ખાસ કરીને સ્કૂટી, એક્ટિવા જેવી બાઇકમાં ગિયર નથી આવતા એટલા માટે સ્ત્રીઓ, ગર્લ્સ અને વૃધ્ધ વ્યક્તિઓની પહેલી પસંદ હોય છે. આવી બાઇકની ફ્યુલ એવરેજ બીજી ગિયર વાળી બાઇક કરતાં ઓછી હોય છે. તેમ છતાં માર્કેટમાં આવી બાઈકની ખાસ ભૂમિકા જોવા મળે છે.
તો આજે આપણે આ સ્કૂટી તેમજ એક્ટિવ જેવી નોન-ગિયર બાઇકના કયા પાર્ટ ક્યારે બદલવા તે વિષે માહિતી આપીશું, જેનાથી તમે ક્યારેય મિકેનિક કે ગેરેજ વાળાની વાતોથી ભરમાઈ ના જાવ અને તમારું બાઇકનું બિલ પણ વધુ આવતા બચી જશે.. તો આવો જાણીએ કે કયો પાર્ટ ક્યારે બદલવો..
(1) એન્જિન ઓઇલ :- વાહન માટે જે સૌથી જરૂરી વસ્તુ છે. તે ઓઇલ છે. એન્જિન ઓઇલ 3 પ્રકારના હોય છે. જેમાં નોર્મલ મિનરલ ઓઇલ ,સેમી સિન્થેટિક ઓઇલ અને ફુલ્લી સિન્થેટિક ઓઇલ. આ બધા ઓઇલની અલગ-અલગ કિલોમીટર વાઇઝ કેપેસિટી હોય છે.
જેમાં તમે તમારા વાહનમાં નોર્મલ ઓઇલનો ઉપયોગ કરો છો. તો તમારું વાહન 2500 થી 3000 km સુધી ચાલે એટલે ઓઇલ ચેન્જ કરવું જોઈએ અને જો તમે સેમી સિન્થેટિક ઓઇલનો ઉપયોગ કરો છો તો તમારું વાહન 3500 થી 4000 હજાર કિલોમીટર ચાલે એટલે ઓઇલને ચેન્જ કરવું જરૂરી બને છે. હવે જો તમે વાહનમાં ફુલ્લી સિન્થેટિક ઓઇલનો ઉપયોગ કરો છો તો 4500 થી 5000 કિલોમીટર સુધી તમારું વાહન ચાલે એટલે ઓઇલને ચેન્જ કરવું જોઈએ.
(2) ડ્રાઇવ બેલ્ટ :- જેવી રીતે બાઇકમાં ચેન-ચક્કર આવે છે. એવી જ રીતે ગિયર વગરના સ્કૂટરમાં ડ્રાઇવ બેલ્ટ હોય છે. જેને પણ સમયસર બદલવામાં ન આવે તો પ્રોબ્લેમ થઈ શકે છે. આ ડ્રાઇવ બેલ્ટ આપણને દેખાતા નથી તેના પર કવર કરેલ હોય છે. એટલા માટે લોકો તેને ચેન્જ કર્યા વગર 50,000 કિલોમીટર સુધી ચલાવિ દેતા હોય છે. પરંતુ તેના લીધે તમારા વાહનની માઇલેજમાં ઘટાડો થાય છે. ઉપરાંત કંપની દ્વારા પણ જણાવવામાં આવે છે. કે ડ્રાઈવ બેલ્ટને 20,000 થી 30,000 km સુધીમાં ચેન્જ કરવો જોઈએ. (અલગ અલગ કંપની મુજબ)
(3) એર ફિલ્ટર :- આ પાર્ટ બધા વાહનોમાં મહત્વનો ભાગ ભજવે છે. આ પાર્ટ તો નાનો અને સસ્તો હોય પરંતુ તેનું મહત્વ વધારે હોય છે. જેથી તેને સમયસર બદલાવો જરૂરી હોય છે. આ પાર્ટ એન્જિનમાં જે એકઝોષ્ટ સિસ્ટમ હોય તેમાં બહારના વાતાવરણ માંથી હવા લઈને આ એર ફિલ્ટર દ્વારા તેને શુદ્ધ કરીને આગળ મોકલવામાં આવે છે. તે કારણે તેમાં વધુ ધૂળ જમા થાય છે. જો તેમાં વધુ ધૂળ જમા થતી હોય તો તેને 10,000 થી 15,000 કિલોમીટર સુધીમાં ચેન્જ કરી દેવું જોઈએ અને ધૂળનું પ્રમાણ ઓછું રહેતું હોય તો કંપનીના કહેવા અનુસાર 15,000 થી 20,000 કિલોમીટરની અંદર એર ફિલ્ટર બદલી નાખવું જોઈએ.
(4) બ્રેકના પટ્ટા :- આ પાર્ટ પણ વાહનમાં એક મહત્વનો ભાગ ભજવે છે. આ બ્રેકના પટ્ટાનું ચેન્જિંગ ટાઈમ તમારી હાંકણી અને તમે કેવા રસ્તા પર તમારું વાહન ચલાવો છો. તેના પર આધાર રાખે છે. ઉપરાંત બધા લોકોને અલગ-અલગ બ્રેક મારવાની રીત હોય છે. અમુક લોકો એકી હારે જટકામાં બ્રેક મારે છે તો અમુક લોકો ને વારં-વાર બ્રેક મારવાની ટેવ હોય છે. કંપની અનુશાર 15,000 કિલોમીટર પર બ્રેકના પટ્ટા ચેન્જ કરી નાખવા જોઈએ, પરંતુ ઘણી વાર ખરાબ રસ્તાના કારણે વધુ વાર બ્રેક મારવાની થતી હોય છે. તો 12,000 કિલોમીટર સુધીમાં પણ ચેન્જ કરવું જરૂરી બને છે.
(5) સ્પાર્ક પ્લગ :- આ પાર્ટ આપણા વાહનમાં ઘણો મહત્વનો હોય છે. પરંતુ અમુક લોકો તેના પર ધ્યાન આપતા નથી અને જ્યાં સુધી આ પાર્ટ ખરાબ થઈ જાય અને વાહનમાં પ્રૉબ્લેમ ન થાય ત્યાં સુધી તેમાં ધ્યાન આપવામાં આવતું નથી તેથી જ્યારે આપણે વાહન સર્વિસમાં આપવા જઈએ ત્યારે આપણે મેકેનિકને કહેવું જોઈએ કે પ્લગની કન્ડિશન જરૂર ચેક કરે જો ચેન્જ કરવાની જરૂર હોય તો કરી નાખવું. કંપનીના કહેવા અનુશાર સ્પાર્ક પ્લગને 12,000 થી 15,000 કિલોમીટર સુધીમાં ચેન્જ કરવો જોઈએ.
(6) ફોર્ક ઓઇલ :- આ ઓઇલ આપણા વાહનના સસ્પેન્સર (જંપર) મા નાની ટેન્ક હોય તેમાં રહેલું હોય છે. જો તેને સમયસર ચેન્જ કરવામાં ન આવે તો મુસાફરી સમયે તમને વધારે જટકા લાગશે અને સ્મૂધ રાઇડ નહીં થઈ શકે તેથી ફોર્ક ઓઇલને 25,000 કિલોમીટર બાદ ચેન્જ કરવી નાખવું જોઈએ.
(7) ટાયર્સ :-વાહનના ટાયર્સ સૌથી મહત્વના પાર્ટ હોય છે. જો તેને સમયસર ચેન્જ કરવામાં ન આવે તો પ્રોબ્લેમ્સ થઈ શકે છે. બધા પાર્ટને કિલોમીટર વાઇઝ ચેન્જ કરવામાં આવે છે. પરંતુ ટાયર્સને તેની કન્ડિશન આધારિત ચેન્જ કરવામાં આવે છે. જેને ચેક કરવા માટે તમારે ટાયર્સની ગ્રીપ કેટલી ઘસાઈ ગઈ છે. તે ચેક કરીને ટાયર્સ ચેન્જ કરવામાં આવે છે.
(8) બેટરી :- વાહનના આ પાર્ટને પણ ટાયર્સની જેમ કન્ડિશન મુજબ ચેન્જ કરવામાં આવે છે. બેટરીની કન્ડિશન જાણવા માટેની અલગ-અલગ રીત છે. જેમાં ઈગનીશન ઓફ હોય ત્યારે બેટરીના વૉલ્ટેજ કેટલા આઉટલેટ થાય છે અને ઇગ્નિશન જ્યારે ઓંન હોય ત્યારે બેટરી કેટલા વૉલ્ટેજ આઉટલેટ કરે છે. તે જાણીને બેટરીની કન્ડિશન આધારિત ચેન્જ કરવી જોઈએ.
(9) કારબોરેટર / ફ્યુલ ઈંજેક્ટર :-વાહનનો આ પાર્ટ સૌથી મહત્વનો છે. એટલા માટે કારબોરેટરને વાહનનું હદય માનવામાં આવે છે. આ પાર્ટને ચેન્જ કરાવવાની ખાસ જરૂર હોતી નથી પરંતુ સમયસર તેની સર્વિસ જરૂર કરાવવી જોઈએ, ઉપરાંત જો જરૂર ન હોય તો તેને ખોલવું ન જોઈએ.
(10) ઓઇલ ફિલ્ટર :- વાહનમાં ઓઇલ સમયસર ચેન્જ કરાવવું જોઈએ અને જ્યારે પણ ઓઇલ ચેન્જ કરાવો છો ત્યારે ઓઇલ ફિલ્ટર જરૂર ક્લીન કરાવવું જોઈએ. તેને ઓઇલની સાથે ચેન્જ કરાવવાની તો જરૂર રહેતી નથી પરંતુ તેની કન્ડિશન મુતાબિક ચેન્જ કરવું જોઈએ. ઉપરાંત કંપનીના કહેવા અનુશાર 10,000 કિલોમીટર બાદ ઓઇલ ફિલ્ટર ચેન્જ કરવું જરૂરી બને છે.
(11) બ્રેક ફ્લુઇડ :- જો તમારા વાહનમાં ડીશ બ્રેક હોય તો તેમાં બ્રેક ફ્લુઇડનો ઉપયોગ થતો હોય છે. કંપનીના કહેવા અનુસાર વર્ષમાં એક વાર અથવા 25,000 થી 30,000 કિલોમીટર બાદ બ્રેક ફ્લુઇડને ચેન્જ કરાવવું જોઈએ. ઉપરાંત જ્યારે પણ તમે વાહનને મેકેનિક પાસે સર્વિસ કરાવવા આપો છો. તો તેને જણાવવું કે બ્રેક ફ્લુઇડની વિસ્કોસિટી જરૂર ચેક કરે, જો તેની કન્ડિશન સારી ન હોય તો તમે ચેન્જ કરાવી શકો છો.
(12) ECU :- નવી ટેકનોલોજી આવી જવાથી વાહન બનાવતી કંપનીઓ નવા-નવા ફીચર્સ એડ કરતી હૉય છે. જેમાં હવે નવા વાહનોમાં ECU ( એન્જિન કંટ્રોલ યુનિટ ) આપવામાં આવે છે. જેને વારં-વાર ચેન્જ કરાવવાની જરૂરી નથી હોતી. પરંતુ મેકેનિકને તેની કન્ડિશન ચેક કરાવવી અથવા નવા અપડેટ આવ્યા હોય તો તેમાં કરવા જણાવવું જોઈએ.
(13) સર્વિસ :- તમારા વાહનનની સર્વિસ સમયસર કરાવવી જરૂરી હોય છે. આમ તો તમે બાઇક કેવી રીતે ચલાવો છો તેના પર સર્વિસ ક્યારે કરવી તે ખબર પડે છે પણ આમ જુઓ તો, 4-6 મહિને કે 5-10 હજાર km ચાલે એટલે સર્વિસ કરાવવી જોઈએ, તેમજ જો તમારી ગાડીમાંથી અમુક ખરાબ અવાજ આવે કે, તમને એમ લાગે કે એવરેજ ઓછી આપે છે અથવા બાઇક દબાઈને ચાલતી હોય ત્યારે સર્વિસની જરૂર પડતી હોય છે.
(14) કેબલ્સ :- વાહનમાં કેબલ્સ એક મહત્વનો ભાગ ભજવે છે. જેમાં કેબલ્સ અલગ-અલગ જગ્યાએ અલગ પાર્ટમાં લાગેલા હોય છે. જેમ કે લીવર કેબલ ,કલ્જ કેબલ , ચોક કેબલ જેને આપણે સમયસર ચેન્જ જરૂર કરાવવા જોઈએ. અમુક લોકો કેબલ્સ તૂટી જય ત્યાં સુધી ચેન્જ કરાવતા નથી જેના કારણે માઇલેજમાં ઘટાડો થાય છે અને જે વાહનનું પિક-અપ હોય છે. તેમાં પણ ઘટાડો થાય છે. જેના કારણે તમારું વાહન પેટ્રોલનો ઉપયોગ વધુ કરવા લાગે છે. તેથી કંપનીના મુતાબિક 40,000 કિલોમીટર બાદ કેબલ્સને ચેન્જ કરવા જોઈએ અમુક વાર કેબલ્સની કન્ડિશન ખરાબ થઈ ગઈ હોય તો 40,000 કિલોમીટર પહેલા પણ ચેન્જ કરી નાખવા જોઈએ.
આજે અમે તમને આ આર્ટીકલમાં વાહનના અલગ-અલગ પાર્ટસને ક્યારે ચેન્જ કરવા જોઈએ તે જણાવ્યું, તમે જો આ કન્ડિશન મુજબ પાર્ટસને ચેન્જ કરાવો છો તો તમારા વાહનનું પરફોમન્સ સારું રહે છે. તેમજ તમારા વાહનનું આયુષ્ય પણ વધી જાય છે.
જો એક્ટિવા-સ્કૂટીના પાર્ટસની આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.