👉 કોઈપણ દેશમાં રહેતા વ્યક્તિને નાગરિકતા તેનો પહેલો અધિકાર માનવામાં આવે છે. તે જે દેશમાં રહેતો હોય તેની નાગરિકતાના નિયમ પ્રમાણે તે જીવતો હોય છે. તેના બંધારણ પ્રમાણે નિયમને ફોલો કરતો હોય છે.
👉 નાગરિકતાના આધારે તે દેશમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓ મળતી હોય છે. પરંતુ આપણે કોઈ વખત પ્રશ્ન થાય કે જો પ્લેનમાં મુસાફરી દરમિયાન બાળકનો જન્મ થાય તો તેને ક્યા દેશની નાગરિકતા મળે? તે બાળકનો જન્મ કયા દેશમાં થયો ગણાશે… તે સમયે માતા-પિતા ગમે તે દેશના હોય તે જોવામાં પણ આવતું હોતું નથી.
👉 બાળક હોય કે કોઈપણ વ્યક્તિ કયા દેશનો છે તે નક્કી ન હોય તો તેને વિદેશ જવું હોય તો વિઝા પણ મળતા હોતા નથી. એટલે દરેક વ્યક્તિનું નાગરિકત્વ જરૂરી છે. ભલે તે પછી વિદેશનું હોય કે ભારતનું. તેવી જ રીતે પ્લેનમાં કોઈ બાળક જન્મે તો એ પ્રમાણે નાગરિકતા નક્કી કરવામાં આવે છે.
👉 જેમ કે ઇન્ડિયાની કોઈ મહિલા પ્લેનમાં મુસાફરી કરી અમેરિકા કે કોઈ બીજા દેશમાં જઈ રહી છે. હવે તેને અચાનક લેબર પેઈનર શરૂ થાય તો ત્યાં તેની ડિલીવરી કરાવવામાં આવે છે. હવે તે કોઈ દેશમાં હોતું નથી તે આકાશમાં હોય છે. તે સમયે પ્રશ્ન ઉભો થાય કે બાળક ઇન્ડિયાનું ગણાશે કે અમેરિકાનું…આ જવાબ ઘણો ગુંચવણ ભર્યો છે.
👉 પણ તેમાં એક નિયમ છે કે જો કોઈ મહિલા ઇન્ડિયાથી અમેરિકા સફર કરી રહી હોય તે દરમિયાન બાળક જન્મે તો પ્લેન જે દેશની સીમા પરથી પસાર થઈ રહ્યું હોય તેની નાગરિકતા બાળકને મળતી હોય છે. બાળક તે દેશનો નાગરિક ગણાય છે. જેમ કે પ્લેન અમેરિકાની સીમા પરથી પસાર થઈ રહ્યું છે, તો બાળકના માતા-પિતા અમેરિકી નાગરિકતાનું સર્ટીફિકેટ માંગી શકે છે.
👉 તેવી જ રીતે વાતને ઉલ્ટાવી લઈએ કે અમેરિકાથી પ્લેન ઇન્ડિયા જઈ રહ્યું છે અને કોઈ બાળકનો જન્મ ઇન્ડિયાની સીમા પર થાય તો તે બાળક ભારતનો નાગરિક ગણાય છે. માતા-પિતા ભલે અમેરિકા, કેનેડા કે લંડનનાં હોય તેને ભારતનું જ નાગરિકત્વ પ્રાપ્ત થાય છે. કેમ કે ભારતમાં સિંગલ સિટીઝનશીપનો કોન્સેપ્ટ ચાલે છે. તે બાળકને અમેરિકા કે કોઈ બીજા દેશની નાગરિકતા મળી શકે નહીં.
👉 તેવી જ રીતે એરલાઇન્સે પણ કેટલાક નિયમો લાગુ કરેલા છે. જો ભારતમાં 7 મહિનાથી વધુની ગર્ભવતી મહિલા હવાઈ મુસાફરી કરી શકે નહીં. જો કોઈ વિશેષ કારણ હોય તો જ તેને મુસાફરી કરવાની છૂટ આપવામાં આવે છે.
👉 આ રીતે જો કોઈ બાળક હવામાં એટલે કે પ્લેનમાં જન્મે તો દેશની સીમા પરથી બાળકને નાગરિકતા મળતી હોય છે. તેના આધારે બાળક પછી તેના માતા-પિતાને પણ નાગરિકતા આપવામાં આવતી હોય છે.
👉 બીજી એક વાત છે. જેની માહિતી ઇન્ટેરનેટ પરથી જાણી શકાય છે, નેધરલેન્ડથી યુનાઇટેડ સ્ટેટસની ફલાઇટમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો. વિમાન જ્યારે ટેકઓફ થયું ત્યારે તે એટલાન્ટિક મહાસાગર પહોંચ્યું હતું. તે સમયે મહિલાને પ્રસવ પીડા શરૂ થઈ અને તેણે એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. હવે બાળક કેનેડાનું ગણાય કેમ કે જ્યારે પ્લેન પસાર થઈ રહ્યું હતું ત્યારે કેનેડાની સીમા પર હતું. આમ, આ રીતે બાળકનું નાગરિકત્વ નક્કી થાય છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.