➡️ મોટાપો વધવાથી શરીર બેડોળ નથી લાગતું, પણ કેટલીય બીમારીઓથી પણ પરેશાન થવાતું હોય છે. શરીરમાં કેટલાક રોગોનું આગમન પણ તેનાથી થતું હોય છે. મોટાભાગના લોકો વધારે વજનથી પરેશાન હોય છે. સાથે કેલરી એટલી બધી વધી જાય છે કે તે ધીમેધીમે શરીરને અંદરથી ખરાબ કરવાનું કામ કરે છે.
- વજન ઘટાડવા માટેના બેસ્ટ 5 આયુર્વેદ ઉપાયો 👇
1️⃣ સમયસર જમવું- ઘણા લોકોને જમવાનો કોઈ સમય નક્કી હોતો નથી અને તેના કારણે જ શરીરમાં અનેક રોગો થતા હોય છે. આપણે જમવાનો એક સમય ફ્કિસ હોવો જોઈએ. સવારે સમયસર અને રાત્રે જમ્યાના બે કે ત્રણ કલાક પછી સૂવું જોઈએ. જેથી તમારો ખોરાક સારી રીતે પચી જાય અને વજન પણ વધશે નહીં. ટાઈમ પર જમવાના કારણે આપણે બીજો કોઈ વધારાનો ખોરાક ખાવાથી પણ બચી શકીએ છીએ.
2️⃣ પાણી પીવા માટેનો નિયમ બનાવો- ઘણા લોકોને જમ્યા પછી તરત પાણી પીવા જોઈતું હોય છે. જે શરીરને ખરાબ કરવાનું કામ કરે છે. તેના કારણે ખોરાક પચતો હોતો નથી. એટલા માટે તમે વજન ઓછું કરવા માગતા હોવ તો જમ્યાના અડધા કલાક પહેલા અને જમ્યા બાદ એક કલાક સુધી પાણી ન પીવું જોઈએ.
આપણા આયુર્વેદમાં પણ આમ જ કહેવાનું કરવામાં આવ્યું છે. આયુર્વેદમાં જમ્યા પછી તરત પાણી પીવું ઝેર સમાન માનવામાં આવે છે. શરીર માટે ગરમ પાણી બેસ્ટ માનવામાં આવે છે. જો તમે ઠંડુ પાણી પીશો તો લાંબા ગાળે નુકશાનકારક સાબિત થાય છે.
3️⃣ ધીમેધીમે જમવું- સમયના અભાવે અથવા જમવાની કેટલીક આદતોના કારણે મોટાભાગના લોકો એટલું ઝડપી જમતા હોય છે કે આપણને ઘણી વખત એમ થાય કે બસ આટલું જમીને ઉભા થઈ ગયા, પરંતુ સૌથી વધારે ખોરાક તે લેતા હોય છે. વધારે જલદી ખાવાના કારણે પણ અમુક વાર ઓવર ઇટિંગ થઈ જતું હોય છે. તમે જમવા બેસો એટલો થોડો સમય લઈને ઓછામાં ઓછો એક કોળીયો 15થી 20 વખત ચાવવો જોઈએ. જેથી પાચનતંત્ર સારું રહે છે.
4️⃣ દિવસમાં કેટલી વખત ખાવું – બને તો દિવસમાં થોડા થોડા સમયે થોડો થોડો ખોરાક લેવો જોઈએ. જેથી ખોરાકનું પાચન સરળતાથી થઈ જાય અને વધારે ખાવાથી ગેસ, અપચો, એસિડીટી જેવી કોઈ સમસ્યાથી બચી શકો છો. કોઈ પણ ખોરાક હોય તેને બે પાર્ટ વહેંચીને ખાવો, જેથી શરીર માટે અસરકારક નીવડશે.
5️⃣ સંતુલિત ખોરાક- ખોરાક હંમેશાં તમારા શ્રમને આધારે લેશો તો કોઈપણ પ્રકારનું શરીરને નુકસાન નહીં થાય અને વજન પણ વધશે નહીં. તમારે દિવસ દરમિયાન શ્રમ કરવાનો હોવાથી તે પ્રમાણેની કેલરી લેવી જોઈએ. અને રાત્રીના સમયે થોડા કલાકોમાં સૂઈ જવાનું હોવાથી પ્રમાણમાં સંતુલિત આહાર લેવો જોઈએ. તમને ભૂખ લાગે તેટલું જ ખાવું જોઈએ. અથવા તેનાથી સહેજ ઓછું જમશો તો ચાલશે. જેથી વજન નિયંત્રણમાં રહેશે અને બીજો કોઈ પ્રોબ્લેમ થશે નહીં.
👉 આ સાથે બીજા પણ કેટલાક નિયમો છે જેના દ્વારા તમે વજન ઘટાડી શકો છો. 👇
👉 (1) કોઈ પણ વસ્તુ શેકવા માટે નોન સ્ટીકનો ઉપયોગ કરો જેથી તેમાં તેલનું પ્રમાણ વધારે આવતું નથી. અને તેલના ઓછા ઉપયોગથી વજન ઘટશે. (2) ભોજનમાં પ્રોટીન, વિટામિન અને ફાઇબર વધારે માત્રામાં લેવા.
👉 (3) હંમેશાં જમ્યા પછી થોડા સમય માટે ચાલવું દિવસે અને રાત્રે જમ્યા પછી ક્યારેય સૂઇ ન જવું જોઈએ. થોડો સમય વોક કરવું અને વજ્રાસનમાં બેસવું, જેથી તમારા ખોરાકનું પાચન થઈ જાય. (4) જમવામાં શાકભાજી વધારે ખાવા જે શરીરને સ્વસ્થ રાખશે અને શરીરનું ફેટ ઘટાડશે. લીલા શાકભાજી, સલાડ, ફળ સારી માત્રામાં લેવા જોઈએ.
👉 (5) ફેટ વધે તેવી વસ્તુઓનું પ્રમાણ ઓછું કરવું. (6) જંકફૂડ, આલ્કોહોલ, મીઠાઈઓ, કોલ્ડ ડ્રિંક્સ વગેરેને દૂર રાખવા જોઈએ. વધારે પડતા આઇસક્રિમના સેવનથી પણ વજન વધતું હોય છે.
👉 (7) વજનને નિયંત્રણમાં રાખવા માટે, આહારમાં બદામ અને અખરોટ જેવા ડ્રાયફ્રૂટનો સમાવેશ કરો. બદામ-અખરોટમાંથી પ્રોટીન અને ફાઈબર મળશે. જેથી ભૂખ ઓછી લગાડશે, જેથી તમે વધારાનો ખોરાક ખાશો નહીં.
🧘 વજન ઓછું કરવા આ પ્રકારના આસાન કરો- 👇
🚶♀️ વોકિંગ- નિયમિત વોકિંગ કરવાથી તમારું શરીર ઘટવા લાગે છે. જો તમે રોજ દોડવાની શરૂઆત કરશો તો પણ શરીરની કેલરી બર્ન થશે અને શરીરમાં જમા થયેલી વધારાના ચરબી ઘટવા લાગશે.
🏊♀️ સ્વીમિંગ- સ્વીમિંગ પણ વ્યાયામનો એક ભાગ ગણાય છે. તમે નિયમિત 30 મિનિટ સુધી સ્વીમિંગ કરશો તો વજન કંટ્રોલમાં રહેશે અને વધારાની ચરબી દૂર થશે.
💪 પુશઅપ- કેટલાક લોકો પુશઅપ કરતા હોય છે. જેનાથી વજનમાં ઘટાડો થાય છે. તેની સાથે સાથે સ્નાયુઓ પણ મજબૂત બનતા હોય છે.
🤸♀️ દોરડા કૂદો- દોરડા કૂદવાથી ઝડપથી તમારું વજન ઘટવા લાગશે. દોરડા કૂદવા એ બેસ્ટ ઓપ્શન ચે વજન ઘટાડવા માટેનો. દરડા કૂદવાથી માત્ર વજન ઘટતું નથી, આખા શરીરનું વ્યાયામ થતું હોય છે.
⛹️♂️ ઉઠ-બેસ- આપણે વજન ઓછું કરવા માટે ઉઠ બેસ કરતા હોઈએ છીએ. ઘણા લોકોને એક્સરસાઈઝ માટે સમય મળતો ન હોવાથી ઘરમાં કચરાં-પોતા દ્વારા ઉઠ-બેસ કરીને વજન ઘટાડે છે. તે પણ એક પ્રકારની એક્સરસાઈઝ જ ગણાય છે.
🚴♀️ સાયકલ ચલાવો- જે લોકો દરરોજ સાયકલ ચલાવતા હોય છે. તેમનું શરીર ક્યારેય વધશે નહીં. તેમના શરીર પર ચરબીના થર પણ જમા નહીં થાય. માટે સાયકલિંગથી પગની તો કસરત થશે જ સાથે વધારાની કેલરી પણ બર્ન થશે. જેથી તમે થોડા દિવસમાં પાતળા થઈ જશો.
- વજન માટે વ્યાયામની સાથે યોગાસન પણ છે જરૂરી 🧘👇
🧘 ભુજંગાસન- ભુજંગાસનથી પેટની માંસપેશીઓ અને છાતીના સ્નાયુઓ પણ ખેંચાતા હોય છે. જેના કારણે પેટની ચરબી ઘટવા લાગે છે. ઘણા લોકોને બેક પેઈનનો પ્રોબ્લેમ હોય છે. જે ભુજંગાસનથી સરળતાથી દૂર કરી શકાય છે. જો તમે પેટની આજૂબાજૂ જામેલી ચરબી દૂર કરવા માગતા હોવ તો 13થી 30 મિનિટ સુધી રોજ ભુજંગાસન જરૂર કરવું જોઈએ.
🧘પશ્ચીમોસ્થાન- પેટ લચી પડ્યું હોય અને ઓછું કરવા માગતા હોવ તો આ આસન જરૂર કરવું જોઈએ. આ પ્રકારના આસનથી પેટ અને પીઠની ચરબી ઘટવા લાગે છે. પરંતુ નિયમિત આ આસન કરવું જોઇએ. કમરના દુખાવા માટે પણ ઘણું લાભદાયી છે આ પશ્ચીમોસ્થાન.
🧘 બટરફ્લાય- બટરફ્લાય આસનથી પેટ અને સાંથળ પર જામેલી ચરબી ઓછી થાય છે. જે તમે સાંથળ પર જામેલી વધારાની ચરબી ઓછી કરવા માગો છો તો રોજ સવારે બટરફ્લાય આસન કરવું જોઈએ.
🧘 ધનુરાસન- ધનુરાસનથી શરીરના જે પણ ભાગમાં ચરબી જામી હશે તે ઓછી થઈ જશે. સાથળ, પેઢુ, છાતી, નિતંબ વગેરે જગ્યા પર વધારાની ચરબી જમા થતી હોય છે. અને તે ધીમેધીમે ઓછી થવા લાગતી હોય છે.
વધારે પડતા વજનને ઘટાડવા અને કંટ્રોલ કરવા માટે અનેક ઉપાયો ઉપલબ્ધ છે. જ્યારે વજનને કંટ્રોલ કરવા માટે ઘણા લોકો દવાઓનું પણ સેવન કરતા હોય છે. પણ તેની આડઅસર થતી હોય છે. અને બીજા રોગ નોતરે છે. માટે તમે ઘરેલુ અને આયુર્વેદિક ઉપચાર કરીને સારું પરિણામ મેળવી શકો છો.
🚗 તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.