👉 અમુક સમયે મહેમાન આવે ત્યારે અથવા ઉતાવળમાં ગેસ પર રાખેલી વસ્તુ ભૂલી જતાં હોઈએ છીએ. તેના લીધે રસોઈ નીચે ચોંટી જાય છે અને જમવા બેસીએ ત્યારે બળવાનો ટેસ્ટ આવતો હોય છે. તે સમયે જમવાની મજા બગડતી હોય છે.
👉 શાક કે દાળ પ્રેશર કુકરમાં બનાવીએ ત્યારે પાણી ઓછું પડવાના કારણે પણ તે ચોંટી જાય છે અને ભરપૂર મસાલા કરવા છતાં તેમાંથી સ્મેલ દૂર જતી હોતી નથી. હવે તે જમવાનું પીરસાય ત્યારે બાળક હોય કે કોઈપણ મોટું વ્યક્તિ સાઈડ પર મૂકી દેતું હોય છે.
👉 જો ઘરના સભ્યો હોય તો બનાવનાર વ્યક્તિને કહેતા હોય છે કે બળવાની સ્મેલ આવે છે. તે સમયે રસોઈ બનાવનાર મહિલા કંઈ કરી શકતી નથી. તેને અફસોસ થતો હોય છે, છતાં કંઈ કરી શકતી નથી. તો આજે તમને એક સરળ ટ્રિક જણાવીશું જેના વડે તમે રસોઈ બળી ગઈ હોય તો તેની સ્મેલમાંથી છુટકારો મેળવી શકશો.
👉 સૂકું શાક બળે ત્યારે- કોઈપણ સબ્જી સૂકી બનાવીએ ત્યારે આપણને બળવાનો ભય રહેતો હોય છે. અને તે થોડું ચોંટતું પણ હોય છે. એક વખત શાક બળે એટલે તેમાં ખરાબ સ્મેલ બેસી જતી હોય છે. કેટલીક ગૃહિણી બળેલું શાક નીચે રાખી સારું શાક બીજા વાસણમાં લઈ લેતા હોય છે. તો આ રીતે ન કરવું જોઈએ.
👉 એક ચોખ્ખી કડાઈ લેવી તેને ગેસ પર મૂકવી. તેમાં બે ચમચી ચણાનો લોટ શેકવો પછી તે ભાજી તેમાં એડ કરવી. જે પ્રમાણે તમારી ભાજી હોય તે રીતે ચણાનો લોટ લેવાનો રહેશે. આ રીતે તમારી સબ્જી સરસ બનશે અને સ્મેલ પણ નહીં આવે.
👉 ગ્રેવીવાળા શાકમાં- અમુક સમયે ગ્રેવીવાળા શાક પણ બળી જતાં હોય છે. તો તેને સૌથી પહેલા એક કઢાઈમાં કાઢી લો. પછી તેને ગેસ પર તેલ મૂકવું બહાર કાઢેલું ગ્રેવીવાળું શાક તેમાં નાખવું, પછી તેમાં 1-2 ચમચી છાશ અને દહીં એડ કરવું. 10 મિનિટ સુધી બરાબર ચડવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. સર્વ કરશો ત્યારે સ્મેલ દૂર થઈ ગઈ હશે.
👉 દાળ બળે- મોટાભાગની મહિલા દાળમાં પાણી ઓછું રેડે ત્યારે પ્રેશર કુકરમાં નીચે દાળ ચોંટી જતી હોય છે. પછી જ્યારે દાળ બફાઈ જાય, તે પછી પીરસે તે સમયે તેમાંથી બળવાની સ્મેલ આવતી હોય છે. તે ગમે તેટલી ઉપરથી કાઢી લે બળેલી દાળ એડ ન કરે તો પણ સ્મેલ તો આવતી જ હોય છે. તો આજે દાળ બળે અને તેમાંથી સ્મેલ દૂર કરી શકાય તેની રીત જાણીએ.
👉 સૌથી પહેલા તો ઉપર ઉપરથી દાળ કાઢી લો, તેને ઠંડી થવા દો. પછી તેને એક કલાક સુધી ફ્રિઝમાં રહેવા દો. બહાર કાઢી તેમાં જરૂરિયાત મુજબ મસાલો કરી, ટામેટા-ડુંગળી નાખી દાળ બરાબર ક્રશ કરી અંતે ઘીનો વઘાર કરવો. તૈયાર થઈ જશે તમારી સરસ મજાની દાળ. મહેમાનને પીરસશો ત્યારે ખબર પણ નહીં પડે કે દાળ ચોંટી કે બળી ગઈ હતી.
👉 ચિકન બળે- કેટલીક વખત ચિકનની ગ્રેવી પણ બળી જતી હોય છે. તો મહેનત કરેલી માથે પડતી હોય છે. સાથે ચીકનનો ટેસ્ટ પણ બદલાય જાય છે. ઘણાં ચિકનને ફેંકી દે છે. તેવી ભૂલ કર્યા વગર ઉપરથી ચિકન લઈ તેમાં અડધા કપ જેટલું દૂધ એડ કરવું. થોડી વાર ગરમ થવા દેવું. પહેલા જેવો ટેસ્ટ આવી જશે. અને સ્મેલમાંથી છુટકારો મળી જશે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.