🛀આપણા ધાર્મિક શાસ્ત્રોમાં દરેક વસ્તુનું મહત્ત્વ હોય છે. જે પણ વસ્તુ કરીએ છીએ તેની પાછળ કોઈને કોઈ કારણ જવાબદાર હોય છે જ. તેવી જ રીતે ચાણક્યે સમાજ માટે વાતો કહી છે. તે ખરેખર સમજવા જેવી છે. ચાણક્ય નીતિ એટલે તેની આગળ કોઈનું ન ચાલે તેમ કહેવાય છે. ચાણક્યે માણસનું જે જીવન છે તેના પર કેટલીક વાતો કહી છે.
🛀પરંતુ તેની પાછળ સચોટ કારણ શું છે તે જાણતા હોતા નથી. તો આજે એવી વાત જણાવશું જેના વિશે વિચાર્યું પણ નહીં હોય. જેમ કે કોઈપણ કાર્ય કર્યા પછી આપણે શા માટે સ્નાન કરતાં હોઈએ છીએ. તેનું વિજ્ઞાનની દ્રષ્ટિએ અને ધાર્મિક રીતે પણ કારણ છે. 🛀ચાણક્ય આ વાત પર ખાસ ભાર મૂકે છે. તેનાથી માણસના જીવન પર સારી અસર પડતી જોવા મળે છે. તો ચાલો જોઈએ એવા ક્યા 4 કાર્યો છે જેના પછી ખાસ સ્નાન કરવું જોઇએ.
🛀(1) તેલ માલિશ પછી- ઘણા લોકો ઘરે તેલ માલિશ કરાવતા હોય છે. જેનાથી શરીર આંતરીક રીતે મજબૂત બનતું હોય છે. સ્કીન પર સોફ્ટ બને છે. પરંતુ ચાણક્ય માને છે કે તેલ માલિશ કરાવવાથી આપણું શરીર અપવિત્ર થઈ જાય છે. જેના કારણે સ્નાન કરી પવિત્ર બનાવવું જોઇએ. તેલ માલિશ શિયાળામાં શરીર માટે ખૂબ જ લાભદાયી છે. તેનાથી શરીરના ઘણા અંગ સક્રિય થઈ જતાં હોય છે. તો આપણા શરીરને શુદ્ધ કરી લેવું જોઈએ.
🛀 (2) સહવાસ પછી- દરેક દંપતીએ સહવાસ પછી અચૂક સ્નાન કરી લેવું જોઈએ. કેમ કે ત્યાર બાદ આપણે અજાણતાં કેટલાક પવિત્ર કાર્ય કરતાં હોઈએ છીએ. તેથી સ્ત્રી કે પુરુષે સહવાસ પછી જરૂર સ્નાન કરી લેવું જોઈએ. બને તો સાંજના સમયે સહવાસ ન કરવો જોઈએ. કેમ કે લક્ષ્મીજીને ઘરમાં પ્રવેશવાનો યોગ્ય સમય ગણવામાં આવે છે. તેમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે સહવાસ બાદ શુભ કાર્ય કરવાનું હોય તો જરૂરથી સ્નાન કરી લેવું જોઈએ.
🛀 (3) અગ્નિદાહ પછી– ચાણક્ય જણાવે છે કે અગ્નિ સંસ્કાર પછી ખાસ કરીને સ્નાન કરવું જોઈએ. કેમ કે તમે જ્યારે સ્મશાનમાં જાવ ત્યારે કેટલીક નકારાત્મક ઉર્જા કે પ્રેત્માત્મા. તમારા શરીર તરફ આકર્ષાય છે. અથવા અંદર પ્રવેશ પણ કરતી હોય છે.
🛀આ કારણે આપણા તન અને મનની સ્થિતિ બગડી જાય છે. કેટલીક વખત માણસ માનસિક સંતુલન પણ ખોઈ બેસે છે. તેથી ખાસ કરીને નેગેટિવ ઉર્જા દૂર થઈ જાય તેના માટે સ્નાન કરવું જોઈએ. 🛀- બીજું કે સ્મશાનમાં જે ધુમાડો થતો હોય છે, તેમાં રહેલા બેક્ટેરિયા હોય છે. જે શરીર પર ચોંટે છે. અને તેનાથી શરીર ખરાબ થતું હોય છે. શરીરને તેનાથી નુકશાન પણ પહોંચે છે. માટે મૃત્યુના અવસર બાદ ઘરે આવી સ્નાન કરી લેવું જોઈએ.
🛀 4 -(1) વાળ કપાવ્યા-ઘણી વખત આપણે વાળ કપાવીને આવીએ ત્યારે માત્ર શર્ટ કે ટી-શર્ટ કાઢી નાખતાં હોઈએ છીએ. તેનાથી કંઈ વળતું નથી. વાળ કપાવીને આવો કે તરત સ્નાન કરી લેવું જોઈએ. જેથી કાપેલા વાળ ઘરમાં બીજી કોઈ જગ્યાએ ચોંટે નહીં અને ઘણી વખત ઝીણા વાળ જમવામાં આવે તો ખોરાક ખરાબ કરે છે. પેટમાં જાય તો નુકશાન થતું હોય છે.
🛀 4- (2) મુસાફરી કરીને આવો ત્યારે– મોટાભાગના લોકો લાંબી મુસાફરી કરીને આવે તો પણ માત્ર હાથ-પગ ધોઈ નાખતાં હોય છે. તેવું ન કરવું જોઈએ કેમ કે આપણે લાંબી મુસાફરી કરીને ઘરમાં આવીએ ત્યારે બહારની ધૂળ, બેક્ટેરિયા, માટી વગેરે શરીરને ચોંટેલા હોય છે. જો સ્નાન ન કરવામાં આવે તો તે બેક્ટેરિયા શરીર પર ચોંટેલા રહે અને શરીરને ગંદુ કરતાં હોય છે. જેનાથી સ્કીન પ્રોબ્લેમ ઘણી વખત થતાં હોય છે.
🛀-તે સિવાય આપણે મુસાફરી દરમિયાન ઘણી એવી જગ્યાએથી પસાર થતાં હોઈએ છીએ. જ્યાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. ત્યાંથી પસાર થતી વખતે આપણી સાથે આવી જાય છે. અને ઘરમાં પ્રવેશતી હોય છે. આવું ન થાય તેના માટે મુસાફરી કરીને આવો ત્યારે જરૂર નાહી લેવું જોઈએ. જેથી તન એકદમ સ્વસ્થ થઈ જાય.
જો જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.