👩 દરેક સ્ત્રીનું સપનું હોય છે કે તેના વાળ લાંબા હોય. પરંતુ કેટલીક છોકરી હોય તે ગમે તેટલું કરે વાળ લાંબા થતાં હોતા નથી. વાળ લાંબા હોવા ભગવાનનો આશીર્વાદ કહીએ તો ખોટું નથી. ઘણાં લોકો લાંબા વાળથી કંટાળી જાય છે, ત્યારે કેટલાક લાંબા વાળ માટે ઘણાં પ્રયત્નો કરે છે.
👩 પરંતુ આજે એક એવી વ્યક્તિ વિશે જણાવીશું જેના વાળ જોઈને તમે પણ બોલી ઉઠશો હાય…લા આટલા લાંબા વાળ. આ છોકરીનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવ્યું છે. કેમ કે તેના વાળ ઘણાં લાંબા છે. ચાલો વિગતે ચર્ચા કરીએ….
👩 -ભારતની આ છોકરી આકાંક્ષા યાદવના વાળ ખૂબ જ લાંબા છે. તે વાળની સંભાળ પણ એટલી રાખે છે કે અત્યાર સુધી તમે પણ નહીં રાખી હોય. એટલું જ નહીં તેનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ 2020-2022માં સામેલ કરવામાં આવ્યું છે.
👩 -તેના વાળની લંબાઈ 9 ફૂટ 10 ઇંચ છે. એટલે કે 3 મીટર લાંબા વાળ છે. એટલા માટે તેનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના 30 મા સંસ્કરણમાં સૌથી લાંબા વાળ રાખનાર મહિલાના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. બીજી ખાસ વાત એ છે કે 2019 પછી આકાંક્ષાનો રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી.
👩 -આકાંક્ષા મહારાષ્ટ્રના થાણેમાં રહેનારી છોકરી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણાં વીડિયો અપલોડ કર્યા છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 13 હજારથી પણ વધારે ફોલોઅર્સ છે. આકાંક્ષા કહે છે કે લાંબા વાળનો રેકોર્ડ વર્ષો સુધી તેના નામે રાખવો એ બહુ મોટી વાત છે.
👩 -રેકોર્ડ ઘણો મોટો છે અને તેના માટેની તેની ઉત્સુકતા પણ ઘણી વધારે છે. આકાંક્ષાને લાંબા વાળને કારણે એક ફાર્માસ્યુટીકલ એન્ડ મેનેજમેન્ટ પ્રોફેશનલના નામે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તેના નામે કરેલો છે.
👩 -તેને ઘણા લોકોએ લાંબા વાળના રહસ્ય વિશે પૂછ્યું પણ તે જણાવતી નથી. તે માત્ર એટલું જ કહે છે કે સમયસર હેર વોશ અને રોજની 20 મિનિટ વાળની સંભાળ પાછળ કાઢે છે.
👩 બીજો સવાલ એ પૂછવામાં આવ્યો કે તેણે પોતાના હેર કટ ક્યારે કરાવ્યા હતા…? તો એણે જવાબમાં કહ્યું કે કમરથી લઈ જમીન પર લટકતાં હતાં ત્યારે હેર કટ કરાવ્યા છે. થોડા દિવસમાં ફરી પાછા તેના હેર વધી ગયા છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.