અયોગ્ય જીવનશૈલી અને પ્રદુષણના કારણે લોકોના વાળ સમય પહેલા જ સફેદ થવા લાગે છે. સામાન્ય રીતે યુવાની ખતમ થઈને ઉંમર વધવા લાગે છે ત્યારે સફેદ વાળ આવવાનું શરુ થાય છે પરંતુ અત્યારે તો યુવાનોમાં પણ સફેદ વાળની સમસ્યા જોવા મળે છે. તેમજ પ્રદુષણના સંપર્કમાં આવતા વાળ રફ થઇ જાય છે તેમજ વાળનો ગ્રોથ અટકી જતો હોય છે.
તો એવામાં વાળને સુંદર અને સિલ્કી બનાવવા માટે લોકો મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. આ પ્રોડક્ટ્સમાં રહેલા કેમિકલ્સ આપણા વાળને વધારે ખરાબ કરી નાખે છે જેના લીધે વાળ ખરવા, રફ થઇ જવા વગેરે જેવી સમસ્યા જોવા મળે છે. પરંતુ આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનો માત્ર એક ટુકડો તમારા વાળને કાળા લાંબા અને સિલ્કી બનાવશે.
અમે વાત કરી રહ્યા છીએ ફટકડીની જે બજારમાં માત્ર 10-20 રૂપિયામાં ખુબ જ સરળતાથી મળી જશે. પણ મહત્વની વાત એ છે કે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો.. આ લેખ પૂરો ધ્યાનથી વાંચજો તો જ તેનો ઉપયોગ ખબર પડશે, નહિ તો તમે આ ફટકડીનો પૂરો લાભ નહિ લઇ શકો. તો અંત સુધી વાંચજો.
ચાલો જાણીએ ફટકડી દ્વારા કઈ રીતે તમે લાંબા અને કાળા મેળવી શકો છો.
(ઉપચાર -1 ) વાળને સુંદર અને કાળા બનાવવા માટે ફટકડીનો એક માપસરનો ટુકડો લેવો ત્યાર બાદ તેને પીસીને તેનો પાવડર તૈયાર કરી લેવો. ત્યાર બાદ એક ચમચી ગુલાબ જળ લેવાનું છે. ત્યાર બાદ ગુલાબ જળ અને ફટકડીનો પાવડર બંને બરાબર મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ બનાવેલી પેસ્ટને વાળમાં લગાવવાની છે ખાસ કરીને વાળની જડમાં લગાવવાની છે.
ત્યાર બાદ 5 મિનીટ સુધી હળવા હાથે વાળની મસાજ કરતા રહેવાનુ છે.ત્યાર બાદ એક કલાક સુધી વાળમાં તે પેસ્ટ લગાવેલી રાખવી. એક કલાક બાદ થોડા હલ્કા ગરમ પાણીથી વાળને ધોઈ લેવા. નિયમિત જ્યારે તમે વાળ ધોવો છો ત્યારે આ પ્રયોગ કરવો. થોડા જ સમયમાં સફેદ વાળ તો કાળા થઇ જશે તેની સાથે વાળ મજબુત અને સિલ્કી બની જશે.
(ઉપચાર-2) આ પ્રયોગ માટે એક ચમચી પીસેલી ફટકડીનો પાવડર, એક ચમચી આંબળાનું તેલ અને 2 વિટામીન E ની કેપ્સુલની જરૂર પડશે. સૌપ્રથમ એક વાસણમાં ત્રણેય વસ્તુને મિક્સ કરી લેવી . તેલ સાથે ફટકડી બરાબર મિક્સ થઇ જવી જોઈએ. ત્યાર બાદ કાંગસાની મદદથી વાળમાંથી બરાબર ઘૂંચ કાઢી લેવી અને વાળના અલગ અલગ ભાગ કરી નાખવા. હવે એક રૂ લો અને રૂ ને તેલમાં બોળીને પછી વાળના મૂળમાં તેલ લગાવવું. લગાવ્યા બાદ 10 મિનીટ સુધી હળવા હાથે મસાજ કરવી. ત્યાર બાદ 30 મિનીટ સુધી આ મિશ્રણને વાળમાં લગાવી રાખવું. ત્યાર બાદ વાળને શેમ્પુની મદદથી ધોઈ લેવું.
તમને જણાવી દઈએ કે આંબળા વાળને સિલ્કી બનાવે છે અને વાળનો ગ્રોથ ખુબ વધારે છે. અને ફટકડી વાળને લાંબા અને કાળા બનાવે છે એવામાં બંનેનો એક સાથે પ્રયોગ કરવામાં આવે તો તેના ફાયદા બમણા થઇ જાય છે. માટે આ પ્રયોગ કરવાથી વાળ પ્રાકૃતિક કાળા, લાંબા, સિલ્કી અને મજબુત બનશે.
(ઉપચાર – ૩) જો તમને વધારે સમય ન મળતો હોય તો તમે આ રીતે સરળ પ્રયોગ પણ અપનાવી શકો છો. આ પ્રયોગ માટે તમારે ગરમ પાણી લેવાનું છે. પાણી નોર્મલ ગરમ હોવું જોઈએ ઉકળતું ગરમ નથી કરવાનું. ત્યાર બાદ તેમાં બરાબર માત્રામાં ફટકડી અને કંડીશનર બંને ઉમેરી મિક્સ કરી લો. ત્યાર બાદ તેને વાળમાં કંડીશનરની જેમ લગાવો. ત્યાર બાદ 15 થી 20 મિનીટ સુધી તે લગાવી રાખવું ત્યાર બાદ ઠંડા પાણીથી વાળ ધોઈ લેવા. અઠવાડિયામાં એક વખત જયારે તમે વાળ ધોવો છો ત્યારે આ પ્રયોગ કરવો તેનાથી વાળ લાંબા કાળા અને સુંદર બની જશે.
(મહત્વની નોંધ) – ઉપરોક્ત ત્રણેય ઉપચાર એક સાથે નથી કરવાના, નહિ તો ફાયદાની જગ્યા પરેશાની થઇ શકે છે. ત્રણમાંથી કોઈ એક ઉપચાર જ એક સમયે કરવાનો છે, અને તેણે વળગી રહેવાનું છે.(જો તમને કયો ઉપચાર કરવો એ ખબર ના પડે તો આર્ટીકલ ફરીથી નિરાંતે વાંચો). સ્ત્રીઓને ખાસ કહેવાનું કે, ફટકડીનું પ્રમાણ વધુ લેવાની કોઈ જરૂર નથી. તેનાથી તમને કંઈ વધુ ફાયદો નહિ થાય. એટલે માપસર જ ફટકડી લેવી. જો તમને વાળની કોઈ સમસ્યા કે એલર્જી હોય તો, આ ઉપચારો કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેજો.
આવી જાણકારી માટે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. તેમજ આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.