👉 જે લોકો શાકાહારી છે તે રોજ પનીરનું સેવન કરે તો અનેક ફાયદા થાય છે. તે સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. પનીરમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જે આપણા શરીર અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. તે પ્રોટીન અને ચરબીનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે.
👉 પરંતુ અમુક સમયે બજારમાં નકલી પનીર મળતું હોય છે. જે આપણા શરીરને કેટલાંક અંશે નુકસાન પહોંચાડી શકે છે. જો તમને એક વખત પનીરની ઓળખ કરતાં આવડશે તો સરળતાથી તમારા સ્વાસ્થ્યને બગડતું અટકાવી શકશો. કેમ કે નકલી પનીર ખાવાથી પેટમાં દુખાવો, માથામાં દુખાવો, કમળો, ડાયેરિયા, ટાઈફોઈડ, જેવી બીમારી થઈ શકે છે. તો ચાલો આજે તમને નકલી પનીરની ઓળખ કરતાં શીખવીશું સાથે પનીરને કેવી રીતે સાચવવું તે પણ જાણીશું….
👉 આજકાલ દરેક જગ્યાએ પનીરનો વપરાશ વધી ગયો છે, નાનો એવો પ્રસંગ હોય કે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય. મોટાભાગે દરેક ગૃહિણી પનીરની સબ્જી બનાવતી હોય છે. અથવા આપણે હોટેલ યા બીજી કોઈ જગ્યાએ ફરવા જઈએ ત્યાં પણ પનીરની સબ્જી તો મંગાવતાં જ હોઈએ છીએ. કેટલાક લોકો આ વાતથી અજાણ હશે કે પનીરમાં કેલ્શિયમ સારા એવા પ્રમાણમાં રહેલું હોય છે. જેથી તેનું સેવન શરીરને સ્વસ્થ રાખે છે. હવે તેને ચેક આ રીતે કરવું.
👉 છુટું ન પડવું- ઘરે બનાવેલું અથવા બહારથી લાવેલું અસલી પનીર ક્યારેય છુટું પડતું નથી. જો તમારે ચેક કરવું હોય તો પનીરને હાથમાં લઈને થોડું મસળવું જો તે છુટું પડી જાય તો સમજવું કે નકલી પનીર છે. તે પનીર સ્કીમ મિલ્ક પાઉડરથી બનાવેલું હોય છે. જેથી છુટું પડે.
👉 આયોડિન કેમિકલના સંપર્કમાં આવતાં રિએક્ટ નહીં કરે- સૌથી પહેલા પનીરને પાણીમાં ઉકાળવું પછી તેને ઠંડું કરવું. પછી તેમાં આયોડિન ટીંચરના થોડા ટીંપા નાખવા. આ એક પ્રકારનું કેમિકલ છે. જે બજારમાં સરળતાથી મળી રહે છે. જો તેનો રંગ ભુરો થઈ જાય તો સમજવું કે પનીર નકલી છે. તેમાં ભેળસેળ કરેલી છે.
👉 મુલાયમ પનીર- ઓરિજિનલ પનીર એકદમ સોફ્ટ હોય છે તે કડક થતું નથી. તમને ખ્યાલ હશે કે અમુક સમયે પનીરને રબરની જેમ ખેંચવું પડે છે. અને કડક પણ થઈ જાય છે. તો આ પનીરમાં ડિટર્જન્ટ અને યુરિયા જેવા કેમિકલ એડ કરેલા હોય છે.
👉 રંગ બદલાશે નહીં- અસલી પનીરનો રંગ ક્યારેય બદલાતો નથી. નકલી પનીર ચેક કરતાં તેનો રંગ લાલ થઈ જાય છે. જ્યારે અસલી પનીરમાં ક્યારેય રંગ બદલાતો નથી.
👉 આ રીતે તપાસ કરવી- પનીરને ઉકાળવું અને ઠંડું થવા દેવું. પછી તેમાં અડદની દાળનો પાઉડર કે સોયાબીન ઉમેરો. પછી 10 મિનિટ સુધી એમ જ રહેવા દો. જો નકલી હશે તો રંગ બદલાશે, બાકી એમ જ રહેશે. આ રીતે એકદમ સરળતાથી તમે ઘરે પ્રયોગ કરીને જાણી શકો છો. અસલી અને નકલી પનીરને.
👉 કયા સમયે પનીર ખાવું જોઈએ- પનીર શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે, પરંતુ જો તેનું વધારે સેવન કરવામાં આવે તો શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તેમાં પ્રોટીન ભરપૂર હોય છે. પરંતુ જો તે ખોટા સમયે ખાવામાં આવે તો પાચનતંત્ર બગડી શકે છે. અમુક વ્યક્તિ કાચું પનીર ખાતા હોય છે. તો તે સાંજના સમયે ખાવું જોઈએ. રાત્રિના સમયે ક્યારેય ન ખાવું. જેને પાચનનો પ્રોબ્લેમ હોય તેને ગેસ કે અપચાની તકલીફ થઈ શકે છે.
👉 માટે બની શકે તો ડિનરમાં કોઈ વખત પનીરનું સેવન કરો તો સૂવાનો સમય હોય તેના એક કલાક પહેલા જમી લેવું. અને વધારે સેવન ન કરવું. બીજું કે આખા દિવસમાં ગમે ત્યારે તમે પનીરનું સેવન કરી શકો. ડાયેટ કરતાં હોવ અથવા એમ જ ખાતાં હોવ તો 50-60 ગ્રામથી વધારે પનીર ન ખાવું જોઈએ. કેમ કે પનીરમાં સચૂરેડેટ ફેટ રહેલું હોય છે. જે શરીરને ખરાબ કરે છે.
👉 આ રીતે ઘરમાં પનીર કરો સ્ટોર- કેટલીક વાર બજારમાંથી પનીર લાવ્યા બાદ જો તેને 2-3 દિવસમાં યુઝ ન કરીએ તો તરત ખરાબ થઈ જતું હોય છે. તમે ફ્રિઝમાં પનીરમાં આ રીતે રાખશો તો ખરાબ થઈ જશે. પરંતુ તેની સાચી રીતે છે પનીરને કોટન કપડું ભીનું કરીને લપેટવું. ચારે બાજુથી બરાબર ઢાંકીને ફ્રિઝમાં મૂકવું. કપડું કોરું થાય કે ફરી પાછું તેને ભીનું કરી આ રીતે રાખી મૂકી દેવું. પનીર સૂકું નહીં થાય અને બગડશે પણ નહીં. તમે ગમે ત્યારે પનીરનો ઉપયોગ કરી શકશો.
👉 ખરાબ થતું આ રીતે બચાવો : ચોખ્ખી થેલીમાં મૂકવું. ઝિપ બેગમાં મૂકતાં પહેલા 1 વાતનું ધ્યાન રાખવું કે બેગ ચોખ્ખી હોવી જોઈએ. પછી એક મોટી ચમચી વિનેગર નાખો અને થેલીમાં વિનેગર બરાબર ફેલાવી દેવું. થેલીની અંદર હવા બિલકુલ ન રાખવી. તમે પનીરને ફ્રિજ કે ફ્રિઝરમાં સ્ટોર કરી શકો છો.
👉 જ્યારે પણ પનીરનો ઉપયોગ કરવો હોય ત્યારે તેને બેગમાંથી બહાર કાઢી થોડા ગરમ પાણીમાં રાખી મૂકવું. જેનાથી પનીર સોફ્ટ અને સેવન કરવા યોગ્ય થશે. તેને એર ટાઈટ ડબ્બા અથવા કોઈ બોક્સમાં સ્ટોર કરી શકો છો.
👉 જે કન્ટેનરમાં પનીર સ્ટોર કરવું હોય તેમાં પાણી ભરવું પછી તેને ફ્રિજમાં મૂકવું, તેનાથી પનીર એકદમ ફ્રેશ રહેશે. પરંતુ પાણી ભરો તો બીજા દિવસે તેને બદલતાં રહેવું પડશે.
જો આ પનીર વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.