આજે એક એવી વસ્તુ વિષે વાત કરવાની છે જેનાથી શરીરની અલગ અલગ બીમારી ઠીક કરવામાં આવે છે. આયુર્વેદ દ્વારા આ વસ્તુની મદદથી ઘણી બીમારી ઠીક કરી શકાય છે. આજે આપણે જે વસ્તુ વિષે વાત કરીશું તેનુ નામ છે, અંકોલ. આ એક એવું વૃક્ષ છે જેના પાન, ફળ, છાલ અને મૂળ દવા રૂપે ઉપયોગ કરી શકાય છે. આ વૃક્ષ લગભગ 20 થી 30 ફૂટ સુધીની લંબાઈ ધરાવે છે. તેના પાનની લંબાઈ 2 થી 5 ઇંચ સુધીની હોય છે. આ વૃક્ષના પાન અને કરેણના પાન એક સમાન લાગે છે.
આ પાનનો સ્વાદ કડવો અને ખાટો લાગે છે. વૃક્ષમાં આવતા ફળ પેલા લાલ કલરના હોય છે અને પાકવાથી જાંબલી કલરમાં જોવા મળે છે. હવે જાણીએ કે, આ વૃક્ષ કેવી રીતે રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે અને ક્યાં ક્યાં રોગોમાં ઉપયગો કરવામાં આવે છે. આર્ટીકલ ધ્યાનથી અને સમજીને વાંચવો જેથી કોઈ સમસ્યા થાય નહીં અને જો કોઈ સવાલ હોય તો અમને કોમેંટમાં જણાવો જેથી અમે તેનો જવાબ આપી શકીએ.
તાવ- રૂતુ બદલાતા આવતા તાવ મટાડવા માટે આ વસ્તુનો ઉપયોગ ખુબ જ કારગર છે. અંકોલના મૂળનું ચૂર્ણ 3 થી 4 ગ્રામ ખાઈ અને તેની ઉપર પાણી થોડું પાણી પીવું થોડા સમયની અંદર તાવ ઉતારી દેશે, દિવસમાં 2 વાર આ કાર્ય કરવું. વા નો દુખાવો મટાડવા માટે અંકોલના તેલની માલિશ દિવસમાં 2 થી 3 વાર કરવી થોડા સમયની અંદર દુખાવો મટવા લાગશે.
ચામડી- ચામડીનો રોગ એટલે કે સફેદ કોઢ. આ કોઢની દવા બનાવવા માટે સૌથી પહેલા અંકોલાના મૂળની છાલ એક ગ્રામ તેની અંદર જાવિત્રી, લવિંગ અને જાયફળ એક એક ગ્રામ મિક્સ કરી ખાવાથી ચામડીમાં બનતો નવો કોઢ દૂર થવા લાગે છે. કોઢને જડથી કાઢવા માટે એક મોટો ટુકડો હડતાળનો લેવો અને તેને અંકોલાના તેલમાં મસળીને ગોળી બનાવી લો. પછી એક નાની માટીની માટલીમાં પીપળાના વૃક્ષની રાખ ભરી તેની અંદર ગોળી રાખી દો પછી ધીમી આંચે તે માટલીને ગરમ કરો અને બપોરે તે માટલીને તડકે રાખો થોડા સમયમાં તે ગોળી પણ રાખ બની જશે અને પછી તે રાખ કોઢ પર નિયમિત લગાવો ધીમે ધીમે કોઢ નીકળવા લાગશે.
સ્વાસ- અંકોલ સ્વાસની તકલીફમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જે લોકોને સ્વાસ, દમ, શરદી, ઉધરસ જેવી સમસ્યા વધારે થાય છે તેને આ કાર્ય કરી તે સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. સૌથી પહેલા અંકોલાના મૂળને લીંબુના રસમાં પલાળી તેનો ઉકાળો બનાવો અને તે ઉકળાને નિયમિત અર્ધી ચમચી જમવાના બે કલાક પહેલા લેવો. ધીરે ધીરે અસ્થમા, દમ જેવી સમસ્યામાં રાહત મળશે.
લીવર- લીવર સબંધિત બીમારીમાં અંકોલાનું સેવન ખૂબ જ કારગર સાબિત થાય છે. કમળો, લિવરમાં સોજા જેવી સમસ્યામાં પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. અંકોલાના મૂળનું ચૂર્ણ અથવા તેની છાલનો પાવડર એક ચમચી નિયમિત એક પાણીના ગ્લાસ સાથે મિક્સ કરી પીવાથી લીવર સબંધિત બીમારી ઠીક કરવામાં રાહત મળે છે. કમળાની સમસ્યા હોય તેને પણ આ કાર્ય કરવું જલ્દીથી રાહત મળી જશે.
માથું દુખવું- માથાનો દુખાવો ઘણા લોકોમાં વધારે જોવા મળે છે. કામનું ટેન્શન કે, વધારે ટ્રેસ લેવાથી પણ માથાનો દુખાવો થવા લાગે છે. વધારે સમય મોબાઈલ, ટીવી જેવી વસ્તુનો ઉપયોગ કરવાથી પણ માથાનો દુખાવો થવા લાગે છે આ દુખાવાને કંટ્રોલ કરવા માટે અંકોલાના તેલનો ઉપયોગ કરી શકાય છે. અશ્વગંધાની સાથે આ તેલ મિક્સ કરી માથામાં માલિશ કરવાથી ગમે તેવો માથાનો દુખાવો દૂર થાય છે. ખાલી અંકોલાના તેલની માલિશ કરવાથી પણ માથાના દુખાવામાં રાહત મળે છે.
કૂતરું કરડવું- ગમે તેવું કૂતરું કરડે ત્યારે આ ઉપાય કરવાથી રાહત મળી શકે છે. સાદું કૂતરું કે, હડકાયું કૂતરું કરડે ત્યારે પણ આ ઉપાય ફાયદા કારક રહે છે. સૌથી પહેલા 2 ગ્રામ અંકોલાના મૂળની છાલ તેની સાથે સુદર્શન ચૂર્ણ 2 ગ્રામ મિક્સ કરી સવારે અને સાંજે ભોજન સાથે મિક્સ કરી લેવાથી કુતરાનું ઝેર ઉતરે છે. નિયમિત આ કાર્ય કરવું થોડા માહિનામાં કુતરનું ઝેર શરીર માથી બિલકુલ નીકળી જશે.
ઉંદર- ઉંદર કરડે ત્યારે શરીરમાં અને કરડેલી જગ્યા પર ખુબ જ બળતરા થાય છે. આ બળતરાને શાંત કરવા માટે અંકોલાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક રહે છે. અંકોલાના મૂળની છાલ ઘસીને તેનો રસ કાઢી તેનું સેવન કરવું અને તે જ રસ ઉંદર કરડયો છે તે જગ્યા પર લગાવવો થોડા સમયની અંદર ઉંદરનું ઝેર ઉતરી જશે અને બળતરા શાંત થશે. આયુર્વેદ અનુસાર આ ઉપાય ઘણા સમયથી ઉપયોગ કરવામાં આવે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.