દરેક જગ્યાએ મોંઘાવારીએ જાણે માઝા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે મોંઘી થતી જાય છે. દૂધ, શાક, કપડાં, વાસણ, ફર્નીચર કે કોઈપણ વસ્તુ લેવા જાય પાકીટ ક્યારે ખાલી થઈ જાય તેનો હિસાબ રહેતો નથી. પરંતુ આજે તમને એવી માર્કેટના નામ જણાવશું જે ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં આવેલી છે.
જે ખૂબ જ પ્રખ્યાત છે. આ માર્કેટમાં ખરીદી કરવા લોકો ગામડામાંથી કે અન્ય શહેરોમાંથી આવે છે. આ શહેરનો મેગા સીટીમાં પણ સમાવેશ થાય છે. સાથે સાથે 10 એવા બજાર ધરાવે છે કે ત્યાં દરેક વસ્તુ સાવ ઓછી કિંમતમાં મળતી હોય છે. આજુબાજુના શહેરના લોકો લગ્ન હોય, સીમંત હોય, કે કોઈપણ મોટા પ્રસંગ હોય તેની ખરીદી કરવા અહીં આવે છે. તો તમને આ માર્કેટના નામ જણાવશું.
અમદાવાદની 10 પોપ્યુલર અને સસ્તી માર્કેટ્સ
1️⃣ સૌથી પહેલી માર્કેટ છે રતનપોળ. કોઈના પણ લગ્ન હોય લોકો ક્યાંય ક્યાંયથી પરિવાર સાથે આખો દિવસ રતનપોળમાં સાડીઓ, ચણિયાચોળી લેવા આવતા હોય છે. અહીં લેટેસ્ટ ડિઝાઈનની સાડીઓ, ચણિયાચોળી, પાનેતર, ડ્રેસીસ વગેરે સારી એવી કિંમતમાં મળતી હોય છે.
2️⃣ -બીજું માર્કેટ છે ઢાલગરવાડ. આ માર્કેટમાં લેડીઝને એકદમ સસ્તા ભાવમાં મળશે ડ્રેસ મટીરિયલ, સાડી, કુર્તા, તૈયાર બ્લાઉઝ, ચણિયાચોળી, લેડિઝ એન્ડર ગારમેન્ટ્સ. તે સિવાય ડબલ બેડની ચાદરો, કુશન કવર, પડદા, સોફાના કવર વગેરે જેવી ઘરવખરીની પણ વસ્તુઓ મળી રહે છે. આ માર્કેટ અમદાવાદ સિવાય પણ અન્ય જગ્યાએ પ્રખ્યાત છે.
3️⃣-રવિવારી બજાર. જેમાં દરેક વસ્તુનો ભાવ તમને જાણીને નવાઈ લાગશે. અહીં વાસણ, ઇલેક્ટ્રીક આઇટમ, વાસણો, ઘરની કોઈપણ વસ્તુ, હેરિટેજની કેટલીક વસ્તુ, બુક્સ, ધાર્મિક પુસ્તકો, લેડિઝ, જેન્ટ્સ, કિડ્સની પણ દરેક વસ્તુ સાવ ઓછા ભાવે મળે છે.
4️⃣ -ચોથું માર્કેટ એવી છે. જે મોલની વસ્તુઓને પણ ભૂલાવે છે. લાલદરવાજા. આ માર્કેટમાં લોકો દૂર દૂરથી ખરીદી કરવા આવતા હોય છે. કેમ કે અહીં એવી કોઈ વસ્તુ નથી કે ન મળતી હોય. તેમને સારી ક્વોલિટી વાળી મોલ કરતાં પણ ઓછી કિંમતમાં મળશે. આ માર્કેટ આખા ગુજરાતમાં ફેમસ છે.
5️⃣-પાંચમું માર્કેટ છે. લો ગાર્ડન. લો ગાર્ડનમાં ખાસ ચણિયાચોળી સારી મળતી હોય છે. આ માર્કેટ ગુજરાત ઉપરાંત વિદેશોમાં પણ એટલું જ ફેમસ છે. વિદેશથી કોઈ લેડિઝ આવે તો પહેલા લો ગાર્ડન શોપિંગ કરવા અચૂક જતી હોય છે. કેમ કે ત્યાં દરેક વસ્તુ એકદમ ઓછા ભાવમાં મળી રહે છે. અહીં નવરાત્રિના સમયમાં ચણિયાચોળી માટે એટલી ભીડ જામે છે કે ત્યાંથી શહેરના લોકો પસાર થવાનું ટાળે છે. અહીં ટ્રેડીશનલ ચણિયાચોળી, કુર્તા, કપડાં, દરેક પ્રકારની એસેસરીઝ મળી રહે છે.
6️⃣-ત્યાંથી થોડે દૂર આવેલું છે સી.જી.રોડ. જ્યાં બ્રાન્ડેડ કપડાંની સારી દુકાનો અને મોલ આવેલા છે. જો તમને બ્રાન્ડેડ કપડાં લેવાનો શોખ હોય તો આ બજારની મુલાકાત લેવી જરૂરી છે. ઘણી વખત આ મોલ અને દુકાનોમાં ઓફર્સ આવતી હોય છે. કપડાં તો બ્રાન્ડેડ મળતાં હોય છે. સાથે ચંપલ, સેન્ડલ, ટ્રેડિશનલ ચપ્પલ, શૂઝ તેમજ અલગ-અલગ પ્રકારની ઘણી વેરાયટીના સેન્ડલ, ચંપલ મળી રહેશે. તે પણ બ્રાન્ડેડ.
7️⃣-સિંધી માર્કેટ. આ માર્કેટમાં લેડિઝની સાડીઓ વધારે સારી મળતી હોય છે. ઘણાં લોકો લગ્નમાં પહેરામણી માટે અહીંથી શોપિંગ કરતાં હોય છે. તમને ઘરવખરીની કોઈપણ કપડાંની વસ્તુ સાવ સસ્તા ભાવમાં મળી રહે છે. સિંધી માર્કેટમાં તમે ભાવ કરાવીને કોઈપણ વેરાયટીની વસ્તુ ખરીદી શકો છો.
8️⃣-નહેરુ નગર પાથરણાં બજાર. પહેલાં આ સીઝનલ બજાર નહેરુનગર ભરાતું હતું, પરંતુ હવે તે એસ.જી. હાઈવે, અને બીજું વસ્ત્રાલમાં ભરાય છે. અહીં દરેક નવી વેરાયટીના કપડાં, અને ચંપલ, એસેસરીઝ દરેક વસ્તુ પચાસ ટકાથી પણ ઓછી કિંમતમાં મળી રહેતી હોય છે.
9️⃣-રાણીનો હજીરો. આ માર્કેટનું નામ ભાગ્યેજ કોઈએ નહીં સાભળ્યું હોય. અહીં બાંધણીની વસ્તુ ઉપરાંત નવરાત્રિ માટે નવી ડિઝાઈનની ચણિયાચોળી મળી રહે છે. ત્યાં લેરિયા પણ સારા મળતાં હોય છે. તે સિવાય લગ્ન માટેનો પૂજાપો, લગ્નમાં વપરાતી કોઈપણ વસ્તુ અહીં મળી રહે છે. જે સારી ક્વોલિટીની હોય છે. આ બજારની થોડે બહાર મુખવાસની પણ દુકાનો છે. જે અલગ અલગ વેરાયટીના મુખવાસ તમને ઓછી કિંમતમાં મળી રહેશે.
🔟-ખાણી પીણીનું બજાર એટલે માણેકચોક. અમદાવાદીઓ રાત્રે ફરવા નીકળે એટલે માણેકચોકમાં આંટો મારવાનું ભૂલતા હોતા નથી. આ બજાર સાંજે 7 વાગ્યાથી શરૂ થાય છે. અને સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહે છે. 12 વાગ્યા પછી અમદાવાદની કોઈપણ હોટેલ બંધ થઈ જાય છે ત્યારે માણેકચોક ધમધમતું હોય છે. અહીં દરેક પ્રકારની સ્વીટ ડિશથી માંડીને જ્યૂસ, હેલ્ધી ડ્રિંક, નમકીન, ફરસાણ, આઇસક્રિમ પણ મળી રહે છે. અહીંનું સ્ટ્રીટ ફુડ આખા અમદાવાદમાં ફેમસ છે.
-આ બધા બજારની તો મુલાકાત એક વખત લેશો તો વારંવાર આવવાનું મન થશે. તે સિવાય 3 દરવાજા માર્કેટમાં પણ મોટાભાગની દરેક વસ્તુ મળી રહેતી હોય છે. ત્યાં તમને રસોડાની, ફ્રિઝમાં મૂકવાની કે તેના કવર વગેરે વસ્તુ સસ્તા ભાવમાં મળી રહે છે.
➡️-હવે છેલ્લું બજાર છે. ટંકશાળ અહીં દરેક વસ્તુ હોલસેલ ભાવે મળે છે. તેમાં ખાસ કરીને સ્ટેશનરીની કોઈપણ આઈટમ તમને એકદમ એક્સ પ્રાઈઝમાં મળી રહેશે. જો તમારા બાળકો માટે ચોપડાં ખરીદવા હોય તો અહીં એક વખત જરૂર જવું જોઈએ. તે સિવાય હેન્ડવર્ક માટે જરી, લટકણ, સ્પારકલ, તોરણ, સ્ટોન, અલગ અલગ કલરની રીલ, કેટલીક કોસ્ટેમટિક આઈટમ, બકલ, બોરિયાં, જડતર સેટ, સોનાના ગ્રામ વાળા સેટ જેવી અનેક વસ્તુ તમને અહીં ઓછી કિંમતમાં મળી રહેશે.
આ બધા બજારની ખાસિયત એ છે કે તમને ચાલતા જઈ શકો છો. જો તમારી પાસે ટુ વ્હીલર હોય તો એક બે બજાર ફરી ટુ વ્હીલક પાર્ક કરી જઈ શકો છો. અહીં પાર્કિંગની પણ સુવિધા છે.
જો અમદાબાદ બજાર વિષેની આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.