શુ તમારે દુબઈની ફ્રી કપલ પ્લેન ટિકિટ જોઈએ છે, કોઈ લકી ડ્રો નહીં, કોઈ ફેક ન્યુઝ નથી અને તમે તમારા જ પૈસે દુબઇફ્રીમાં જઈ શકશો. ચાલો જાણીએ કેવી રીતે.. જો તમે આ રસ્તો સ્ટેપ બાય સ્ટેપ અપનાવશો તો ચોક્કસ દુબઈની ફ્રી ટીકીટ તમારી પાક્કી તેમ સમજો.
સૌ પ્રથમ તમે ઇન્ટરનેટ પર જાઓ અને સોનાના ભાવ જુઓ, ધારો કે આજે મુંબઈના સોનાના ભાવ અંદાજે 53,000 રૂ હોય છે, અને ત્યાર બાદ હવે જાણો દુબઇ માં સોનાના ભાવ તો, દુબઈમાં હશે 47,000 રૂ. જેવા. તો દુબઈ અને ઇન્ડિયાના સોનાના ભાવમાં લગભગ 10-12% નો ફેરફાર મોટાભાગે જોવા મળશે.
આ બંનેના ભાવમાં અસમાનતા સરકારના ટ્રેક્સ ના લીધે જોવા મળે છે, કેમ કે, ઇન્ડિયામાં ગોલ્ડ ની આયાત પર 7.5 % કસ્ટમડ્યુટી લાગે છે અને બીજા નાના મોટા ટેક્સ મળીને કુલ ઇન્ડિયા સોના પર 10.75% જેવો કુલ ટેક્સ ચડાવે છે. જયારે તેની સામે દુબઈમાં તેવું નથી. દુબઈમાં સોના પર 0% જેવી કસ્ટમ ડ્યુટી લાગે છે માટે સોનું ભારત કરતા સસ્તું હોય છે.
દુબઈમાં મુસાફરો માટે સોનાની લગડી, અને ગોલ્ડની જવેલરી ખરીદવા પર કોઈ ટેક્સ નથી લાગતા, અને તમે અમુક માત્રામાં સોનુ ખરીદીને ભારત પણ લાવી શકો છો. કોઈ એક પુરુષ મુસાફર પોતાની સાથે 50000 રૂ. સુધીનું સોનુ અને એક સ્ત્રી મુસાફર પોતાની સાથે 1 લાખ રૂ. સુધીનું સોનુ પોતાની સાથે ભારત લાવી શકે છે. જે ઘરેણાં કે લગડી કોઈ પણ ના રૂપમાં હોઈ શકે છે. અને એ પણ ટોટલ ડ્યુટી ફ્રિ હોય છે મતલબ કે, આ સોના પર કોઈ ટેક્સ નથી દેવો પડતો.
તમે જો પુરુષ છો તો તમે 50,000 રૂ. નું સોનું દુબઈથી ભારતમાં લાવશો, તો એટલા જ સોનાનાં ભાવ ભારતમાં અંદાજે 56,000 હોઈ શકે મતલબ સીધો 6000 રૂ. નો ફાયદો અને જો તમે એક સ્ત્રી છો તો તમે દુબઈથી 1 લાખ રૂ. નું સોનું લાવશો તો તેનો ભાવ ભારતમાં હશે 1,12,000 મતલબ કે સીધો તમને 12,000 રૂ નો ફાયદો. અને જો તમે એક કપલમાં દુબઈ જાવ અને 1.5 લાખનું સોનું લાવો તો સીધો 18-20 હાજર રૂ. જેટલો ફાયદો થઇ જશે. ક્યારેક ફેરફાર 25 હજ સુધી પણ જઈ શકે છે.
અને તમે મુંબઈથી દુબઈની પ્લેન ટીકીટ જુઓ તો 8-9 હજાર રૂ, માં થઇ જાય છે. ઘણી વખત પ્લેન ટીકીટમાં ઓફર હોય તો વધુ ફાયદો થઇ જાય. એટલે કપલમાં ટીકીટ થશે અંદાજીત 17-18 હજારની અને તમે સોનું લાવશો 18-20 હજારનું… તો, થઇને દુબઈ સુધીની ટીકીટ ફ્રીમાં.
તો જો તમે એક કપલ છો અને દુબઈ ફરવા જવાનો પ્લાન કરતા હોય તો આવું કઈક વિચારજો, સોનાની ખરીદી આપશે તમને દુબઈ સુધીની ટીકીટ ફ્રીમાં અને દુબઈની બેસ્ટ ડિઝાઈનના ઘરેણા પણ સાથે સાથે આવી જશે એટલે સ્ત્રી માટે બંને હાથમાં લાડુ, દુબઈની ટ્રીપ અને સાથે દુબઈના ઘરેણા. આ એકદમ એપ્લાય કરવા લાયક ટ્રીક છે જો તમે કરવા ઈચ્છો તો…
” કેવો લાગ્યો આ લેખ કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો..” ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના પ્રયોગ કરો ત્યારે અનુભવીની મદદ જરૂર લેવી. – ધન્યવાદ.