💁♀️ જમવામાં જો આપણે પોષ્ટીક આહાર લઈએ તો આપણે રોગોથી મુક્ત અને તંદુરસ્ત રહીએ છીએ અને ઘણી શરીરની સમસ્યાઓ પણ થતી નથી એટલા માટે આપણે પોષ્ટીક આહાર લેવો ખૂબ જરૂરી બને છે. પરંતુ આજના સમયમાં બધી વસ્તુમાં કેમિકલ્સ અને પદાર્થની ભેળસેળને કારણે તેનું સેવન નુકશાનકારક હોય છે. તેથી ગુણકારી અને શુદ્ધ તત્વોવાળી વસ્તુ લેવી ખૂબ મોંઘી થઈ જતી હોય છે.
💁♀️ પોષ્ટીક આહારમાં મલ્ટીગ્રેન લોટ ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. પરંતુ બજારમાં આ વસ્તુ ખૂબ મોંઘી મળે છે. જેથી સામાન્ય લોકો આ મલ્ટીગ્રેન લોટ ખરીદી શકતા નથી. તેથી આજે અમે તમારા માટે એક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ. જેનાથી તમે તમારા હાથે ઘરે મલ્ટીગ્રેન લોટને બનાવી શકશો. તો જાણીએ કઈ રીતે ઘરે બનાવી શકાય છે મલ્ટીગ્રેન લોટને.
👉 મલ્ટીગ્રેન લોટનો અર્થ :- મલ્ટીગ્રેન લોટ એટલે કે, એકથી વધારે અનાજને પીસીને બનાવવામાં આવતો લોટ. જેથી બધા અનાજમાંથી મળતા પોષ્ટીક તત્વો શરીરમાં જશે અને શરીરને રોગો સામે રક્ષણ આપશે. ઉપરાંત શરીરમાં ઉર્જાને પણ બરકરાર રાખશે. હવે જોઈએ મલ્ટીગ્રેન લોટને બનાવવાની પ્રોસેસ.
👉 મલ્ટીગ્રેન લોટ બનાવવાની પ્રોસેસ :- મિત્રો, આ લોટની એવી ખાસિયત છે કે, તમને શરીરમાં જે સમસ્યા હોય તે નિવારવા માટે અલગ-અલગ મિશ્રણ દ્વારા બનાવી શકાય છે. તો હવે આપણે જાણીશું શરીરમાં કઈ તકલીફ હોય તો કેવા અનાજનું મિશ્રણ કરવું.
💁♀️ જો તમને ડાયાબિટિસની સમસ્યા હોય તો મલ્ટીગ્રેન લોટ તૈયાર કરવા માટે તમે સૌપ્રથમ 5 કિલો ઘઉ, 1.5 કિલો ચણા, 50 ગ્રામ મેથી, 500 ગ્રામ જવ, 50 ગ્રામ તજ આટલી વસ્તુ મિક્સ કરી અને ઘંટીમાં પીસી લોટ કરી લેવો. ત્યાર બાદ આ લોટની રોટલી બનાવી સેવન કરવામાં આવે તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
💁♀️ નાના બાળકોનો વિકાસ અટકી ગયો છે અને બાળક કૂપોષણ તરફ ધકેલાઇ રહ્યું છે. તો તમે તેની સમસ્યા દૂર કરવા મલ્ટીગ્રેન લોટ બનાવી શકો છો. તેના માટે તમારે 1 કિલો ચણા, 500 ગ્રામ જવ, 250 ગ્રામ ઘઉં મિક્સ કરી અને ઘંટીમાં પિસાવી દેવું. ત્યાર બાદ આ લોટની રોટલીનું સેવન બાળકને કરાવવાથી બાળકનો ઝડપી વિકાસ થશે.
💁♀️ ગર્ભવતી મહિલાઓ માટે પણ મલ્ટીગ્રેન લોટ ખૂબ ફાયદાકારક છે. તેમના માટે મલ્ટીગ્રેન લોટ બનાવવા માટે 5 કિલો ઘઉં, 1 કિલો સોયાબીન, 1.5 કિલો ચણા, 250 ગ્રામ તલ, 500 ગ્રામ જવ મિક્સ કરીને તેને ઘંટીમાં પીસી લેવું. ત્યાર બાદ આ લોટથી બનાવેલ રોટલી ગર્ભવતી મહિલાને ખવડાવવામાં આવે તો માતા અને બાળક બંનેનું સ્વાથ્ય સારું રહે છે.
👉 મલ્ટીગ્રેન લોટથી બનેલી રોટીલીના સેવનથી થતાં ફાયદા :- આ લોટથી બનેલી રોટલીનું સેવન તમે નિયમિત કરો તો તમારા શરીરમાં ઘટતા બધા પોષક તત્વો મળી રહેશે. ઉપરાંત તમારા શરીરને રોગો સામે પણ રક્ષણ આપશે.
💁♀️ જે લોકોને પેટની સમસ્યા અપચો, કબજિયાત રહે છે. તો તેઓ આ મલ્ટીગ્રેન લોટથી બનેલી રોટલીનું સેવન કરે તો તમને હંમેશા માટે પેટની બધી સમસ્યામાંથી છુટકારો મળી જશે. કારણ કે, આ લોટમાં સૌથી વધુ માત્રામાં ફાઈબર રહેલું હોય છે. જે પેટ માટે ખૂબ ફાયદાકારક હોય છે.
💁♀️ મલ્ટીગ્રેન લોટનું સેવન કરવાથી બાળકમાં કુપોષણ દૂર થાય છે. ગર્ભવતી મહિલાને શરીરમાં પોષક તત્વોની ઘટ્ટની પુર્તિ થાય છે. ઉપરાંત જે લોકોને દુબળા પણું હોય તેમણે આ લોટની રોટલીનું સેવન કરે તો તેમની સમસ્યામાંથી છુટકારો મળે છે. મલ્ટીગ્રેન લોટની રોટલીના સેવનથી ડાયાબિટીસ જેવા રોગોને પણ કંટ્રોલમાં રાખી શકાય છે.
👉 ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો :- જ્યારે પણ તમે મલ્ટીગ્રેન લોટ બનાવતા વખતે તમારે એક સાથે વધારે લોટ બનાવવાનો નથી. કારણ કે, બધા અનાજ વધારે સમય ભેગા રાખવાથી તે ખરાબ થઈ શકે છે. એટલા માટે તમારે 1 અઠવાડિયા માટે ઉપયોગ થાય એટલા પ્રમાણમાં જ લોટ બનાવવો તેથી લોટ ખરાબ થઈ જતો નથી.
જો મલ્ટીગ્રેન લોટ બનાવવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.