🧖♀️ દરેક વ્યક્તિને પોતાના વાળ ખૂબ પ્રિય હોય છે તેથી પુરુષો અને મહિલાઓ વાળ પર અલગ-અલગ હેર સ્ટાઈલ કરાવતા હોય છે. પરંતુ વધતાં જતાં પ્રદૂષણ અને કેમિકલવાળા હેર પ્રોડક્ટ્સનો પ્રયોગ કરવાથી વાળને ઘણું નુકશાન પહોંચે છે. તેથી વાળ ખરી જવા, વાળ બે મોઢાવાળા થઈ જવા, સફેદ વાળ થઈ જવા જેવી અનેક વાળને લગતી સમસ્યાઓ ઉદભવે છે.
🧖♀️ તો મિત્રો, આજે અમે તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ જેનાથી વાળની બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને સુંદર અને મુલાયમ વાળની પ્રાપ્તિ થશે. અમે વાત કરી રહ્યા છીએ ભાતના ઓસામણની. જે તમે ફેકી દેતા હોય પરંતુ તેને ફેક્તા પહેલા આ આર્ટીકલ જરૂર વાંચો કારણ કે, વાળ માટે વરદાન સ્વરૂપ છે ભાતનું ઓસામણ, તો જાણીએ તેના ઉપયોગ અને ફાયદાઓ વિશે.
👉 ભાતનું ઓસામણ તૈયાર કરવાની અને લગાવવાની રીત :- ભાતનું ઓસામણ તૈયાર કરવાની રીત ખૂબ સરળ છે. જેમાં તમારે સૌપ્રથમ અડધો કપ ચોખા લેવા અને તેને એક પાત્રમાં એડ કરવા. તેમાં 1 કપ પાણી એડ કરી સરખી રીતે હલાવવું. 1 ક્લાક બાદ આ પાણીને ગરણી વડે ગ્લાસમાં ગાળી લેવું. આ રીતે તૈયાર થાય છે વાળ માટેનું ચમત્કારી ભાતનું ઓસામણ. હવે તમારે સૌપ્રથમ વાળને હર્બલ શેમ્પૂ વડે ધોઈ નાખવા. ત્યારબાદ વાળમાં ભાતનું ઓસામણ નાખી હળવે હાથે મસાજ કરવી આખા માથામાં ભાતનું ઓસામણ લાગી ગયા બાદ વાળને 1 કલાક સુધી સુકાવા દેવા. પછી વાળને ફરી હર્બલ શેમ્પૂ વડે ધોઈ નાખવા.
👉 ભાતના ઓસામણથી થતાં વાળમાં ફાયદાઓ :-
ચોખાને કાર્બોહાઇડ્રેટનો ખજાનો કહેવાય છે. જે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. ઉપરાંત ચોખાના પાણીમાં વિટામિન B6 અને બ્યુટી વિટામિન તરીકે ઓળખાતા વિટામિન E પણ હોય છે. જે વાળ માટે ખૂબ ગુણકારી હોય છે. જે લોકોને વાળ વધતાં ન હોય તો ભાતના પાણીનો પ્રયોગ કરવાથી વાળ ઝડપથી વધવા લાગે છે. ઉપરાંત જેઓને માથામાં ખોડો થઈ જવાની સમસ્યા હોય તેઓ પણ આ પ્રયોગ કરે તો ખોડાની સમસ્યા દૂર થઈ જાય છે.
👉 ખરતા વાળ અટકાવે છે :- ઘણા લોકોને વધારે વાળ ઉતરતા હોય છે અને ઘણા હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા છતાં વાળ ખરતા અટકાવી સકાતા નથી પરંતુ જો તમે ભાતના ઓસામણનો પ્રયોગ વાળમાં કરશો તો તામરી વાળ ખરવાની સમસ્યા જડ-મૂળ માંથી ગાયબ થઈ જશે અને વાળ લાંબા અને વધુ ગ્રોથ ધરાવતા થઈ જશે, આ પ્રયોગ તમે અઠવાડિયામાં 2-3 વાર કરી શકો છો. તેથી તમને સારું એવું પરિણામ મળી શકે.
👉 વાળને મુલાયમ અને સિલ્કી કરવા માટે :- જો તમાર વાળ જાડા અને વધારે ડ્રાઈનેસ ધરાવતા હોય તો તમે વાળમાં ભાતના ઓસામણનો પ્રયોગ કરો તો તમારા વાળ એકદમ મુલાયમ અને સિલ્કી થઈ જશે. ભાતનું ઓસામણ વાળમાં એક કુદરતી કન્ડિશનર તરીકે પણ કાર્ય કરે છે. જેથી તમારે કોઈ કેમિકલયુક્ત હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો નહીં પડે અને તેનાથી થતાં નુકશાનથી પણ બચી શકાશે.
👉 વાળના મૂળને પોષણ પૂરું પાડે છે :- ભાતનું ઓસામણ વાળમાં લગાવવાથી તે વાળના મૂળમાં ઉતરે છે અને તેને પોષણ પૂરું પાડે છે. જો વાળના મૂળમાં પોષણ મળે તો વાળ એકદમ સિલ્કી, શાઈની અને લાંબા, વધુ ગ્રોથ ધરાવતા થઈ જશે. ઉપરાંત તમારા વાળની સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. જેથી વાળ સુંદર બની જશે અને તમારાં ચહેરાની સુંદરતાને વધારી તેમાં ચાર ચાંદ લગાવી દેશે.
જો ભાતના ઓસામણ ના પ્રયોગ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.