શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે બપોરે સૂવાથી જીવનમાં વાત દોષ થાય છે. તેથી વ્યક્તિએ આ સમયે સૂવું જોઇએ નહીં. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ઉર્જા આપતા સૂર્ય જાગતા હોય, ત્યારે આ સ્થિતિમાં આપણું સૂવું યોગ્ય નથી.
આયુર્વેદમાં પણ બપોરે જમ્યા પછી સૂવું ન જોઈએ. તેવું કહેવામાં આવ્યું છે. અને જો સૂવું હોય તો બેઠા બેઠા થોડો સમય ઝોકા ખાઇ શકો છો. પરંતુ તેની રોજ આદત પાડવી એ ખોટી બાબત છે. તેનાથી શરીરમાં અનેક રોગ જન્મે છે. અને અમુક બીમારીઓ માટે લાઇફ ટાઇમ દવા લેવી પડતી હોય છે. બપોરે સૂવાથી ખોરાકનું પાચન થતું નથી. અને તેના કારણે કબજિયાત, ગેસ, અપચો, ડાયાબિટીસ, મેદસ્વીતા જેવા ઘણા રોગો થવા લાગે છે.
તેથી આજે તમને જણાવીશું કે કેવા સમયે અને કેવી રીતે સૂવું જોઇએ. બપોરે સૂવું હોય તો કેટલું સૂવું અને ક્યાં સમયે સૂવું અને કેટલો સમય સૂવું. તો વાંચી લો નીચે સુવાના ગોલ્ડન નિયમો.
- બપોરે સૂવાના 3 ગોલ્ડન નિયમ (જાણો કેવી રીતે દિવસે સૂવું જોઈએ)
(1) સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે દિવસે 60 મિનિટથી વધુ ઉંઘવું જોઇએ નહીં, અને બપોરે જમ્યાના એક કલાક બાદ જ સૂવું જોઇએ. પણ જો તમે ના સુવો તો વધુ સારું કહેવાય.
(2) જમ્યાના થોડા સમય બાદ થોડું ચાલવું જોઇએ, જેથી ખોરાક બરાબર પચી જાય. જેથી ગેસ, કબજિયાત, અપચા જેવી કોઇ સમસ્યા ન રહે. આયુર્વેદમાં પણ કહ્યું છે કે જમીને તરત ન સૂવું જોઇએ. જો કોઈ વખત વધુ કામ કરીને થાકી ગયા હોવ તો થોડો સમય શરીરને આરામ મળે તે માટે 15 મિનિટ સૂવું, પરંતુ તેનાથી વધુ સમય ક્યારેય ન સૂવું જોઇએ.
(3) જો તમે અમુક માનસિક ઠકાન વાળું કામ કરતાં હોવ, અથવા એવું કામ કે જેમાં અતિશય થાક લાગતો હોય તો, તમે પાવર નેપિંગ (એટ્લે કે, 10-30 મિનિટ સુધી નું જોકું ખાઈ શકો છો.) જેનાથી તમારો થાક ઉતરી જશે અને નવી સ્ફૂર્તિ શરીર માં આવી જશે.
જો, તમે બપોરે સૂયા વગર કામ કરી શકો તો આ ગોલ્ડન નિયમો કરતાં પણ સારું કહેવાય. પણ ઉપર જણાવ્યુ એ મુજબ તમારું કામ હોય તો ઉપરના નિયમો અનુસાર તમે થોડું સૂઈ શકો છો. પણ વધુ સમય સૂતા રહેવું નહીં. નહીં તો તમને તેની આદત પડી શકે છે.
- દિવસે વધુ સૂવાથી શરીરમાં શું શું પ્રોબ્લેમ થાય છે તે જાણો.
મોટાભાગના લોકો અત્યારે બપોરે ટાઇમ પર આરામ ફરમાવતા હોય છે. અમુક લોકો તો એવું પણ કહેતા હોય છે કે મને તો બપોરે સૂવા જોઇએ જો ન સૂવું તો માથું દુખે અથવા મુડ નથી આવતો વગેરે. પરંતુ આયુર્વેદમાં કહે છે કે જે લોકો બપોરે સૂવે છે તેને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. માઇગ્રેન, અપચો, આળસું શરીર, પિત્ત, કફ, ત્વચાના રોગો, અર્થરાઇટિસ જેવી સમસ્યા થાય છે.
જે લોકોને કફની સમસ્યા રહેતી હોય છે તેમણે ઉનાળાની ઋતુમાં દિવસ દરમિયાન બિલકુલ ન સૂવું જોઇએ. કફ ધરાવતા લોકો સુસ્ત હોય છે. આ પ્રકૃત્તિના લોકો દિવસ દરમિયાન સૂઇ જાય તો કફ વધે અને પાચન યોગ્ય રીતે થતું નથી. આ કારણોને લીધે લોકોમાં સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ વધે છે. નાડીમાં અવરોધ અને શરીરમાં અનેક જગ્યા પર સોજા આવે છે.
એક યુનિવર્સિટીના અધ્યનમાં કહ્યું છે કે, જે લોકો બપોરે એક કલાક કરતા વધારે ઉંઘ લે છે. તેમને ટાઇપ-2 ડાયાબિટીસનું 45 ટકા જોખમું રહે છે. જો તમને રાત્રે ઉંઘ નથી આવતી, તો તમારે દિવસ દરમિયાન સૂવાથી બચવું જોઇએ. કેટલાક નિષ્ણાતો માને છે કે 50 ટકા લોકોને દિવસ દરમિયાન સૂવાથી ફાયદો થતો નથી.
કેટલાક લોકોને બપોરે જમ્યા બાદ તરત પથારી અથવા બેડ યાદ આવવા લાગે છે. જે તેમના માટે ખતરનાક સાબિત થાય છે. હૃદયરોગનું જોખમ વધે છે, શરીરમાં મેદસ્વિતા, ડાયાબિટીસ, પેટને લગતી સમસ્યા વગેરે જેવા રોગ થવા લાગે છે. જેથી બને તો બપોરે આરામ માટે થોડો સમય પથારીમાં સૂવું પરંતુ બે કે ત્રણ કલાક ઉંઘ લેવી જીવલેણ સાબિત થાય છે.
- કેવા લોકો બપોરે સૂઇ શકે- અથવા કેવા લોકોએ બપોરે સૂવું જોઈએ.
જે લોકો જોબમાં નાઇટશિફ્ટ કરીને આવ્યા હોય અથવા શારીરિક શ્રમ, માનસિક શ્રમ વધારે પડતો રહેતો હોય તેવા વ્યક્તિએ બપોરના સમયે થોડો સમય સૂઇ જવું જોઇએ. એ સિવાય નાનું બાળક છે તે સવારે વહેલા સ્કૂલે જાય એટલા માટે તે સૂવે રમીને થાકી જાય ત્યારે પણ તે સૂવે છે. ઘડપણની શરૂઆત થતા ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હોય છે કે રાત્રે ઉંઘ જ નથી. તે લોકો દિવસ દરમિયાન ગમે ત્યારે સુઇ જાય છે.
કેટલાક એક્સપર્ટ માને છે કે ગરમીમાં થોડો સમય સૂવું જોઇએ. પણ જે લોકો વધારે પડતા મેદસ્વિતા ધરાવે છે, ગેસની સમસ્યાથી પીડાય છે, અથવા બહારનાં પીઝા, પાસ્તા, મન્યુરિયન ખાય તેવા લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઇએ.
આપણા શરીરને સરેરાશ એક દિવસમાં એટલે કે 24 કલાકમાં 8 કલાકની ઉંઘની જરૂર છે. જે બપોરે સુવાથી પૂર નથી થતી અને તમે રાત્રે આરામથી સૂઈ શકો છો. એ સિવાય 7-8 કલાકથી વધારે ઉંઘ પણ તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. વધારે સૂવાથી મગજ પર તેની અસર પડે છે.