વર્ષોથી ભારતમાં મહેંદીનો ઉપયોગ લગ્ન, તહેવાર કે અન્ય શુભ પ્રસંગોએ કરવામાં આવે છે. મહેંદી માત્ર હાથમાં લગાવવા પૂરતી જ નથી. તે વાળમાં લગાવવાના પણ અનેક ફાયદા થાય છે. મોટાભાગના લોકો હંમેશાં વાળનો રંગ અલગ કરવા માટે સફેદ વાળ કાળા કરવા માટે મહેંદી લગાવે છે. પરંતુ તમને જણાવી દઇએ કે મહેંદી વાળને કાળા તો બનાવે જ છે, સાથે સાથે વાળને પણ શાઈની બનાવે છે.
મહેંદી માથામાં ખોડો અને ખરતા વાળની સમસ્યાને દૂર કરે છે. મહેંદમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ રહેલો છે. જે માથાની ઉપરની ચામડીને ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. પરંતુ મહેંદી લગાવવાની પણ સાચી રીતે ખબર ન હોય તો વાળને સૂકા અને બે મોઢા વાળા કે રફ બનાવી શકે છે. તો ચાલો જાણીએ મહેંદી લગાવવાની રીત અને તેમાં કઈ વસ્તુ એડ કરવાથી વાળનો ગ્રોથ થશે. સાથે જે મહેંદીનું પેક લગાવીશું તે કેવી રીતે બનાવવું અને માથામાં કેવી રીતે લગાવવું તે પણ જણાવીશું.
મહેંદીનું હેર પેક બનાવવા માટે કઈ વસ્તુ જોઈએ- 1 નાનો ગ્લાસ પાણી, 2 ચમચી આંબળાનો પાઉડર, 2 ચમચી હર્બલ મહેંદી, 2 ચમચી ભૃંગરાજ પાઉડર, 2 ચમચી ગુલમહોરના ફૂલનો પાઉડર, 2 ચમચી શિકાકાઈ પાઉડર.
હવે જોઈશું પેક બનાવવાની રીત- કોઈપણ પેક લગાવીએ તેને થોડા કલાકો પહેલા પલાળવું જરૂરી હોય છે. અને તેને પલાળવા માટે લોખંડની વસ્તુ હોય તો વધારે સારો ફાયદો આપે છે. અને જો લોખંડની કડાઈ ન હોય તો બીજી વસ્તુનો ઉપયોગ કરી શકો છો. પરંતુ લોખંડની કડાઈ હોય તો તેનો જ ઉપયોગ કરવો. ખાસ કરીને આ પેક રાત્રે બનાવાનું રહેશે.
-એક ગ્લાસ પાણી કડાઇમાં નાખી ધીમા ગેસ પર મૂકો. પછી તેમાં 2 ચમચી આંબળાનો પાઉડર ઉમેરવો અને તેને હલાવો. 5 મિનિટ થાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દેવું. -એક દમ ઠંડુ થઈ જાય એટલે તેમાં હર્બલ મહેંદી અને ભૃંગરાજનો પાઉડર લગાવી બરાબર હલાવી મિક્સ કરવું. પછી તેમાં શિકાકાઈ પાઉડર ઉમેરવો.
-તેને પણ બરાબર હલાવવો. બધી વસ્તુ એડ કર્યા બાદ છેલ્લે તેમાં ગુલમહોર પાઉડર એડ કરવો. આ બધી વસ્તુને સારી રીતે હાથ અથવા ચમચી વડે હલાવી મિક્સ કરવી. જેથી તમારું પેક તૈયાર થઈ જશે. આ પેકને આખી રાત ઢાંકણ ઢાંકી મૂકી રાખવું.
-આ પેકમાં શિકાકાઈ પાઉડર, ભૃંગળાજ અને આમળા હશે જે વાળને લાંબા, ગ્રોથ, અને શાઈની બનાવશે. સ્કલ્પમાં આ પેક લગાવાથી વાળના મૂળને પોષણ મળશે જેનાથી નવા વાળ આવવા લાગશે. શિકાકાઈ પાઉડરથી વાળમાં ખંજવાળ આવતી બંધ થઈ જશે. વાળ મજબૂત પણ બનશે.
આ પેક કેવી રીતે વાળમાં લગાવશો
-પહેલા તો હેર કોરા હોવા જોઈએ અને વાળ 2 દિવસના કોરા હોય તો રાત્રે માથામાં કોઈ પણ તેલ નાખી થોડી મસાજ કરી લેવી જોઈએ. તેલ વાળના મૂળ સુધી પહોંચે તે રીતે લગાવવું. પેક તમારે રાત્રે તૈયાર કરવાનું રહેશે.
-સવારે ઉઠો ત્યારે હેર વોશ કરી નાખવા. ખાસ કરીને શેમ્પૂનો ઉપયોગ કરીને. વાળ એકદમ સૂકાય જાય ત્યાં સુધી કંઈ કરવાનું નથી. તે સૂકાય પછી વાળમાં ઘૂંચ કાઢી નાખી. પછી જ તેમાં હેર પેક મહેંદીનું જે બનાવ્યું છે તે નાખવું.
-હેર પેક વાળના મૂળમાં પહેલા લગાવવું અને વાળની એક એક લટ લઈ કાંસકાની મદદથી પાંથી પાડી માથાના દરેક ભાગમાં લાગી જાય તે રીતે લગાવવું. આ પેક કલાક કે બે કલાક સુધી માથામાં રાખવું. તે વધારે ન સૂકાય તેનું ખાસ ધ્યાન રાખવું. બે કલાકથી વધારે સમય ન રાખવું. વધારે સમય માથામાં રાખશો તો સૂકાવા લાગશે અને પછી તમારા હેર ખેંચાવા લાગશે. કેટલાક વાળ ધોતી વખતે તૂટી પણ શકે છે.
– એક કલાક જેટલો સમય પણ હેર પેક માટે પૂરતો હોય છે. પછી તેને ઠંડા પાણીથી સારી રીતે ધોઈ નાખવા જોઈએ. શિયાળો કે ચોમાસાની સીઝનમાં હુંફાળું પાણી કરી હેર પેક નાખવું.
-આ પેકમાં તમે બદામ વાળું તેલ પણ નાખી શકો છો. જે તમારા વાળમાં થયેલા ખોડાને ઝડપથી દૂર કરશે. આ પેક તમારા વાળને કુદરતી રીતે કાળા અને મજબૂત બનાવશે. અઠવાડિયામાં એક વાર હેર પેક નાખી શકો છો. જો સમય ન હોય તો પંદર દિવસે એક વખત તો મહેંદીનું પેક નાખવું જ જોઈએ.
જેથી તમારા વાળને પોષણ મળશે. સાથે ઉંમર ભલે વધશે પણ વાળ કાળા જ રાખશે. આ પેકથી વાળને લગતી જે કોઈ સમસ્યા હશે તે થોડા દિવસોમાં દૂર થવા લાગશે. તો આ પેક બીજા લોકો સાથે પણ શેર જરૂર કરજો, કે જેને વાળની કોઈ પ્રોબ્લેમ હોય.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.