે. આમ તમે તમારી સેલેરીને આ રીતે વિભાજીત કરી દો. જેના કારણે તમારું ધ્યેય નક્કી થઈ જશે.
- યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો
જયારે પણ તમે કમાવવાનું શરુ કરી દો છો એટલે તેમાંથી થોડી બચત થવાનું શરુ થઈ જાય છે. એટલે તમે તે બચતથી કંઈપણ ખરીદવાનું શરુ કરી દો છો. એટલે કે તમે પોતાના સેવિંગ માંથી કાર, મકાન, વ્ગેરેર ખરીદવા માંગો છો. પણ તમારે એવું ન કરવું જોઈએ. પહેલા તો તમારે પોતાની સેવિંગ માંથી હેલ્થ ઇન્શ્યોરન્સ, ટર્મ ઇન્શ્યોરન્સ, ઈમરજન્સી ફંડ, તેમજ નિવૃત્તિ પછીનું સેવિંગ કરવું જોઈએ. આથી જયારે પણ તમારી બચત વધી જાય એટલે તમારે આડાઅવળા ખર્ચ કરવા કરતા તેનાથી પોતાનું ભવિષ્ય સેવ થાય એ રીતે રોકાણ કરવું જોઈએ. જેથી કરીને તમને બાકીની જીંદગીમાં કોઈ તકલીફ ન થાય.
- એવું સ્થિતિ ઉભી કરો જેમાં તમે 24 કલાક કમાણી કરી શકો
એટલે કે તમારે પોતાનું કામ એ રીતે ગોઠવવાનું છે જે રીતે તમે તે કામ ન કરો થવા તો સુવો ત્યારે પણ તમને તેમાંથી પૈસા મળતા રહે. એટલે કે જો તમે કામ કરો છો એટલો સમય જ તમને પૈસા મળે છે એમ ન કરવા કરતા જયારે કામ નથી કરતા ત્યારે પણ પૈસા મળે, તેવી સ્થિતિ ઉભી કરવી જોઈએ. ટૂંકમાં કોઈ બીજી જગ્યાએથી પેસીવ ઇન્કમ આવે તે કામ પણ સાઈડમાં કરતા રહો. (ઉદા. યુ ટ્યુબ પર ચેનલ બનાવો, કે શર બજારમાં નાણા રોકો, અથવા કોઈ ફ્રીલાન્સ કામ પણ કરી શકો.)
- પૈસા કરતા લાઈફને મહત્વ આપો
ઘણા લોકો એવું વિચારે છે કે તેની પૈસા હશે તો તે બધું જ ખરીદી શકશે… જયારે કેટલાક લોકો એવા હોય છે જેઓ માને છે કે પૈસા જરૂરી છે. જો કે આ બંને લોકો ગલત છે. કારણ કે પૈસા તમને ખુશી તો આપશે પણ લાંબા સમયની નહિ. જયારે પૈસા એ જરૂરી નથી પણ તમને જણાવી દઈએ કે ગરીબી કઈ નથી આપતી. અથી તમારે એવું વિચારવું જોઈએ કે પૈસા અને ખુશી બંને સાથે કમાવવાની છે. તો જ તમે લાઈફને એન્જોય કરી શકશો.
- પોતાની કમાણીનો એક ભાગ ઈમરજન્સી ફંડ માટે રાખો
એટલે કે તમારે પોતાની જે પણ કમાણી છે તેમાંથી અમુક ટકા ભાગ તમારે દર મહીને સેવ કરવાના છે. જે માત્ર ઈમરજન્સી ફંડ માટે હશે. આ ફંડનો ઉપયોગ તમારે માત્ર પોતાના મુશ્કેલ સમયમાં જ કરવાનો છે. એટલે કે તમારે આ સેવિંગ 3 મહિના, 6 મહિના અથવા તો 1 વર્ષ માટે સેવિંગ માં મુકવાના છે. જેનો ઉપયોગ તમે પોતાના પર આવેલ આફતના સમયે કરી શકો છો. પણ યાદ રાખવું કે આ પૈસાનો ઉપયોગ તમારે માત્ર ઈમરજન્સી વખતે જ કરવાનો છે.
- પોતાની આવક અનુસાર ખર્ચ કરો
એટલે કે તમે જયારે કોઈ વસ્તુ ખરીદો છો ત્યારે એ વિચારો કે આ વસ્તુ તમારી કમાણી અનુસાર આવી શકે છે. એટલે કે પોતાની આવકમાં આવી જાય છે. પછી જ ખરીદી કરો. એનો અર્થ એવો નથી કે તમારે કંજૂસ બનવાનું છે પણ તમને તે જ વસ્તુ બીજી જગ્યાએ સસ્તા ભાવે મળે છે તો તે ખરીદી શકો છો. આમ પોતાની આવકનું એક મેનુ તૈયાર કરો પછી વસ્તુઓની ખરીદી કરૂ. આ તમને પોતાની આવક નો અંદાજ આપશે. અને તમે ખોટા ખર્ચ કરતા અટકી જશો.
- તમારી આવકનું પ્રદર્શન ન કરો
આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને પોતાની આવકનું પ્રદર્શન કરવાની આદત હોય છે. જે તેના માટે મુશ્કેલી ઉભી કરે છે. માટે જો તમે આવકનું પૈસાનું પ્રદર્શન કરશો તો લોકો તમારી પાસે આવશે પણ પોતાના મતબલ માટે જ આવશે. તેઓ તમારી પાસે પૈસા માટે આવશે. તમારી પાસે પૈસાની માંગણી કરશે. અને તમારી પીઠ પાછળ તમારું ખરાબ બોલશે. આથી ક્યારેય પણ પૈસાનું પ્રદર્શન ન કરતા માત્ર જેમ તમે રેગ્યુલર જીવન જીવો છો તે જીવવાનું રાખવું જોઈએ. અને સરળ, સાદગી ભર્યું જીવન જીવવું જોઈએ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.