🪡 આજના ઝડપી સમયમાં લોકો જો સ્માર્ટ ન બને તો તેને ઘણી મુશ્કેલી પડી શકે છે, કેમ કે આજનો સમય ખૂબ જ ફાસ્ટ છે અને તેથી તે અન્ય લોકોથી પાછળ રહી જાય છે. પરંતુ તે સ્માર્ટ બની શકે તેના માટે આજે તેને ઘણી સુવિધા મળી રહે છે. જેમ કે ગૂગલ, યુ ટ્યુબ વગેરેના માધ્યમથી તે પોતાને જોઇતી માહિતી મેળવી શકે છે આ એક એવું માધ્યમ છે જે તેમને ખૂબ જ ઉપયોગી બને છે.
🪡 ઘરમાં મહિલાઓ નાના-નાના કામોને ટ્રિકથી કરે તો તે કામમાં જે સમય લાગતો હોય તો તેનો અડધો સમય પણ તે કામમાં લાગતો નથી. ખૂબ જ ઝડપથી તે કાર્ય કરી લે છે અને બીજા બચેલા કાર્ય કરી શકે છે. આજે આપણે એવી જ એક ટ્રિકની વાત કરવાના છીએ જે વાત કરતાં ખૂબ સામાન્ય અને નાની લાગે છે પરંતુ જ્યારે આપણે એ કામ કરીએ ત્યારે ખબર પડે છે.
🪡 આપણે એક એવી ટ્રિકની વાત કરીએ જે ખૂબ જ રસપ્રદ છે, સોઇના નાકમાં દોરો ખૂબ જ ઝડપી અને ટ્રિકથી કેમ પોરવી શકાય તેની એક બે નહીં પણ પૂરી છ જેટલી ટ્રિક વિશે જાણીએ.. આ દરેક આઇડિયા તમને ઘણા જ ઉપયોગી બની શકે છે. તો આવો સોયમાં દોરો પરોવવાની સરળ પદ્ધતિ વિશે જાણીએ…
🪡 – સોયમાં દોરો પોરવવાનું કામ મોટુ કહેવુ ખોટુ નથી કેમ કે જે લોકોની નજર થોડી કમજોર હોય છે તે લોકોને આ જીણું કામ કરવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. તો પ્રથમ આઇડિયા છે તેમાં એક નેઇલ પોઇન્ટને તમારે જે દોરાને પોરવવાનો છે તેના છેડે લગાવી લેવાની છે ત્યાર બાદ તરત જ હાથથી જે વધારાનો કલર છે તેને દૂર કરવાનો છે. હવે આ દોરાને એક મિનિટ રહેવા દઈ પછી જ સોય પોરવવામાં આવે તો એ કડક ભાગ તરત જ પોરવાઇ જશે.
🪡 – આ ટ્રિકમાં તમારે ટૂથપેસ્ટ લેવાની છે કોઇપણ પ્રકારની ટૂથપેસ્ટ લઇ શકો છો. આ ટ્રીકમાં તમે નેઇલ પેઇન્ટની માફક જ દોરાના છેડા પર ટૂથપેસ્ટ લગાવી લો. તેને પાંચથી સાત સેકેન્ડ સુકાવા દો. તેને સોયમાં પોરવવાથી તરત જ દોરો પોરવાઈ જશે. તમને પણ ઘણી નવાઇ લાગશે કે આ રીતે પણ સોયમાં દોરો પોરવી શકાય ખરા..!
🪡 – એક જૂનુ ટૂથબ્રશ લો, બ્રશના દાતા થોડા વિખરાયેલા હોય તેવુ બ્રશ લેવાનું છે. તેના પર દોરાને મૂકીને પછી દોરાની પાસે લાવીને તેને એવી રીતે ફેરવો કે તે તરત જ પોરવાઇ જાય. આ ટ્રિકથી દોરો સોયમાં પરોવાઇ જશે. આ આઇડિયા પણ તમને આશ્ચર્યમાં મૂકી દેશે.
🪡 -સોયમાં દોરો પોરવવા માટે એક પ્લાસ્ટિકની સાવરણીનો તાર લેવાનો છે તેના બંને છેડા હાથમાં રાખીને વચ્ચેના ભાગમાં દોરો રાખીને સોયમાંથી પસાર કરતાં તે તરત જ પોરવાઇ જશે. આ ટ્રિકમાં પણ સેકન્ડમાં સોયના કાણામાં દોરાને પોરવી શકાય છે. આ રીત અન્ય રીત કરતા ખૂબ જ સરળ છે.
🪡 – સોયમાં સરળતાથી દોરો પોરવવા માટે તમારુ બીજું વિશેષ કઇ કરવાની જરુર નથી. એક સેલોટેપનો નાનકડો ટુકડો જ આ કામ કરી આપશે. જી, હાં જે દોરાને તમે સોયમાં પોરવવા માંગો છો તે દોરાને ટેપનાં તે ટુકડા પર લગાવીને ટેપને એકદમ ત્રાસી નુકીલી કાપી લો અને નુકિલો ભાગને સોયમાં પોરવતા આસાનીથી સોયના નાકામાં દોરો પોરવાઇ જશે.
🪡 – સોયમાં આસાનીથી દોરો પોરવવા માટેના યંત્રો બજારમાં એટલે કે ખાસ કરીને મશીન મટિરિયલની શોપ પર તમને ખૂબ જ આસાનીથી મળી જશે જે સેંકન્ડોમાં તમારુ કામ કરી આપશે. તે પણ પાતળા તાર જેવું જ દેખાય છે જે એકદમ સરળતાથી સોયના નાકામાં દોરાને પોરવી દે છે. તો આ હતા સરળ ટ્રિક જેની મદદથી તમે સરળતાથી સોયમાં દોરો પરોવી શકશો.
જો આ સોય પરોવવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.