આજે તમને એવો ઈલાજ બતાવીશું જેમાં કોઈપણ જાતનો ખર્ચ નહીં થાય અને તમારું શરીર પણ એક દમ તંદુરસ્ત બની જશે. શરીરમાં તમારા હાથ અને પગની અંદર રહેલા અમુક ખાસ પ્રકારના પોઈન્ટ કે જેને દબાવવાથી તમને અનેક પ્રકારના રોગથી છુટકારો મળી શકે છે.
એક્યુપ્રેશર પોઈન્ટ્સ પર દબાણ આપવાથી શરીરમાં ઉર્જાનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. સાથે પાચન સંબંધી સમસ્યાઓમાં પણ ઘણા ખરા અંશે સુધારો થાય છે. આપણું શરીર નખથી માંડીને શિખ સુધી એક સાથે જોડાયેલું છે. આ નસો, લોહી, મસલ્સ, કોશિકાઓ અને હાડકાઓથી બનેલું છે. એક જગ્યા પર પ્રેશર નાખવાથી અન્ય ભાગોમાં પ્રભાવિત થાય છે. પરંતુ ગમે તે જગ્યાએ દબાણ નાખવાથી ખરાબ અસર પડી શકે છે. તેના માટે યોગ્ય પોઈન્ટને યોગ્ય રીતે દબાવવો જોઈએ.
એક્યુપ્રેશરથી કઈ કઈ બીમારીઓ ઠીક થઈ શકે છે- તમારા હાથ અને પગની અંદર ઓછામાં ઓછા 38 પોઈન્ટ રહેલા છે. જેમાં કોઈપણ પોઈન્ટ દબાવવાનો હોય તે પોઈન્ટ પર 4-5 સેકન્ડ સુધી સતત પ્રેસ કરવું ત્યારબાદ તે દબાણને દૂર કરી દેવું ફરીથી આવી રીતે 1-2 વાર કરવું આ રીતે પ્રક્રિયા રિપીટ કરવાના કારણે તમારા શરીરની અંદર રહેલા કોઈપણ પ્રકારના દુખાવા દૂર થઈ જશે.
ખાસ કરીને પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યા દૂર કરે અને પાચનતંત્ર મજબૂત બનાવે છે. એ સિવાય કબજિયાત, પેટનો દુખાવો, માઈગ્રેન, સ્ટ્રેસમાં રાહત આપે, થાક અને માનસિક શાંતિ આપે વગેરે જેવી બીમારીઓ દૂર કરી શરીરને સ્વસ્થ રાખે છે આ એક્યુપ્રેશર પદ્ધતિ. નીચે જાણો ક્યાં દુખાવા અથવા કઈ સમસ્યા માટે ક્યો પોઈન્ટ દબાવવો જોઈએ..
માથાનો દુખાવો-માઇગ્રેન- અત્યારે આ દુખાવો સામાન્ય લાગે છે પરંતુ તે આગળ જતા ગંભીર બીમારીનું કારણ પણ બની શકે છે. તેના નિરાકરણ માટે ઘણા લોકો દવા લે છે પણ બહુ દવા ખાવી શરીર માટે નુકશાનકારક સાબિત થાય છે. તમે એક્યુપ્રેશરથી આ બીમારી દૂર કરી શકો છે. ઇન્ડેક્સ ફિંગર (પહેલી આંગળી) અને અંગૂઠાની વચ્ચે પ્રેશર પોઈન્ટ્સને દબાવશો તો જલદી રાહત મળશે.
પાચનતંત્ર મજબૂત બનાવવા- ઘણાખરાનું પાચનતંત્ર જન્મથી જ નબળું હોય છે. જેના કારણે તેમને ખોરાક પચતો હોતો નથી અને પછી વારંવાર ડાયેરિયા, અપચો, ગેસ, પેટ ફુલવા જેવી તકલીફ થવા લાગે છે. પાચનતંત્ર નબળું હોવાના કારણે ઘણી સમસ્યા થાય છે. તેના માટે તમે પગના તળિયામાં રહેલા એક્યુપ્રેશરને દબાવી શકો છો. તેનાથી ઘણો આરામ મળશે.
આ પોઈન્ટ પગના તળિયે આપણો અંગૂઠો અને પહેલી આંગળીની વચ્ચે નીચેની બાજુ અંગૂઠાની ગોળાય વાળો ભાગ જ્યાં આવે ત્યાં રહેલા હોય છે. આ પોઈન્ટને ઓછામાં ઓછી 2 મિનિટ સુધી દબાવો. અને દિવસ દરમિયાન અથવા એકસાથે 5થી8 વાર આ રીતે પોઈન્ટ દબાવી શકો છો. તેનાથી કબજિયાત, ગેસ, અપચો જેવી સમસ્યામાં રાહત મળશે.
પેટને લગતી સમસ્યા- મોટાભાગના લોકોને પેટની સમસ્યા થતી હોય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે પગના ઘૂંટણ (ગોઠણ)ની નીચે રહેલા એક્યુપ્રેશર પોઈન્ટ્સને દબાવો. આ પોઇન્ટને દબાવવાથી અપચો, પેટમાં ગેસ, એસિડિટીને લગતી જે કોઈ તકલીફ હશે તે દૂર થશે, સાથે પાચનતંત્ર પણ મજબૂત બને છે. પોઈન્ટ દબાવવા માટે હાથની આંગળીઓનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ગોળ ગોળ મસાજ કરવી.
હાથનો પોઈન્ટ મહત્વનો- હાથની હથેળી અને અંગૂઠાની નીચેના ભાગ બાજુ તર્જની આંગળીની પાસે એક બિંદુ રહેલું છે. તેને દબાવો, તેના પર અંગૂઠાની મદદથી 2થી 3 મિનિટ સુધી દબાણ આપી રાખવું. તેનાથી ગેસની સમસ્યામાં ઘણી રાહત મળે છે. પેટની સમસ્યા આ પોઈન્ટથી પણ દૂર કરી શકાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે.
મેદસ્વિતા ઓછી કરવા- વજન ઘટાડવા માટે જિમમાં જતા હોય છે અથવા ઘરે એક્સરસાઈઝ કરતા હોય છે. ઘણા લોકો સવારે વહેલા ઉઠીને વોકિંગ પણ કરતા હોય છે. પરંતુ તેનાથી પણ સરળ ઉપાય છે વજન ઓછું કરવાનો. કાનની બુટ્ટીના ભાગમાં આંગળીઓની મદદથી લગભગ 3 મિનિટ સુધી દબાવો. દરરોજ આ પોઈન્ટ દબાવવાથી તમારી ભૂખ કંટ્રોલ રહેશે અને તમે ઓવરઈટિંગથી બચી જશો. એનાથી તમારું વજન ઘટશે થશે.
સ્ટ્રેસથી રાહત મેળવવા- જેની પણ સાથે વાત કરીએ બસ ટેન્શન, ચિંતા કરતા જોવા મળે છે. સ્ટ્રેસમાંથી છુટકારો મેળવવા માટે કાનની નીચે ગરદનના હાડકાની વચ્ચે રહેલો પોઈન્ટ 1 અથવા 2ને હળવા હાથથી મસાજ આપો. 3 મિનિટ સુધી સતત હળવી મસાજ કરવાથી આ પોઈન્ટ્સ એક્ટિવ થઈ જાય છે અને તમારું બ્લડ પ્રેશર ધીરેધીરે ઓછું થવા લાગે છે. આ પોઈન્ટ્સ દબાવવાથી તમારું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં આવી શકે છે.
એક્યુપ્રેશર કરતી વખતે આ ભૂલો ન કરશો- આ ટેકનીકનો ફરક તમને ત્યારે જ જોવા મળશે જ્યારે તમે સાચી રીત અપનાવશો. તમને સાચા પોઈન્ટ્સની ખબર હોવી ખૂબ જ જરૂરી છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે. માટે જો આપને સાચા પોઈન્ટ ની જાણકારી નથી તો, તમે ઇન્ટરનેટ પરથી જાણી શકો છો અથવા કોઈ એક્સપર્ટ ની મદદ લઈને પણ આ પોઈન્ટ વિષે જાણી શકો છો. માટે એક્સપર્ટની સલાહ અચૂક લેવી જોઈએ. જેથી તમારી બીમારી પ્રમાણે પોઈન્ટ્સની સચોટ જાણકારી મળી શકે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.