👩❤️💋👨15થી 18 વર્ષની ઉંમર એવી હોય છે. જે સમયગાળા દરમિયાન દરેક છોકરી કે છોકરાને પ્રેમ થતો હોય છે. તે ઉંમરમાં તે વ્યક્તિ માટે આપણને બધું જ કરી છુટવાની ઇચ્છા થતી હોય છે. પરંતુ તેમાં કેટલાક લોકો જ એવા હોય છે જેમનો પ્રેમ લગ્ન સુધી પહોંચતો હોય છે.
👩❤️💋👨ઘણાંને નાની-મોટી અનેક મુશ્કેલીઓ આવે છે. જેમાં અંતે બંનેએ છૂટા પડવું પડતું હોય છે. બંને જણા બ્રેક અપ કર્યા બાદ પોતાના સમાજમાં લગ્ન કરે છે. અને નવી શરૂઆત કરી પોતાનું જીવન બીજા વ્યક્તિ સાથે પસાર કરતાં હોય છે.
👩❤️💋👨પરંતુ કેટલીક છોકરીઓ એવી હોય છે કે તેને લગ્ન તો બીજી વ્યક્તિ સાથે કરી લીધા હોય, તેમ છતાં પહેલા પ્રેમને ભૂલી શકતી નથી. તેની કેટલીક વાતો, સ્થળ, ગીફ્ટ વગેરે એવી વસ્તુ હોય છે. જેમાં તે હંમેશાં પહેલા પ્રેમને શોધતી કે યાદ કરતી હોય છે. તેના પાછળ કેટલાક કારણો જવાબદાર છે તે જણાવીએ.
👩❤️💋👨આ પ્રેમ આપણે નિસ્વાર્થ ભાવે કરતાં હોઈએ છીએ, તે સમયે આપણી પાસે ટાઈમ જ ટાઈમ હોય છે. તેમાં બંને જણા એકબીજાના થઈને જીવતાં હોય છે. તેમાં કોઈ શરત કે નિયમો હોતા નથી. તે સિવાય વધુ સમજવા માટે એક વાત કરીએ, આપણે કોઈપણ વસ્તુ પહેલી વખત શીખતાં હોઈએ છીએ.
👩❤️💋👨ત્યારે તેને કરવાની મજા આવતી હોય છે. તેમાં કંટાળો આવતો હોતો નથી. રસોઈ કરતાં શીખીએ ત્યારે ગમે તેટલી વસ્તુ બનાવવાની હોય આપણને કરવી ગમશે, પછી જેમ જેમ આવડી જશે એમ આપણને કોઈ રસોઈ બનાવવાનું કહેશો તો કંટાળો આવશે.
👩❤️💋👨પહેલી વખત બનાવેલી બળી ગયેલી રોટલી યાદ આવશે ઘણી વખત અને જેના લીધે મનમાં હસવું પણ આવી જતું હોય છે. એવી જ વાત પહેલા પ્રેમની છે. બીજું પાત્ર ગમે તેટલું સારું મળે આપણે પહેલા પ્રેમની યાદ આવી જતી હોય છે. બંને માટે જોયેલી રાહ, ઘણો સમય એકબીજા સાથે વીતાવ્યો, સાથે જોયેલા સપનાં, ઘણી વાતો છે. જેને આપણે પછી પણ ભૂલી શકતાં હોતા નથી.
👩❤️💋👨પહેલા પ્રેમ સાથે ઘણી વખત એવું બનતું હોય છે કે તે 2 વર્ષ માંડ સાથે રહ્યા હોય, પરંતુ આખી જિંદગી જાણે તેની સાથે જીવી લીધી હોય એમ લાગે. તે સમયે બોયફ્રેન્ડને સ્ટડી કે બીજી કોઈ જવાબદારી હોતી નથી. તેથી તે પોતાની ગર્લફ્રેન્ડને પૂરતો સમય આપી શકતો હોય છે.
👩❤️💋👨જ્યારે છોકરીના જે છોકરા સાથે લગ્ન થાય તેની પર ઘણી જવાબદારી આવી જતી હોય છે. તો તેને બોયફ્રેન્ડ જેટલો સમય આપી ન શકતાં તે નારાજ થઈ જતી હોય છે અને તેનો પહેલા પ્રેમ સારો હતો એવો પૂર્વગ્રહ બાંધી લેતી હોય છે.
👩❤️💋👨આ પૂર્વગ્રહ પછી ધીમેધીમે પતિમાં ખામીઓ નીકળવા લાગે છે. જેની સાથે આખી જિંદગી પસાર કરવાની છે તેની સાથે જ બધા પ્રોબ્લેમ થતાં હોય છે. જે પહેલો પ્રેમ હોય છે તે ભલે થોડો સમય સાથે રહ્યો હોય તેમાં કોઈ ખામીઓ ન દેખાઈ હોય.
👩❤️💋👨પહેલો પ્રેમ હોય તેમાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને કોઈપણ વ્યવહારીક કે સામાજિક જવાબદારી હોતી નથી. માટે એકબીજાને પૂરતો સમય આપી શકતાં હોય છે. જ્યારે પતિ કે પત્નીને લગ્ન બાદ ઘણી જવાબદારી ઉઠાવી પડતી હોય છે. અને તેના કારણે બંને એકબીજાને પૂરતો સમય આપી શકતાં હોતા નથી. તેમાં ખાસ કરીને પતિ પૂરતો સમય નથી આપી શકતો.
👩❤️💋👨એવું નથી કે પતિ તેની પત્ની કે બોળકોને પ્રેમ નથી કરતો. તે પોતાના બાળકો અને પત્નીને ખૂબ ચાહતો હોય છે. તેની સાથે બહાર ફરવા જવાની, ડિનર કરવાની તેની પણ ઇચ્છા હોય છે. પરંતુ તેની ઘરની કે બીજી જવાબદારીઓ હોવાના કારણે તે વંચિત રહી જાય છે.
👩❤️💋👨ત્યારે પ્રેમીને આમાનું કશું કરવાનું હોતું નથી એક માત્ર પ્રેમ જ તેનું લક્ષ્ય હોય છે. માટે બંને એકબીજાને ખુશ રાખતા હોય છે. એટલા માટે લગ્ન પછી દરેકને તેનો પહેલો પ્રેમ હંમેશાં યાદ આવતો હોય છે. તે ભૂલવાની ઇચ્છા હોવા છતાં ભૂલી શકાતો નથી.
જો આવી જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.