રોજિંદા જીવનમાં આપણાં શરીરનું ધ્યાન રાખવું કેટલું જરૂરી થઈ ગયું છે કારણ કે, અત્યારે આ ફાસ્ટફૂડનો યુગ થઈ ગયો છે તેથી શરીરનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. પણ આપણાં ભારતમાં લગભગ 80 ટકા ઉપરની મહિલાઓને ખબર નથી કે તે રાત્રિના સમયે વાળ ધોઈને સુવાથી કેટલા નુકસાનો થાય છે. આજે આ આર્ટીકલ અમે તેની માટે ખાસ લાવ્યા છીએ કે, તે કરવાથી શરીરને કેટલા નુકસાન થાય છે.
મહિલાઓની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે તેમના કાળા અને લાંબા વાળ. તેની કેર કરવી બધી જ મહિલાઓને પસંદ હોય છે કે, વાળની કોઈ પણ સમસ્યા તેના માટે ખુબજ મહત્વની હોય છે. વાળને સમયસર ધોવા સાફ કરવા તેમાં તેલ લગાવવું તેવી મામૂલી કેર મહિલાઓ 2 કે 3 દિવસે એક વાર જરૂર કરે છે. પણ ઘણી મહીલાઓને દિવસે તે કાર્ય કરવાનો સમય મળતો નથી તે માટે રાત્રિના સમયે વાળને ધોવાનું રાખતી હોય છે. પણ તે કેટલી ગંભીર બાબત છે તે લગભગ કોઈ પણ મહિલાને ખબર નથી હોતી.
- વાળ ભીના રાખી સુવાથી થતાં નુકસાન
જ્યારે મહિલાઓ રાત્રે વાળ ધોઈ અને થોડા સુકાઈ એટ્લે સુવા જાય છે ત્યારે, વાળમાં રહેલું પાણી વાળના મૂળમાં ઉતરે છે તે મૂળને અંદરથી ભીનું રાખે છે તેનાથી જે વાળ મુલાયમ અને પાતળા હોય છે તે મૂળમાથી ખેચાઇ જાય છે અને વાળ ભીના રહેવાથી સવારે બીજા વાળ એક બીજા સાથે ગૂચવાઇ જાય છે તેનાથી સવારે વાળ ઓળવાથી વધારે વાળ ખરે છે. જે હજુ નવા અને તાજા વાળ હોય છે તે મૂળમાથી ખેંચાઇ જાય છે.
અત્યારે મહિલાઓને દિવસ દરમિયાન ઘણા કામ હોય છે તેના કારણે દિવસે વાળ ધોવાનું બંધ રાખે છે અને રાત્રિના સમયે વાળ ધોવે છે. વાળની સાથે સાથે મહિલાઓના સ્વાસ્થ પર પણ ઘણી અસર પડે છે. રાત્રે વાળ ભીના રાખીને સુવાથી શરદી, તાવ જેવી મામૂલી બીમારીઓ પણ થતી હોય છે. જ્યારે મહિલાઓ ભીના વાળ સાથે સુવાની ભૂલ કરે છે અને તે ઓશીકું લઈને સૂવે છે તેના પરના કીટાણુ રહેલા હોય છે જે દેખાતા નથી પણ વાળ ભીના રહેવાના કારણે તેને ઠંડુ વાતાવરણ મળે છે અને તે કીટાણુ શરીરમાં જઈને ઇન્ફેક્ષન કરે છે.
ભીના વાળના કારણે ગરદનનો દુખાવો તેમજ માથાનો દુખાવો થાય છે. જ્યારે વાળ ભીના રહે છે તે ગરદન પર આવે છે તેથી ત્યાની માસપેશીઓ ઠંડી પડે છે તેનાથી ગરદન અને માથાનો દુખાવો થવાની સંભાવના ઊભી કરે છે. વધુ વાર રાત્રે વાળ ધોઈને સુવાની ટેવ પેરલિસિસ જેવી ગંભીર સમસ્યા પણ કરી શકે છે. વધારે ઠંડીમાં માથું ભીનું રહેવાથી અતિતાપ જેવી બીમારી પણ થાય છે. અતિતાપ એટ્લે, જે ઠંડી જગ્યા વગર નથી રહી શકતા. જેનાથી થોડા પણ તડકામાં તે બીમાર પડી જાય છે. કેમ કે, રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય છે.
વધારે સમય વાળ ભીના રહેવાના કારણે વાળમાં અલગ પ્રકારની ખંજવાળ ચાલુ રહે છે. જેની કોઈ દવા નથી મળતી. પણ મહિલાઓને તે ખંજવાળ ખોડાની લાગતી હોય છે પણ તેવું નથી તે ખંજવાળ સમયસર વાળ સુકાતા નથી તેની માટે આવે છે. પહેલા જણાવ્યા મુજબ વાળ ખરવાની સમસ્યા ખુબજ વધે છે તેનું કારણ પણ ભીના વાળ હોય છે. તે માટે રાત્રે વાળ ધોવાનું આજથી બંધ કરવું જોઈએ.
જ્યારે વાળ ઠંડા રહેતા હોય છે ત્યારે, મગજમાં પણ દુખાવો થતો હોય છે તેનું કારણ છે ભીના વાળના કારણે મગજમાં જે વાતાવરણ જોઈએ તે નથી મળતું અને ત્યાનું વાતાવરણ ઠંડુ પડી જતું હોય છે. વધારે માથાના દુખાવાથી વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. માથામાં ખોડાની સમસ્યા પણ વધારે રહે છે તેનું પણ કારણ વધારે સમય માટે વાળ ભીના રહે તે છે. વધારે વાળ ભીના રહેવાથી માથાની સ્કીન એક સાથે ઉખડવાનું ચાલુ રહે છે તે ખોડાની રૂપે બહાર આવે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.