👉ભારત દેશમાં લગ્નને મહત્ત્વનું સ્થાન આપવામાં આવે છે. કોઈપણ જ્ઞાતિના લોકો હોય છોકરા કે છોકરીના લગ્ન રિત-રિવાજ સાથે ઉંમર થાય એટલે કરતાં હોય છે. તેમાં દરેક વિધિનું એક અલગ મહત્ત્વ રહેલું હોય છે. જ્ઞાતિ પ્રમાણે રિવાજો અલગ હોય છે. પરંતુ તેનો ધ્યેય એક છે બંને દંપતી ખુશી ખુશી લગ્ન જીવન પસાર કરે.
👉તે સિવાય વૈજ્ઞાનિક કારણો પણ જવાબદાર હોય છે જે તમને આજે જણાવીશું. કે તેનાથી જીવનમાં શું ફાયદા થાય છે. તો જાણીએ એવી કેટલીક વસ્તુ છે જે સ્ત્રીને લગ્ન પહેલા કે પછી કરાવે તો કેટલાક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે.
👉દરેક સ્ત્રીને લગ્ન સમયે પગના અંગુઠાની બાજુની આંગળી પર વેઢ પહેરાવાય છે. એટલે કે ટો રિંગ. જે વિજ્ઞાનની દ્રષ્ટિએ જણાવે છે કે તે આંગળીની એક નસ યુટેરસથી નીકળી રડાય સુધી પહોંચતી હોય છે. એટલે કે શરીરના પ્રજનન અંગોને સક્રિય કરે છે. તેનાથી મહિલાની માનસિક સ્થિતિ સક્રિય બને છે.
👉ચાંદી જમીનને અડતું હોવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થતો જણાય છે. એ ઉપરાંત મહિલાના પીરિયડ્સને પણ રેગ્યુલર કરવામાં મદદ કરે છે.
👉-મહિલાના હાથ, હૃદય અને મગજને જોડતી કેટલીક નસો રહેલી હોય છે કે જે હાથ અને પગની મહેંદી લગાવવાથી પ્રભાવિત થતા હોય છે. તે સિવાય મહેંદી પ્રકૃતિ ઠંડી હોવાથી મનનો તણાવ ઓછો કરે છે અને શરીરને ઠંડુ પાડે છે. એટલા માટે લગ્ન સમયે દુલ્હનને હાથ અને પગમાં મહેંદી મૂકવામાં આવે છે.
👉-તે સમયે દુલ્હનને સોના કે ચાંદીની બંગડી પહેરાવવામાં આવે છે. તેનાથી શરીરમાં જે નકારાત્મક ઉર્જા રહેલી હોય છે. તે દૂર કરે છે અને સકારાત્મક એનર્જી લાવવાનું કામ કરે છે આ બંને ધાતુ. આ બંગડી શરીરને ટચ થતી હોવાથી લોહીનું દબાણ દૂર થાય છે. એટલે કે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે.
👉-લગ્ન વિધીમાં સૌથી મહત્ત્વની વસ્તુ છે સિંદૂર. દરેક પરણિત સ્ત્રી માથા પર સિંદૂર લગાવતી હોય છે. હળદર, ચૂનો અને પારામાંથી બનેલી આ વસ્તુનું અલગ જ મહત્ત્વ હોય છે. આ ત્રણે વસ્તુને ફાયદો આપતું હોય છે. જેમ કે પારો શરીરમાં લોહીના દબાણને ઓછું કરે છે, તેથી બીપીની સમસ્યા થતી નથી. સિંદુર દરેક સ્ત્રીમાં કામેચ્છા ઉત્પન્ન કરતી હોવાથી અંગત સંબંધ ખુશીઓથી ભરેલા રહે છે.
👉-બધા જાણતા હોય છે કે લગ્ન સમયે અગ્નિ પ્રગટાવી ફેરા ફરવામાં આવતા હોય છે. લગ્ન મંડપમાં આ વસ્તુનું પણ ખાસ મહત્ત્વ છે. અગ્નિ પ્રજ્વલિત કરી તેમાં ચોખા, ચંદન, અને શુદ્ધ ઘી નો ઉપયોગ કરવામાં આવે છે. જે અગ્નિમાં હોમવામાં આવે તો લગ્ન મંડપ સિવાય આજુબાજુનું વાતાવરણ શુદ્ધ બને છે. સકારાત્મક ઉર્જા ફેલાય છે અને નેગેટિવિટીનો નાશ થાય છે.
👉આમ લગ્ન સમયે જે પણ રિવાજો કરવામાં આવે છે તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોઈને કોઈ મહત્વ રહેલું છે. આથી લગ્નની દરેક વિધિનો ફાયદો આપણને જરૂરથી થાય છે.
જો આ વિષેની માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.