🌳દોસ્તો, આપણને જોઈતા પ્રમાણમાં પોષક તત્વો મોટાભાગે લીલાશાકભાજીમાંથી જ મળે છે. આપણા ખોરાકમાં આપણે અગણિત ચીજોને લઈએ છીએ. પરંતુ આપણને દરેક ચીજોમાંથી કયા પોષક તત્વો મળે છે તેનો ખ્યાલ હોતો નથી. તો આજે આપણે એક એવી શાકભાજીની વાત કરવાના છીએ જેમાં અગણિત કહી શકે તેટલા ગુણો સમાયેલ છે. તે છોડની તમામ વસ્તુમાં ગુણોનો ખજાનો સમાયેલો છે. તો ચાલો જોઈએ તે શું છે.
🌳 આમ તો તમે સરગવાથી પરિચિત જ છો. તેને આપણે શાકમાં કે પછી સાંભરમાં ઉપયોગમાં લેતાં પણ જોઈએ છીએ. પરંતુ આજે અમે તમને સરગવાનું શાક નહીં પરંતુ સરગવાના પાનની ચા લોકો બનાવી રહ્યા છે અને તેના અનેક ફાયદાઓ પણ છે જે આપણે આજે જોઈશું.
🌳 સરગવાના છોડના ફળ, ફૂલ, પાંદડા, છાલ વગેરેમાં પોષક ગુણો સમાયેલ હોય છે. તેનું સેવન કરવાથી અનેક બિમારીઓમાંથી રાહતમળે છે. આજે આપણે સરગવાની ચાના જે આરોગ્યપ્રદ ફાયદાઓ છે તેના વિષે જોઈએ.
🌳સરગવાની ચા પીવાના ફાયદા :
🍵 1. શરીરના હડકાઓને મજબૂત બનાવે છે. લીલા શાકભાજીમાં મોટા પ્રમાણમાં આયર્ન, વિટામિન અને કેલ્શ્યમ સમાયેલ હોય છે. સરગવાની ચા સ્વાસ્થ્ય માટે તેમજ શરીરના હાડકાઓ માટે જરૂરી છે. આમ, સરગવાના પાનમાં ઘણા પોષક તત્વો રહેલા છે.
🍵 2. બેક્ટેરિયા સંબંધી જે બીમારીઓ થાય છે તેમાંથી મુક્તિ અપાવે છે. બેક્ટેરિયા આપણા સ્વાસ્થ્યને ઘણું જ નુકશાન કરે છે. સરગવામાં એન્ટિ બેકટિરિયલ, એન્ટિ ફન્ગલ અને એન્ટિ માઇક્રોબાયલ જેવા તત્વો સમાયેલ છે. આથી આ ચા શરીરમાં થતાં અનેક રોગોથી આપણને રક્ષે છે.
🍵 3. ગર્ભવતી મહિલા માટે ખૂબ જ લાભકારી આ મહિલાઓ જો સરગવાની ચાનું નિયમિત સેવન કરે તો તેઓને જરૂરી કેલ્શ્યમ, આયર્ન અને વિટામીન્સ મળી રહે છે. આનાથી વિશેષ જો મહિલાઓને ડીલેવરી બાદ થતી સમસ્યાઓ માંથી પણ મુક્તિ અપાવે છે. તેમજ જો સરગવાના પાંદડામાંથી તૈયાર થયેલું શાક બાળકના જન્મ બાદ તરત જ જો સેવન કરવામાં આવે તો માતાનું દૂધ વધે છે.
🍵 4. પાચન સંબંધી બીમારીઓ પણ દૂર થાય છે. સરગવાનું વૃક્ષ અસ્થમા અને ફેફસા સાથે સંકળાયેલી બિમારીઓને જડથી દૂર કરવા માટે એક ઉત્તમ ઔષધિ છે. આ ચા પીવાથી કોઈ પણ પ્રકારની આડ અસર થવાની કોઈ સંભાવના રહેતી નથી. તેના અનેક ફાયદા છે જેનો આપણે લાભ ઉઠાવી શકીએ.
🍵 5. કેન્સર જેવી બીમારીની સામે લડવા માટે તાકાત આપે છે. જે લોકોના ખોરાકમાં સરગવાની કોઈ પણ ચીઝ કે તેની બનાવટનો ઉપયોગ થતો હોય તેઓને કેન્સર થવાની શક્યતા જ રહેતી નથી. અને જે લોકોને કેન્સર છે તો તે લોકો જો સરગવાનો ઉપયોગ કરવા લાગે તો ઘણો જ ફાયદો થાય છે.
🍵 6. વજન ઉતારવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જે લોકોને પોતાનું વજન ઘટાડવું છે તે લોકો માટે આ સરગવાની ચા જો નિયમિત પણે 21 દિવસ સુધી પીવાનું રાખે તો તેને ઘણો જ ફાયદો થાય છે.
🍵 7. ડાયાબિટીસ જેવી બીમારીને પણ દૂર કરવાની તાકાત ધરાવે છે. આપણે આ સરગવાના ગુણોને જો પૂરે પૂરા જોઈએ તો તે ખૂટે તેવું જ નથી. દોસ્તો આ સરગવાની ચા પીવાથી ડાયાબિટીસ જેવી જે લોકોને બીમારી છે. તેમને ઘણો જ ફાયદો આપે છે. આના માટે તો 1982 માં તામિલનાડુમાં એક રિસર્ચ પણ થયેલું જેમાં 36 લોકોને ડાયાબિટીસ હતું અને સરગવાના સેવન બાદ ઘટીને 28 લોકોનું સુગર લેવલ નોર્મલ આવ્યું.
🍵 8. જે લોકોને હાઈબ્લડપ્રેશરની તકલીફ વિશેષ રહેતી હોય તેઓને માટે સરગવાની ચા એકદમ ઉત્તમ ઉપાય છે. સરગવાના નિત્ય સેવનના કારણે જ લોકોને બ્લડપ્રેશર સંબંધી કોઈ જ મુશ્કેલી રહેતી નથી.
🍵 9. શરદી ઉધરસ જેવી સામાન્ય તકલીફ કોઈ પણ ઋતુમાં તમારાથી દૂર જ રહે છે. ઘણા લોકોને ઋતુ બદલતા જ આ સામાન્ય કહેવાતી બીમારીઓ લાગુ પડે છે. પરંતુ જો તે લોકો આ સરગવાની ચા પીવાનું રાખે તો તે તકલીફ દૂર ભાગે છે.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.