💁ભારતીય સંસ્કૃતિ જેઓને ભેટમાં મળી છે તેવા લોકોને પોતાની પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોનું ગૌરવ છે. પોતાની જાતને ધન્ય માને છે કે તે હિન્દુસ્તાનમાં એક હિન્દુ થઈને જન્મ્યો છે. પરંતુ આજના સમયમાં લોકો પોતાના શાસ્ત્રોના જ્ઞાનને થોડું ભૂલી રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં અમુક કામોને રાતના સમયે વર્જિત ગણાવ્યા છે. કેટલાક એવા કામો હોય છે કે તેને કરવાનો અમુક ચોક્કસ સમય હોય છે. તો અમુક કામો અમુક સમયે ના જ કરાય. અને જો તેમ કરવામાં આવે છે તો તેનું ખૂબ જ મોટું પરિણામ પણ આવી શકે છે. તો ચાલો જોઈએ તેવા કયા કામો છે જે રાતના ના કરી શકાય.
💁આપણે ક્યારેય સંધ્યાના સમયે સૂવું ના જોઈએ. આ સમયે સુવાથી આપણામાં એક નેગેટિવ ઉર્જાનો સંચાર થાય છે. અને જો આ સમયે નિયમિત સુવાની આદત હોય તો શરીર મેદસ્વી અને બેડોળ પણ બને છે. પરંતુ જે લોકોને કોઈ બીમારી છે, જે સ્ત્રી પ્રેગ્નેન્ટ છે કે પછી નાના બાળકો આ સમયે સુવે તો તેનો કોઈ બાદ નથી. પરંતુ જે લોકો એકદમ હેલ્ધી છે તેમના માટે આ સમય સૂવું યોગ્ય નથી.
👩❤️💋👩શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે કે ઘરની સ્ત્રી એ જ ઘરની લક્ષ્મી છે. તો આ લક્ષ્મીનું ક્યારેય અપમાન ના થવું જોઈએ. આપણા ઘરની સ્ત્રીને હંમેશા ખુશ રાખો જેનાથી માતા લક્ષ્મી પણ તમારાથી રાજી રહેશે અને ઘરમાં હમેશા તેમનો વાસ રહેશે. જે ઘરોમાં તે ઘરની સ્ત્રીઓ દુખી હોય છે તે ઘરથી માતા લક્ષ્મીજી નારાજ રહે છે. તો આ વાત હંમેશા યાદ રાખો કે કદાપિ ઘરની સ્ત્રીને દુખી ના કરવી.
👩❤️💋👩 રાત્રીના સમયે અમુક દિવસો દરમિયાન અંગત પળો ના માણવી જોઈએ, જેમ કે, પૂનમ હોય, અમાસ હોય કે, અગિયારસ હોય અથવા કોઈ માતાજી કે ભગવાનના અમુક મોટા તહેવાર જેવા કે નવરાત્રી, જન્માષ્ટમી કે વગેરે હોય ત્યારે એક બીજે દૂર રહેલું જોઈએ. તેનાથી તમારા બંને લોકો વચ્ચે નેગેટિવિટી અને મનભેદ ઉદ્ભવી શકે છે.
👫સંધ્યાના સમયે હંમેશા આપણા ઘરનું વાતાવરણ ભક્તિમય હોવું જોઈએ. આ સમયે ઘરમાં ભગવાનની પૂજા-અર્ચના થવી જોઈએ. સંધ્યા સમયે ક્યારેય પતિ-પત્નીએ પ્રેમ સંબંધ ના બનાવવો જોઈએ. આ સમયે જો આપણે આ કામ કરીએ છીએ તો ઈશ્વર આપણાથી નારાજ થાય છે. આથી ભૂલથી પણ આવે કામ ના થાય તે જોવું જોઈએ. અને સયમ જાળવીને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરવા જોઈએ.
👼પુરુષોએ ખાસ યાદ રાખવું કે ગુરુવારના દિવસે ક્યારેય શેવિંગ ના કરવું જોઈએ. આ વાર ગુરુ બૃહસ્પતિનો છે જે દેવતાઓના ગુરુ છે. આ દિવસે જો શેવિંગ કરવામાં આવે તો તે વ્યક્તિને તેના નસીબનો સાથ મળતો નથી. શેવિંગ કરવા માટે શનિ, મંગળ અને ગુરુ વારને વર્જિત મનાય છે તેના સિવાયના વારમાં તમે કરી શકો છો. અને જો આ વર્જિત એવા વારના દિવસે શેવિંગ કરવામાં આવે તો માતા લક્ષ્મી તમારા થી નારાજ થાય છે. સાથે ઘરમાં એક નેગેટિવ ઉર્જાનો સ્ત્રોત પણ વહેવા લાગે છે.
💅દોસ્તો શું તમે જાણો છો કે રાતના સમયે કે પછી સંધ્યા સમયે ક્યારેય પણ નખ ના કાપવા જોઈએ. ધાણા લોકોને આવી ટેવ હોય છે કે પછી તેની પાસે સમયનાં અભાવના કારણે રાતના સમયે નખ કાપે છે. પરંતુ આ બિલકુલ બરાબર નથી. બને ત્યાં સુધી શનિવાર અને મંગળવાર તો નખ કાપવા જ ના જોઈએ. શાસ્ત્રો પણ ના કહે છે. જો આમ થાય તો માતા લક્ષ્મી આપણાથી રુષ્ટ થાય છે. અને ઘરમાં દરિદ્રતા પણ આવી શકે છે. તો આ ભૂલ ના થાય તે ખાસ જોજો.
🌿આપણા દરેકના ઘરોમાં માતા તુલસીનો છોડ હોય જ છે. તો તેના માટે પણ કેટલાક નિયમો છે જે આપણે તોડવા ના જોઈએ. આ તુલસીના છોડને રાતના સમયે ક્યારેય અડવું ના જોઈએ તેના પાનને પણ આ સમયે તમે તોડી ના શકો. બીજું કે રાતના તુલસીને ક્યારેય પણ પાણી ના આપવું જોઈએ. તેને સવારે પાણી આપી શકો છો. પરંતુ રાતના તેના પાનને પણ ના તોડવા. જો આમાં ભૂલ કરો છો તો પણ માતા લક્ષ્મી તમારા થી કોપે છે. અને તેનું પરિણામ આપણે ભોગવવું પડે છે.
🧹આપણા શાસ્ત્રોના નિયમ મુજબ એવું કહેવાય છે કે સંધ્યા સમય પછી ઘરમાં ઝાડુ ના લગાવાય. જો આ સમય પછી આપણે ઘરમાં ઝાડુ લગાવીએ છીએ તો એના માટે એવું કહેવાય છે કે આપણા ઘરની લક્ષ્મી જતી રહે છે. આથી આપણે વહેલી પરોઢે સૌથી પહેલા ઘરની સફાઇ કરવી જોઈએ. અને ત્યાર પછી જ બીજા કામો કરવા જોઈએ. એના માટે એવું કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા.
🍷ઘણા લોકોને દિવસ રાત નશો કરવાની લાત લાગેલી હોય છે. આવા લોકોની કોઈ દિવસ પ્રગતિ થતી નથી અને તેઓનું ભવિષ્ય હંમેશા અંધકાર મય જ હોય છે. પરતું આવા લોકોને પણ સલાહ છે કે સંધ્યા સમયે ક્યારેય પણ નશો કરવો ના જોઈએ. જો એટલી તકેદારી રાખશો તો ભગવાન હંમેશા તમને સહાય કરશે. અને સદાય તમારું જીવન મંગલમય બની રહેશે.
જો આ ટિપ્સ ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી ટિપ્સ આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.