👩આજના આ આર્ટીકલમાં અમે એક મહિલા સાથે બનતી ગંભીર ઘટનાની વાત કરશું જેને તમે વાંચીને ચોંકી જશો. આ વાત સૌ કોઈએ જરૂર વાંચવી જોઈએ. વાત છે નતાશા ડીડીની તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે. જેનું નામ “ધ ગટલેસ ફૂડી “ આ એકાઉન્ટના વિડિયો અને ફોટો ખૂબ વાઇરલ છે અને તમે બધા લોકો ઓળખી પણ ગયા હશો .
👩 આ મહિલાને પેટ જ નથી, તે જે કઈ પણ ખોરાક ગ્રહણ કરે તે માત્ર 1 કલાકમાં પચીને શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેના કારણે શરીરમાં પોષક તત્વો અને વિટામીન્સ મળતા જ નથી. આથી તેને અલગ થી વિટામીન્સના ઈંજેક્શન લેવા પડે છે. આવી રીતે આ મહિલા પોતાનું જીવન વિતાવે છે. તો જાણીએ એવી શું ઘટના બની કે તેનું પેટ કાઢવું પડયું.
👩આ વાત થોડા સમય પહેલાની છે. જેમાં નતાશાના માતા-પિતાએ લવ મેરેજ કર્યા છે. તેના પિતા પંજાબી હતા અને તેની માતા મહારાષ્ટ્રન છે. થોડા વર્ષો બાદ તેના ઘરમાં એક દીકરીનો જન્મ થયો જેનું નામ નતાશા રાખવામાં આવ્યું. માતાપિતા અલગ અલગ ક્ષેત્રના હતા તેથી નતાશા પર તેનો સીધો અસર થયો.
👩તેને નાનપણ થી જ રસોઇનો ખૂબ શોખ હતો. તેનું સપનું હતું કે મોટી થઈને એક પ્રોફેશનલ શેફ બને. જેના માટે તેણે કોલેજમાં હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો. ત્યાં તેની મુલાકાત એક છોકરા સાથે થતાં બંને એકબીજાના પ્રેમમાં પડયાં. માતાપિતાની મંજૂરીથી બંનેના મરેજ કરવામાં આવ્યા.
👩લગ્ન બાદ નતાશા દિલ્હી શિફ્ટ થઈ ગઈ અને ત્યાં તેને શેફની એવી નોકરી મળી ગઈ જેમાં દેશ-દુનિયાના અલગ અલગ કલ્ચરના શેફની પાસેથી અલગ અલગ શીખવા મળ્યું, પરંતુ આ ખુશાલ જિંદગીમાં એક ટ્વીસ્ટ આવ્યો જેમાં નતાશાના પતિએ તેને નોકરી કરવાની મનાઇ કરે છે . જેમાં બને વચ્ચે ઘણા વિવાદો થાય છે , અને અંતમાં બંનેના ડિવોઇસ થઈ જય છે .
👩આ ઘટના બાદ નતાશા મનથી તૂટી ગઈ હતી અને ડિપ્રેશનમાં આવી ગઈ હતી. આ બધુ થતાં તેના શરીરમાં સીધી અસર થવા લાગી અને તેને આખું શરીર દુખવા લાગ્યું. હવે તે નાના-મોટાં ક્લીનીકની દવાઓ લઈને પોતાનું શરીર દુખતું બંધ કર્યું પરંતુ તેને ડાબા ખભામાં ખૂબજ તીવ્ર દુખાવો થવા લાગ્યો.એવામાં તેને એક કેમ્પમાં મોટાં સર્જન આવે છે.
👩તેની જાણ થતાં નતાશા ત્યાં ચેકઅપ કરાવા જાય છે અને ત્યાં નતાશાના દુર્ભાગ્ય વશ રિપોર્ટમાં સામે આવ્યું કે, તેના પેટમાં બ્લીડિંગ અલ્સર છે અને એક ટયૂમર છે. ત્યારે નતાશાની ઉમર 33 વર્ષની હતી અને તેનો વજન માત્ર 38 થઈ ગયો અને હિમોગ્લોબિનની માત્રા ઘટીને 4% થઈ ગઈ.
👩ડૉક્ટરના જણાવ્યા અનુસાર તેને જલ્દીથી ઓપરેશન કરાવવું જોશે. તેથી તે આ સર્જન પાસે જઈને ઓપરેશન કરાવે છે અને આ ઓપરેશન 9 કલાક થી પણ વધુ સમય સુધી ચાલ્યું અને દુર્ભાગ્યવશ નતાશાનો જીવ બચાવવા ડૉક્ટર પાસે માત્ર એક જ રસ્તો હતો કે તેનું પેટ કાઢવું. તેથી ડોક્ટરે સમય વ્યર્થ ન કરતાં નતાશાનો જીવ બચાવવા તેનું પેટ કાઢી લીધું. નતાશાને બધુ ફૂડ ખાવાનો ખૂબ શોખ હતો પરંતુ હવે તે એવું કંઈપણ નહીં ખાય શકે તે જાણીને તેને મોટો આઘાત લાગ્યો.
👩નતાશા એક મજબૂત માનસિક શક્તિથી આ બધી પ્રોબ્લેમને ભુલાવીને એક નવી જિંદગી જીવવા લાગી. તેનો શોખ પૂરો કરવા હોટેલ મેનેજમેન્ટનો કોર્ષ સંપૂર્ણ પૂરો કરીને એક સર્ટિફાઇડ શેફ બની ગઈ અને તેને એક મોટી હોટેલમાં નોકરી પણ લાગી ગઈ. પોતાના જીવનમાં આગળ કારકિર્દી બનાવવા તેને ઇન્સટાગ્રામ પર “ ધ ગટલેસ ફૂડી “ નામનું એકાઉન્ટ પણ બનાવ્યું.
👩પોતાના હુનરથી લોકો તેના બનાવેલા ફૂડની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા અને તેને 55 હજાર લોકો ફોલો કરવા લાગ્યા. પરંતુ નતાશાની પ્રોબ્લેમના કારણે પોતે દિવસ દરમિયાન 6 વાર ભોજન કરે છે. છતાં તેને વિટામીન્સના અલગથી સપ્લીમેન્ટ્સ લેવા પડે છે.
👩નતાશા આજે એક સારી એવી શેફ બની ગઈ છે અને તે લોકોને જણાવે છે કે, જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ કેમ ન આવે, આપણે આપણું મનોબળ ક્યારેય ગુમાવવું ન જોઈએ અને ડિપ્રેશનમાં ક્યારેય ન આવવું. તે બધા લોકોને જણાવે છે કે, જ્યારે તમારા પર ડિપ્રેશન જેવી તકલીફો હાવી થાય ત્યારે આવી મોટી-મોટી તકલીફોનો સામનો કરવો પડે છે.
👩તે જણાવે છે કે, આ પેટની તકલીફ પોતાના ડિપ્રેશનના કારણે જ થઈ છે. એટલા માટે આપણે હંમેશા શાંત રહીને મનોબળને તોડયા વગર જીવનમાં આવતી તકલીફોનો સામનો કરવો જોઈએ.
👩મિત્રો આપણે ક્યારેય વધુ તણાવ ન લેવો જોઈએ. આપણે બધા વિચારતા હોય કે વધુ તણાવ લેવાથી માત્ર માથાનો દુખાવો થાય પરંતુ તણાવ ના કારણે આપણા આખા શરીરમાં નુકશાન થાય છે. પેટ, મગજ, અને હદય જેવા શરીરને જીવિત રાખતા અંગોમાં જ સીધી અસર થાય છે. જેનું મોટું ઉદાહરણ આજે અમે તમને નતાશાનું આપ્યું.
👩તો મિત્રો આ બધી જાણકારી તમને આપવાનો અમારો એક જ લક્ષ્ય છે. કે તમે પોતાના જીવનમાં ક્યારેય ટેન્શનને પોતાના પર હાવી ન થવા દો. નહીં તો, મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને જીવનું જોખમ પણ વધી જશે. તેથી કોઈપણ સમયે ગમે તેવી મુશ્કેલી આવે તેને ધીરજ રાખીને તેનો હલ કાઢવો જોઈએ.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.