તમે નવો નવો બિઝનેસ શરૂ કરવા માગો છો. પરંતુ આપણને સૌથી પહેલા ચિંતા થાય કે કેટલા પૈસા રોકવા પડશે, કેટલો નફો મળશે કેટલા વર્ષમાં આપણને નફો મળવાનું શરૂ થશે. વગેરે જેવી વસ્તુ વિચારતા હોઇએ છીએ. કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે. ખાસી એવી મૂડીનું રોકાણ કરવા છતાં આપણને કંઈ મળતું હોતું નથી, પણ આજે તમને એવા બિઝનેસ આઇડિયા વિશે માહિતી આપીશું. જેમાં તમે ઓછા મૂડી રોકાણમાં વર્ષે 2.50 લાખ જેટલો નફો મેળવી શકશો. આમાંથી 3 બિજનસ એવા છે કે, જેમાં સ્ત્રીઓ પણ આસાનીથી કરી શકે છે.
સૌ પ્રથમ બિઝનેસ કરનાર વ્યક્તિએ કેવા પ્રકારની નિયમો કે નિર્ણયો નક્કી કરવા પડે..
-જો તમે ધંધાકીય રીતે સફળ વ્યક્તિ બનવા માગતા હોવ તો? તો એ યાદ રાખો કે, લોકોનો કોઈ પ્રોબ્લેમ છે, સોલ્વ થઈ શકે તેવી વસ્તુ કે સર્વિસ બનાવો એટલે તેને આપણે બિઝનેસ કહીએ. ઉદા. લોકોને કચરો કયા નાખવો એ પ્રોબ્લેમ છે, અને તમે કચરા પેટી બનાવી. તો એ તમારો બિઝનેસ થયો.
-ગમે તે ધંધાદારી માણસ હોય તે ત્યારે જ સફળ બની શકે જ્યારે તેને ધંધામાં નફા કરતા બીજી બધી વાતોમાં વધારે રસ હોય. જેમ કે કેવી રીતે ધંધો આગળ વધારી શકાય એવી કેવી બાબતો હોય જેનાથી આપણે જે વસ્તુ વેચીએ છીએ અથવા બીજી અન્ય વસ્તુનો વધારો કરી શકાય. આજે તમને એવા 8 બિઝનેસ જણાવીશું, જેમાં તમને નજીવા પૈસા રોકીને વધારે કમાણી થશે.
(1) ટિફિન સર્વિસ- આજકાલ જોબ અને સ્ટડી માટે ઘણા લોકો પોતાનું શહેર છોડીને અન્ય શહેરમાં જતા હોય છે. ઘર ભાડે રાખીને કેટલાક ફ્રેન્ડ્સ સ્ટડી માટે સાથે રહેતા હોય છે. તેવા જરૂરિયાતમંદ લોકોને તમે ટિફિન પહોંચાડી શકો છો. તમારે આ બિઝનેસમાં વધારે પૈસા રોકવાની જરૂર પણ નહીં પડે માત્ર નજીવા ખર્ચમાં, થોડા શ્રમ સાથે તમે આ બિઝનેસ શરૂ કરીશો. ઘરે બેઠા આ બિઝનેસ થઈ શકે છે.
ટિફિન સેવામાં તમારે પૌષ્ટિક અને ટેસ્ટી ખોરાક આપવાનો રહેશે. જો એવા વખત તમારો ટેસ્ટ પસંદ આવી જશે તો તે વ્યક્તિ બીજે જશે નહીં અને અન્યને પણ ટિફિન તમારી પાસે લેવાનીની સલાહ આપશે.- આ બિઝનેસ પુરુષોની સાથે સાથે સ્ત્રીઓ વધુ સારી રીતે કરી શકે છે,- જો તમે એક સ્ત્રી હોય તો આ બાબતે જરૂર વિચાર કરી શકો છો.
(2) નમકીન અને નાસ્તા ઉદ્યોગ – જો તમે એક સ્ત્રી છો અને તમારી રસોઈમાં ઍક બેસ્ટ સ્વાદ હોય તો તમે નાસ્તા અને નમકીન ઘરે બેઠા બનાવીને પણ સેલ કરી શકો છો, તેમજ તમે આજકાલ વૉટ્સઅપ અને ફેસબુક થકી પણ તમારા નમકીન સેલ કરી શકો છો.
તમે સીઝનમાં બનતી વસ્તુઓ જેવી કે પાપડ, મઠિયા, વેફર, ચકરી, ખાખરા, વેકેશનમાં કેટલાક લોકો નાસ્તા માટે પૂરીઓ બનાવીને બહારગામ લઈ જતા હોય છે. એવો બિઝનેસ પણ તમે કરી શકો છો. આ રીતે ઓછા પૈસામાં તમે વર્ષે સારો એવો નફો મેળવી શકો છો. તેમાં કેટલાક બિઝનેસ તો એવા છે જે ઘરે કરી શકો છો. બહાર જવાની પણ જરૂર નથી.
(3) ઇલેક્ટ્રિક વસ્તુ રિપેર- આજને સમય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનો થઈ ગયો છે. ઘરમાં જે કોઈ વસ્તુ હોય તે બધી ઇલેક્ટ્રોનિક જ હોય છે. તો તમે તેને રિપેર કરવાનો બિઝનેસ શરૂ કરી શકો છો. જો આ બિઝનેસ ધીમેધીમે વધે તો ઇલેક્ટ્રિક્સની નાની-મોટી વસ્તુ પણ તમે વેચવા લાવી શકો છો. જે ઓછા રોકાણમાં સારો નફો આપશે. આ બધી વસ્તુ તમે ઘરે અને ઓફિસમાં રિપેર કરવા જઈ શકશો. તેની સાથે તમે માર્કેટિંગ પર પણ કરી શકશો જે વસ્તુ તમે ઘરે વેચતા હોવ તેનું.
ત્યારબાદ માનો કે, તમે ઇલેક્ટ્રિક રીપેર વસ્તુઓની શોપ કરી, પણ તમારા આજુબાજુના લોકોને તમારા આ બિઝનેસની ખબર નથી, તો તમે ફેસબુક થકી ઓનલાઈન તમારા ધંધાની એડવાર્ટસમેન્ટ તમારા એરિયામાં કરાવો, એટલે જે તમારા એરિયામાં ફેસબુક વાપરતું હોય તેણે તમારી એડ તેના મોબાઈલ માં દેખાશે, અને યાદ રાખો જો તમે દેખાશો તો જ તમારો ધંધો ચાલશે. કેવી રીતે તમારી એડ કરવી તે તમે ઓનલાઈન વિડીયો જોઈને શીખી શકો છો.
(4) ગિફ્ટ આર્ટિકલ- પહેલા તૌ કોઈ લગ્ન પ્રસંગ હોય એટલે રોકડાનો વહેવાર હતો. જે અત્યારે ચેન્જ થઈ ગયું છે. કોઈ પણ નાનું એવું ફંક્શન હોય ગિફ્ટ તો આપે જ છે. તેમાં બાળકોની બર્થ ડે પાર્ટી, ફેમિલી પૂજા, વાસ્તુ, મેરેજ, રિસ્પેશન ગમે તેવો નાનો પ્રસંગ હોય તો પણ ગિફ્ટ તો અત્યારે ઘરે આવતો મહેમાન તેની શક્તિ પ્રમાણે લઈને જ આવતો હોય છે.
તો તમે નાની એવી શોપ હોય અથવા ભાડે રાખીને બિઝનેસ શરૂ કરી શકો છો. ઘણા ગ્રાહક એવા પણ હશે જે તમને સામેથી આઇડિયા આપશે કે તમારે કેવા પ્રકારની ગિફ્ટ લાવી જે માર્કેટમાં ચાલશે. હાલના સમયમાં રાખી, મગ (કપ), ટી-શર્ટ, પ્લેટ, પેન વગેરે જેવી વસ્તુ પર ફોટો અથવા નામ લખાવાનો પણ ટ્રેન્ડ ચાલે છે. તો તે પ્રકારનું પણ શરૂ કરી શકો છો. તમે એક સ્ત્રી હોવ તો પણ આ બિઝનેસ તમારા માટે કરવો અઘરો નથી, હકીકતે સ્ત્રીઓને પુરુષો કરતાં ગિફ્ટ તેમજ હેન્ડીક્રાફ્ટની બાબતમાં વધૂ ખબર પડતી હોય છે.
(5) પાર્લર- આજે ઘણી જગ્યા પર પાર્લર ખૂલી ગયેલા આપણે જોઈએ શકીએ છીએ, પરંતુ તેમાં સૌથી વધારે સારી સર્વિસ આપતા હોય તેના ત્યાં સ્ત્રી કે પુરુષ જતા હોય છે. મોટાભાગે સ્ત્રી માટે પાર્લર ઘરે ઘરે ખૂલી ગયા હોય તે આપણને જોવા મળે છે.
પરંતુ પુરુષ માટેના પાર્લર કે સલૂન અત્યારના સમયે આપણે જોઈએ છીએ. એવા ઘણા બધા પાર્લર હોય છે. જેમાં સ્ત્રી અને પુરુષ બંનેના પાર્લર સંબંધિત ઉત્પાદનો મળતા હોય. તો તમે ઓછા પૈસામાં આ પ્રકારના પાર્લર ખોલી શકો છો. અને લગ્નની સીઝન હોય, તહેવારો નજીક આવતા હોય ત્યારે તો દરેક પાર્લરમાં આવતા જ હોય છે.
સ્ત્રી નહીં પુરુષ પણ આજ કાલ ફેસિયલ, હેર કટીંગ, આઇ બ્રો વગેરે જેવી ઘણી બધી દેખાવ સારો લાગે તેવી વસ્તુ કરાવતા હોય છે. જો તમારો બિઝનેસ થોડો વધારે ચાલે તો સ્ટાફ પણ લઈ શકો છો. જેથી કમાણી પણ સારી થઈ જશે.
(6) પ્રિન્ટિંગ- ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે કે ઝેરોક્ષની સાથે પ્રિન્ટિંગ પણ કરી આપતા હોય છે. તો તમે આ રીતે પ્રિન્ટિંગનો બિઝનેસ પણ શરૂ કરી શકો છો. તેમાં લગ્નની કંકોત્રી, બાબરીના કાર્ડ, જન્મ દિવસના કાર્ડ, કોઈ પણ જાતના વિઝિટિંગ કાર્ડ, એમ અલગ-અલગ પ્રકારના કાર્ડ તમે પ્રિન્ટિંગ કરીને બનાવી શકો છો. આ બિઝનેસ તમે ઘરે કોમ્પ્યૂટર હોય તો ઘરે શરૂઆત કરી શકો છો. તેમાં તમારે ઓછી કમાણીએ વધારે પૈસા મળશે. જો તમને પ્રિન્ટિંગ મશીન વિશે જાણકારી ન હોય તો થોડા સમય માટે શીખીને પણ શરૂ કરી શકો છો.
(7) કપડાંની દુકાન- દરેક તહેવારમાં નવા કપડાં પહેરવાનો ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે. જો તમે ગમે તે જગ્યા પર જાવ કપડાંની દુકાન તમને જોવા મળશે કેમ કે આ બિઝનેસમાં 100 ટકાથી વધારેનો નફો મળતો હોય છે. તો તમે પણ નવી નવી વેરાયટી લાવીને કપડાંનો બિઝનેસ શરૂ કરી શકો છો. ધ્યાન રહે કે કપડાની ક્વોલિટી સારી હોવી જોઈએ.
જો કપડાંની ક્વોલિટી સારી હશે તો કસ્ટમર બીજી વાર તમારી શોપ પર જરૂર આવશે. અને કોઈ પણ તહેવાર હોય ત્યારે તમે ઓફર અથવા સેલ રાખો જે તમને સારી એવી કમાણી કરાવશે. તેમજ તમે સ્ત્રી હોવ તો તમે નાના છોકરાના કપડાં અને સ્ત્રીઓના કપડાં ની શોપ પણ કરી શકો છો, અથવા તમે ઘરે બેઠા તમારા આજુબાજુના વિસ્તારમાં આ બધી વસ્તુઑ સેલ કરી શકો છો.
(8) આઇસક્રિમ શોપ- આઇસ ક્રિમ એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિને પસંદ હોય છે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો અમૂલ, હેવમોર, વાડીલાલ જેવી મોટી કંપનીની ફ્રેન્ચાઇસી લઈ શકો છો. તેના માટે તમારે આઇસ પેટી લેવાની રહેશે એટલે કે ફ્રિઝર જેમાં આઇસક્રિમ રાખી શકાય. જો તમને આ વસ્તુ જૂનામાં મળતી હોય તો તમે શરૂઆતમાં જૂનામાં પણ લઈ શકો છો. જેથી તમારે વધારે પૈસા રોકવા પણ નહીં પડે.
આમાંથી તમને કયો બિઝનેસ ગમ્યો તે નીચે કોમેન્ટ કરો, અમે તે બિઝનેસ વિષે A to Z માહિતી આપીશું, કેવી રીતે શરૂ કરવો, કેટલા પૈસા જોઈશે, કેવું લોકેશન જોઈશે, કસ્ટમર કેવી રીતે લાવવા, ઓનલાઈન માર્કેટિંગ કેમ કરવું વગેરે વગેરે.॥ તો નીચે કોમેન્ટ કરો તમને જે બિઝનેસ વિષે ઇન્ટરસ્ટ હોય તે.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.