👩આપણે વહુને સાસરામાં લક્ષ્મીનો દરજ્જો આપતા હોઈએ છીએ. જેમ દીકરીનો જન્મ થતાં આપણે ઘરમાં લક્ષ્મી આવી તેમ કહીએ છીએ. એવી જ રીતે જ્યારે દીકરાના લગ્ન થાય અને વહુ પરણીને ઘરમાં આવે ત્યારે તેના પગલાંથી ઘરમાં જાણે નવી ઉર્જા આવી ગઈ હોય તેવું લાગવા લાગે છે.
👩બધા જ ગ્રહો જાણે સકારાત્મક ઉર્જા આપી રહ્યા હોય તેવો અહેસાસ થવા લાગતો હોય છે. પરંતુ આ સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે ઘરમાં વહુએ સવાર સાંજ ખાસ પ્રકારના કામ કરવા જોઈએ.
👩જેથી નકારાત્મકતા દૂર થતી જાય છે. તેની આ આદતોના કારણે ઘરમાં સુખ- સમૃદ્ધિનો વધારો થાય છે. સાથે સાથે માતા લક્ષ્મીની સારી એવી કૃપા તમારા પર બની રહે છે. તો આજે તમને આ પાંચ આદતો જે દરેક વહુએ સ્વીકારવી જોઈએ તેના વિશે જણાવીશું.
👩1-સૌ પ્રથમ તો દરેક મહિલાએ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ભગવાનની પૂજા કરવી જોઈએ. ઘણી વખત કહેતા હોય છે કે સવારે સમય નથી મળતો તો સાંજના સમયે ભજન કિર્તન અચૂક કરવા જોઈએ. અને ભગવાનના નામનું સ્મરણ કરતા રહેવું જોઈએ. તો માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને ઘરમાં સુખ આવશે.
👩2-દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે. તો આ છોડની રોજ વહુએ પૂજા કરી જળ ચડાવવું જોઈએ. એટલું જ નહીં જળ ચડાવતાં ચડાવતાં ‘ઓમ તુલસી નમામી નમ:’નો મંત્ર બોલતા જવું.
👩તુલસીની સાથે સૂર્ય દેવને પણ સવારે જળ ચડાવવું. જળ ચડાવતાં ‘ઓમ સૂર્યાય નમ:’નો જપ અચૂક કરવો જોઈએ. રોજ તુલસીમાતાની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સૂર્યદેવને જળ અર્પણ કરવાથી ઘરના સભ્યોનું ભાગ્ય તેમની જેમ ચમકવા લાગે છે.
👩3-ઘરના જે પણ વડીલો છે. તેમનો આદર કરવો જોઈએ. રોજ સવારે તેમને પગે લાગી આર્શીવાદ લેવા જોઈએ. ઘરમાં શાંતિ પ્રસરાશે સાથે માતા લક્ષ્મીનો વાસ થશે. કેમ કે ઘરની વહુ વડીલોને દિલથી માન-સમ્માન આપે છે. તેથી ઝઘડો કે ઘર કંકાસ થતા હોતા નથી. માટે ઘરમાં સકારાત્મક ઉર્જા રહેતી હોય છે.
👩4-વિનમ્ર સ્વભાવ રાખવો જોઈએ. ઘણા ઘરોમાં જોવા મળે છે કે વહુ ઘરના સભ્યોની ખોદણી એટલે કે ચુગલી કરતી હોય છે. વાતવાત પર ખાંચા કાઢતી હોય છે. નાની નાની વાતો પર ઝઘડા કરતી હોય છે. તો આવો સ્વભાવ ક્યારેય ન રાખવો જોઈએ.
👩કોઈની ઇર્ષા પણ તેણે ન કરવી જોઈએ. દરેક સભ્યો પ્રત્યે વિનમ્ર રીતે વ્યવહાર કરવો જોઈએ. જેથી આવા ઘરોમાં માતા લક્ષ્મી ખુશ થઈને પોતાનો વાસ કરે છે. તેથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે.
👩5-કોઈપણ વ્યક્તિ રાજી થઈને દાન કરે તો માતા લક્ષ્મી અચૂક રાજી થાય છે. એજ રીતે જો ઘરની વહુ દાન કરે તો માતા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે. જેમના આશીર્વાદ સારા મળે છે અને તેમનો ઘરમાં વાસ થાય છે. જેમના ઘરમાં વહુ દયાળુ સ્વભાવ અને દાન કરનારી હશે તે ઘરમાં ખુશીઓ હંમેશાં આવતી રહેશે. માટે આ આદત ખાસ કરીને અપનાવવી જોઈએ.
👩પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રહે કે વહુ દાન કરતી હોય ત્યારે તેને ના પાડવી જોઈએ નહીં. તેની રીતે યથાશક્તિ દાન કરતી રહેવી જોઈએ.આ રીતે દરેક વહુ આ પાંચ આદતો અપનાવે તો ઘરના દરેક સભ્યો ખુશ રહે સાથે માતા લક્ષ્મીનો પણ વાસ થતો હોવાથી સમૃદ્ધિ જળવાય રહે છે.
જો ઘરની વહુએ શું કરવું વિષેની માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.