તમે જાણતા હશો કે દરેક વ્યક્તિ પોતાના ઘરે મંદિરમાં દીવો કરે છે. કોઈ તેલનો દીવો કરે છે તો કોઈ ઘીનો દીવો કરે છે. દરેક પોતાની ઈચ્છા અનુસાર દીવો કરે છે. કોઈના ઘરમાં માતાજીની મૂર્તિ હોય કે ફોટો હોય, અથવા તો પોતાના ઇષ્ટદેવ ની સામે દીવો કરે છે. આ પણ પોતાની આસ્થા નો વિષય છે.
જો કે દરેક લોકો પોતાના ઘરમાં સવારે અને સાંજે ભગવાનને પ્રસન્ન કરવા માટે દીવો, અગરબતી તેમજ પૂજા પાઠ કરે છે. આ આપણી સંસ્કૃતિ છે. જેને પૌરાણિક સમયથી નિભાવવામાં આવી રહી છે. લોકો પોતાના ઘરમાં રહેલ મંદિરમાં સ્થાપિત ભગવાનની સમક્ષ દીવો કરે છે. પણ એક ખાસ વાત અહી એ કરવાની છે કે તમે દીવો તો કરો છો પણ આ દીવો તેલ કરો છો કે ઘી નો. એ મહત્વનું છે. એટલે કે આપણે બજારમાં વહેચાતા કોઈપણ ઘીનો દીવો કરીએ છીએ.
જો તમે ગાયના ઘીનો દીવો કરશો તો તેનાથી મંદિરની શોભા તો વધે છે પણ તમારા પરિવારમાં હંમેશ માટે શાંતિ તેમજ પરિવારના દરેક લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. હવે વાત કરીએ કે કોઈ લોકો પિત્તળના દીવામાં, કોઈ તાંબાના દીવામાં, કોઈ ચાંદીના દીવામાં દીવો કરે છે. પણ વધુ સારું એ છે કે તમે દીવો કરો એ માટીના કોડિયામાં દીવો કરો.
એમ કહેવાય છે કે દીવો કરવાથી ઘરમાં રહેલ અંધકાર દુર થાય છે. વડીલો કહે છે કે દીવો કરવાથી તમારામાં એક ઉર્જાનો સંચાર થાય છે અને તમે તેજસ્વી બનો છો. ઘણી વખત એવો વિચાર આવે છે કે આપણા વડીલોનું સ્વાસ્થ્ય ખુબ જ સારું હતું કે છે, અથવા તો તેઓ જલ્દી થાકનો અનુભવ નથી કરતા. તેઓ હંમેશા એક ઉર્જાથી ભરપુર રહેલ હોય છે. આનું કારણ શું છે.
તેનું કારણ એ છે કે તેઓ જયારે ભગવાન સામે દીવો કરતા એ ગાયના ઘી નો દીવો કરતા હતા, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય એકદમ સારું રહેતું હતું. જો કે હવે આ વાત ને વૈજ્ઞાનિકો એ પણ સાબિત કરી બતાવી છે. વૈજ્ઞાનિકો એવું કહે છે કે જો તમે ઘરમાં ઘીનો દીવો કરશો તો તમારું શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
એવું માનવામાં આવે છે કે જો તમે તેલનો દીવો કરો છો તેનાથી જે અસર ઉત્પન્ન થાય છે તે ઘરના વાતાવરણ માં 30 મિનિટ સુધી રહે છે. જયારે તમે ઘીનો દીવો કરો છો ત્યારે તેની અસર વાતાવરણ માં 3 થી 5 કલાક માટે રહે છે. સ્વાસ લેવામાં થતી તકલીફ વાળા દર્દી માટે આ દિવાની ઉર્જા વધારે ઉપયોગી બને છે.
આથી જ એમ માનવામાં આવે છે કે જો ઘરની અંદર ઘીનો દીવો કરવામાં આવે તો ઘણા પ્રકારના રોગોથી મુક્તિ મળી શકે છે. આ સાથે ઘરમાં રહેલ ખરાબ હવા કે પ્રદુષણ પણ દુર થાય છે. વૈજ્ઞાનિકો એ એવું સાબિત કર્યું છે કે ગાયના ઘી માંથી જે દીવો કરવામાં આવે છે અને તેનો ધુમાડો જે બહાર આવે છે તેમાંથી ઓક્સીજન પેદા થાય છે. આમ દુનિયમાં બે જ વસ્તુઓ ઓક્સીજન પેદા કરે છે એક છે વનસ્પતિઓ અને બીજું ગાયના ઘીનો દીવો. આથી જ મિત્રો હવે તમે પણ સવારે અને સાંજે ગાયના ઘીનો દીવો કરો અને તેનાથી તમને સ્વાસ્થ્ય લાભ થશે.
સાબિત કરવામાં આવેલૂ છે કે, ગાયના ઘી નો દીવો હવાને શુદ્ધ કરે છે તે માટે સૌથી જરૂરી છે કે ગાયના ઘી નો દીવો કરવો. રાયના તેલના દીવામાં પણ હવાને શુદ્ધ કરવાની ક્ષમતા રહેલી છે. આ તેલ કે ઘીનો ધુમાડો હવામાં રહેલ હાનીકારક તત્વોને ઘરની બહાર કાઢે છે. તેમજ ઘરની અંદર એક પ્રસન્નતાની ઉર્જા ઉત્પન્ન કરે છે. એનર્જી વધે છે, મગજ શાંત બની રહે છે તેનાથી મગજ તેજસ્વી થાય છે. આ સિવાય જો તમારા ઘરમાં કોઈ બીમાર હોય તો અથવા તમને કોઈ નાની મોટી બીમારી છે તો તે પણ દુર થાય છે.
ગાયના ઘી સાથે અંદર એક આખું લવિંગ રાખી પછી દીવો કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શરીરમાં પણ સારો પ્રભાવ પડે છે. આ સિવાય ગાયના ઘીમાં ચામડીને લગતા રોગ દુર કરવાના ગુણો પણ રહેલા છે. ગાયના ઘીનો દીવો કરો અને તેની વરાળ તમાર શરીર પર લાગે તેમ રાખો જેથી ચામડીમાં થતી નાની બીમારી દૂર થઈ જશે.
આમ ઘીનો દીવો કરવાથી બધા ઘરના સભ્યોને તેનો લાભ મળે છે. આથી તમે જો પૂજામાં ન બેસો તોપણ તેનો લાભ જરૂર થશે. આથી ઘરમાં હંમેશા ઘીનો દીવો અથવા તો રાયના તેલનો દીવો અવશ્ય કરવો જોઈએ. આમ જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ, શાંતિ, તંદુરસ્તી, બની રહે તો તે માટે જરૂરી છે કે તમે તમારા ઘરના મંદિરમાં ભગવાન સામે ગાયના ઘીનો દીવો અથવા તો સરસવના તેલનો દીવો જરૂર કરો. તેનાથી તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ બનશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.