👩🦰🤷♀️ આજકાલ દરેક મહિલાઓની તકલીફ હોય છે કે તેઓ ખૂબ જ જાડા થઈ ગયા છે, અને તેમની ત્વચા પણ ખૂબ જ ડલ પડી ગઈ છે. તેઓ પોતાના બાળક તથા પતિની પાછળ જ એટલા વ્યસ્ત થઈ જતા હોય છે કે તેઓ પોતાના માટે સમય કાઢી શકતા જ નથી. અને તેના જ કારણે તેમની ત્વચા ઉપર કરચલી પડી જાય છે. પરંતુ અમે અહીં તમને અમુક એવી પધ્ધતિ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે ૪૫ વર્ષના હશો તો પણ ૨૫ વર્ષના દેખાઈ શકો છો.
🤷♀️ આ પધ્ધતિ છે ભારતીય ઋષિઓ દ્વારા શોધાયેલા આસન, સ્ત્રીઓ માટે ખાસ 4 આસન લાવ્યા છીએ, જેનો અભ્યાસ દરેક સ્ત્રી ફક્ત 10-15 મિનિટ કાઢીને રોજ કરવા લાગે તો, વગર ખર્ચે પોતાની ઉંમરની સ્ત્રીઓ કરતાં સુંદર અને યુવાન અવશ્ય દેખાવ લાગશે. પણ આ આસાન તમારે નિયમિત કરવા પડશે – બસ આ નાનકડી શરત છે. તો આવો જાણીએ આ 4 ચમત્કારી આસનો. 🧘♀️
1️⃣ સર્વાંગાસન 🧘♀️–આ આસન કરવાથી આપણા મગજમાં લોહીનો પ્રવાહ ખૂબ જ યોગ્ય રીતે થાય છે, અને તેનાથી ઢીલી થઈ ગયેલી ત્વચામાં કસાવ આવે છે અને કરચલી દૂર થઈ જાય છે. જે સ્ત્રીઓ માટે ખૂબ જરૂરી છે.
સર્વાંગાસન કરવાની રીત🤸- આ આસન કરવા માટે સૌપ્રથમ સવાસન ની સ્થિતિમાં સૂઇ જાઓ ત્યાર બાદ તમારા બંને પગને સીધા રાખો. 👉 તમારી કોણે શરીરને અડકાડીને રાખો અને બંને પગના ઢિચણ વાળ્યા વગર ઉપરની તરફ 90 ડિગ્રી ઉપર લઇ જાવ.
👉હવે હાથ ને ટેકો આપો અને શરીરને ઉપરની તરફ સ્થિર કરો. 👉 ત્યારબાદ તમારા પગના પંજાને સીધા કરીને દાઢી છાતીને અડકાડો અને બધું જ વજન ખભા તથા ગરદન પર લાવો. થોડીવાર રોકાઇને ફરી પાછા આવો. ફરીથી પહેલાની સ્થિતિમાં આવવા માટે માથાની પાછળની તરફ ઝુકાવો તથા હાથને સીધો કરો. 👉 હાથ નો આધાર લઈને સંપૂર્ણ શરીરને નીચે લાવો અને પગને ધીમેથી નીચેની તરફ લાવો.
📌 નોંધ: આ આસન બાર વર્ષથી ઓછી ઉંમરના બાળકે કરવું જોઈએ નહીં, અને જો કરે છે તો વધુ સમય માટે રોકાવું જોઈએ નહીં, તથા હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ અને જેમની આંખો નબળી છે તેમને આ આસન કરવું જોઈએ નહીં.
2️⃣ હલાસન 🧘♀️– આસન કરવા માટે સૌ પ્રથમ જમીન પર સવાર સવારમાં સૂઈ જાઓ ત્યાર બાદ તમારા બંને પગને સીધા રાખો. – હવે તમારી હથેળી ને તમારા કમર ના ભાગ પાસે રાખો અને મોને આકાશ તરફ રાખીને તમારા સંપૂર્ણ શરીરને ઢીલું કરી દો.
હવે શ્વાસ અંદર લો અને પેટને દબાવીને તમારા પગને ઉપરની તરફ ઉઠાવો. 👉 હવે તમારા બંને પગને 90 ડિગ્રી નો ખૂણો બને તે સમયે શ્વાસ છોડો. હવે તમે સર્વાંગાસન ની સ્થિતિમાં આવ્યા પછી તમારા બંને પગને માથાની પાછળ અને જમીન ઉપર ટકાવી રાખો.
👉 તમારા કમર અને પીઠને પાછળની તરફ લઈ જવા માટે હાથનો સહારો લો, અને કોણીને સીધી રાખો અને પીઠની પાછળ જમીનને અડકી રાખો. 👉 જ્યારે તમે આ આસન પૂરું કરીને ફરીથી પાછી સ્થિતિમાં આવો છો ત્યારે ધીમે-ધીમે તમારા પગ અને પીઠ જમીન બાજુ લાવો.
👉આસન કરતી વખતે ઢીચણ વાળવા જોઇએ નહીં. 👉 જેઓને ચક્કર ની તકલીફ છે અથવા હાઈ બ્લડ પ્રેશર અને ગરદનમાં દુખાવો હોય તથા હાડકામાં કોઈ બીમારી હોય તેમ જ ગર્ભવતી મહિલાઓએ આસન કરવું જોઈએ નહીં.
3️⃣ ચક્રાસન🧘♀️– ચક્રાસન ધનુષ આકાર જેવું હોય છે અને આ આસન કરવાથી પાચનતંત્ર ખૂબ જ સારું બને છે. અને તે ફેફસા માટે પણ ખૂબ જ યોગ્ય રીતે કાર્ય કરે છે, અને ઓક્સિજનના પ્રવાહને વધારે છે. તે કરોડરજ્જુ તથા સ્નાયુમાં કસાવ લાવવા નું કામ કરે છે, અને તેના જ કારણે આપણા લોહીમાં રહેલા ઝેરી પદાર્થ બહાર નીકળે છે અને ત્વચામાં શુદ્ધિકરણ આવે છે.
ચક્રાસન કરવાની પદ્ધતિ 🤸 – ચક્રાસન કરવા માટે સૌપ્રથમ સવાસન સ્થિતિમાં સૂઇ જાવ. 👉 ત્યારબાદ તમારા બંને પગને ઢીંચણમાંથી વાળીને તમારી એડીઓને નીતંબ પાસે લાવો. 👉 હવે તમારા બંને પગના પંજા વચ્ચે એક ફૂટ જેટલું અંતર રાખો અને હાથની હથેળીને કાન પાસે લાવો.
👉 ત્યારબાદ કમરનો ઉપરની તરફ કરો અને છાતીનો ભાગ ઉપર કરતા જાઓ. ત્યારબાદ કોણીમાંથી બંને હાથને સીધા કરો. 👉 તમારા શરીરને શક્ય હોય તેટલો ઉપરની તરફ રાખો અને ક્ષમતા અનુસાર રોકાઈને ફરી પાછા ફરતી વખતે કોણીમાંથી હાથને વાળો. હવે ધીમે ધીમે નિતંબ નો ભાગ નીચે લાવીને બંને પગ સીધા કરીને સવાસનની સ્થિતિમાં પાછા આવો.
📌 નોંઘ : હાઈ બ્લડપ્રેશર,હૃદયરોગ તથા હાડકામાં જે વ્યક્તિને તકલીફ હોય તથા આંખની તકલીફ હોય તેવા વ્યક્તિએ ચક્રાસન નો અભ્યાસ કરવો જોઈએ નહીં.
4️⃣ શીર્ષાસન 🧘♀️- આ આસન કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને જો તેને નિયમિત કરવામાં આવે તો લોહીનું પરિભ્રમણ સંપૂર્ણ શરીરમાં ખૂબ જ સારી રીતે થાય છે અને તેનાથી ચહેરો ચમકદાર બને છે. – જે સ્ત્રીઓનું શરીર વધુ હોય તેમણે આ આસન કરતાં બહુ વાર લાગશે- પણ નિયમિત કરશો તો કશું અશક્ય નથી.
📌શીર્ષાસન કરતી વખતે આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી – આસન કરતી વખતે કોઈપણ વ્યક્તિને પાસે રાખવું જોઈએ તથા સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ ટેકો દૂર કરવો જોઈએ. સૌપ્રથમ સર્વાંગાસન કરવું જોઇએ અને ત્યાર બાદ આ આસનની શરૂઆત કરવી જોઈએ. આ આસન કરતી વખતે માથા નીચે ઓશીકું રાખવું જોઈએ નહીં. (શરૂઆતમાં 5-10 દિવસ રાખો તો વાંધો નહીં – પછી દૂર કરવું.)
શીર્ષાસન કરવાની રીત🤸- સૌપ્રથમ વજ્રાસનમાં બેસો ત્યારબાદ બંને હાથની કોણી વચ્ચે એક ફૂટ જેટલું અંતર રાખો અને તમારી આંગળીઓ ને ભેગી કરો. તમારી બંને કોણી તથા હાથ ની આંગળી વચ્ચે સમભુજ ત્રિકોણ બનશે.
👉 હવે તમારા માથાનો મધ્યભાગ હથેળી પાસે રાખીને ઢીંચણને જમીનથી ઉપર લઈને તમારા પગને સીધા કરો. 👉 ત્યાર બાદ તમારું સમગ્ર ભજન માથા ઉપર આવશે અને બંને પગના ઢિચણ ને ઉપર લઈને તમારા પંજાને પાછળની તરફ નમાવો.
👉 હવે ઢીંચણમાંથી બંને પગને ઉપરની તરફ લઈને પગના પંજાને ઢીલા છોડો. 👉 તમે જેટલી ક્ષણ રોકાઇ શકો છો તેટલું રોકાઈને પગને ઢીંચણમાંથી વાળીને ધીમે ધીમે નીચે આવવા દો. ત્યારબાદ તમારા પગના પંજા જમીન પર આવશે અને થોડા સમય રોકાઈને તમારું માથું ઉપર કરીને વજ્રાસનમાં આવી જાવ.
📌નોંધ : હૃદયરોગ બ્લડ પ્રેશર અને જેને નાક તથા દાંતમાંથી નીકળતું હોય તેવા વ્યક્તિઓએ આ આસન કરવું જોઈએ નહીં અને એસીડીટી તથા ગેસ જેવી સમસ્યામાં આસન કરવું હિતાવહ નથી. જેઓ નો વધુ વજન હોય તેમણે કોઈના માર્ગદર્શન હેઠળ આ આસન કરવું જોઈએ. એકલા એકલા ટ્રાય ના કરવી.
પ્રાણાયામ🧘♀️– પ્રાણાયામ આસન કરવાથી આપણા શરીરના દરેક અંગોમાં ઓક્સિજન પહોંચે છે તથા તે આપણા મગજને પણ ખૂબ જ શ્રેષ્ઠ બનાવે છે તદુપરાંત તે આપણી ત્વચાને પણ ચમકીલી બનાવે છે.
પ્રાણાયામ કરવાની રીત🤸- આસન કરવા માટે સૌપ્રથમ સુખાસનમાં બેસો. ત્યારબાદ તમારી આંખો ને બંધ કરો અને તમારા શ્વાસ પર વધુ ધ્યાન આપો. ત્યારબાદ લાંબા શ્વાસ લો અને 2-5 સેકન્ડ સુધી શ્વાસ અંદર રોકો, ત્યારબાદ શ્વાસ છોડો આ ક્રિયા દસ મિનિટ સુધી આ પ્રાણાયામનો અભ્યાસ કરો. (ત્યાર પ્રાણાયામની બીજી પણ ઘણી રીતો છે, તમે યુ-ટ્યુબ પર જોઈને શીખી શકો છો.)
જેઓ નો વધુ વજન હોય તેમણે ઉપરના આસનો કોઈના માર્ગદર્શન હેઠળ આ આસન કરવા જોઈએ. તેનાથી શરીરમાં કોઈ ઇજા થવાના ચાંસ નહીં રહે અને એક વાર તમને પ્રેક્ટિસ પડી જશે ત્યાર બાદ તમે એકલા એકલા કરી શકો છો. – આભાર. (અને જો કોઈ યોગા ટીચરના માર્ગદર્શન હેઠળ કરો તો વધુ યોગ્ય રહેશે.)
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટીપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.