ઘણીવાર રસોઈ બનાવતા તેમાં કઈક વધુ ઓછું થવાથી તેનો સ્વાદ બદલી જાય છે. તો ચિંતા ના કરો તમારા જ રસોડામાં છે ફરી રસોઈ ને સુધારવાના ઉપાયો. આ રસોઈ ટિપ્સ ખૂબ જ કામની છે. તમારી બગડેલી રસોઈને ફરી સ્વાદિષ્ટ બનાવવાની તાકાત ધરાવે છે. તો આવો નીચે જાણીએ તે બધી ટિપ્સ.
(1) ડુંગળી સમારતી વખતે આંખો બળે છે. તો ડુંગળીને સમારતા પહેલા તેને સારી રીતે ચોખા પાણી થી ધોઈલો. (2) લીંબુને લાંબો સમય સાચવવા માટે પ્લાસ્ટિક ના એરટાઈટ કન્ટેનર માં ભરીને એક મહિના સુધી ફ્રેશ રાખી શકાય છે.
(3) દહી માં બિલકુલ પાણી ના રહે તેવું કડક જમાવવા માટે દૂધ ને ઉકાળી ત્યારબાદ ઠંડુ કરીને માટીના વાસણમાં રાખીને તેમાં એક ચમચી છાશ કે દહી ઉમેરી જમવા માટે મૂકીદો. પછી જુઓ, દહી બનશે એકદમ ઘટ્ટ અને સ્વાદ પણ આવશે જોરદાર.
(4) બનેલા શાકમાં જો મીઠું વધારે થઈ ગયું હોય તો એક બટેટાની છાલ કાઢી મોટા ટુકડા કરી એકથી દોઢ કલાક માટે તેને શાક માં ડૂબાડી દો. શાકમાંથી તે મીઠા ને ચૂસી લેશે. ત્યારબાદ બટેટા ને શાકમાંથી કાઢી લો.
(5) નુડલ્સ ને છૂટા બનાવવા માટે બની ગયા બાદ તેમાં થોડું ઠંડુ પાણી ઉમેરી એક મિનિટ રાખીને પાણીને કાઢીલો. એકદમ છૂટા બનશે.
(6) શાકમાં જો ક્યારેક મીઠું વધી જાયતો તેમાં થોડું દહી અથવા તો દૂધ ઉમેરી ને શાક ને ફરી સુધારી શકાય છે. આમ કરવાથી તેને વધારે સ્વાદિષ્ટ પણ બનાવી શકાય છે. એકવાર ટ્રાય કરી જુઓ.
(7) મિક્સર જાર ની બ્લેડ ને ધારદાર બનાવવા માટે જારમાં એક વાટકી મીઠું લઈ ચલાવી લો. (8) લસણ ને જડપથી અને વધુ ફોલવા માટે તેની કળીઓ ને છૂટી કરી લો અને ગેસની ધીમી આંચ પર એક મિનિટ પૂરતું થોડું ગરમ કરો. ખુબજ સરળતાથી તેને ફોલી શકાશે.
(9) ફ્રિજ માં જો દુર્ગંધ આવે છે તો એક લીંબુ કાપીને ફ્રિજની અલગ અલગ ટ્રેમાં તેને મૂકી દો દુર્ગંધ મિનિટોમાં જ દૂર થશે. (10) પનીર ને લાંબો સમય ફ્રેશ, મુલાયમ રાખવા માટે એક બાઉલમાં પનીરને રાખો હવે તે બાઉલમાં પનીર ડૂબે તેટલું પાણી ભરી ને ઢાંકી દો, અને ફ્રિજ માં મૂકી રાખો.
(11) ચીજ ને ખમણતી વખતે તે ખમણી ને ચોંટી જાય છે અને ખમણ સારું થતું નથી તો, ચીજ ના ટુકડાને ખમણતા પહેલા તેના પર થોડું ઓઇલ લગાવીને ખમણવામાં આવે તો ખમણ છૂટું થશે. (12) દહી વડા એકદમ સોફ્ટ અને ફુલેલા બનાવવા માટે દહી વડા ની દાળમાં બેકિંગ સોડા ઉમેરવા.
(13) ઘણી આપણે ભાત બનાવીએ છીએ તો તે વાસણમાં ચોંટી જતાં હોય છે. તો આવું ના બને તે માટે ભાત રાંધવા મૂકેલું પાણી ઉકળી જાય પછી તેમાં અડધી ચમચી તેલ અને થોડા ટીપા લીંબુના ઉમેરવાથી ભાત છૂટા અને સફેદ થશે.
(14) લીંબુ પાણી બનાવવા માટે માત્ર લીંબુ નો રસ જ નહીં પરંતુ લીંબુની છાલ ને પણ ખમણીને લીંબુ પાણી માં ઉમેવાથી ટેસ્ટફૂલ બનશે. (15) ફૂલકા રોટલી બનાવવાં માટે લોટ બાંધતી વખતે તેમાં જો થોડું દૂધ ઉમેરવામાં આવે તો બધીજ રોટલીઓ ફુલેલી અને મુલાયમ થશે.
(16) ખાંડ કે સાકર ના ડબ્બા માં ઘણીવખત કિડીઓ આવી જતી હોય છે. તો તેનાથી બચવા ખાંડ કે સાકર ના ડબ્બા માં 5 થી 7 લવિંગ રાખો. (17) ભીંડા નું શાક બનાવતા તે ચીકણું બને છે તો અડધી ચમચી જેટલો લીંબુ રસ એડ કરવાથી ભીંડાના શાક ની ચીકાશ દૂર થાય છે.
(18) આપણને સૌને દહી, છાશ તો પસંદ જ છે. પરંતુ જ્યારે તેમાં ખટાશ નું પ્રમાણ વધી જાય ત્યારે તે ખાવને લાયક રહેતું નથી. તો તેને ફેકવાના બદલે તેને મીઠા લીમડા માં નાખીદો. લીમડા ને ઉતમ પ્રકારનું ખાતર મળી જશે. અથવા બીજા ફૂલ છોડમાં પણ થોડા પ્રમાણમાં નાખી શકો છો.
(19) કેક બનાવતી વખતે તેમાં જો બદામનો એકદમ બારીક કરેલો પાઉડર ઉમેરવાથી કેક ખુબ જ સરસ અને નરમ બને છે. (20) કેક બનાવવા માટે જો તમારી પાસે બટરપેપર નથી તો ચિંતા ના કરો. એક કોરા નોર્મલ પેપર લઈ તેને ઓઇલ [તેલ ] લગાવી ને બટરપેપર બનાવી શકાય છે.
(21) ખીરને લાજવાબ ટેસ્ટ આપવા માટે ખીર જ્યારે બની જાય ત્યારે ગેસ પરથી નીચે ઉતરતા પૂર્વે તેમાં માત્ર બે ચમચી જેટલો મિલ્ક પાઉડર સારીરીતે મિક્સ કરીલો. (22) સમોસાં ના ઉપર ના લેયર ને ક્રિસ્પી બનાવવા માટે મેંદામાં હંમેશા તેલ ના બદલે ઘીનો જ ઉપયોગ કરવો.
(23) ચોમાસામાં માખીઓ નો ત્રાસ ખુબજ વધે છે. તો તેને દૂર કરવા માટે એક પેન લો તેને ગેસ પર ગરમ કરી તેમાં એક ચમચી કોફી પાઉડર નાખીને ધુમાડા થાય ત્યાં સુધી રાખીને બાદ પેનને ઘરમાં બધીજ જગ્યાએ ફેરવી દો. માખીઓ ગાયબ થઈ જશે. (24) જો રસોઈ બનાવતી વખતે દાજી જવાય તો તે ભાગ પર બરફ ઘસવો કે પછી બટાટા ને છીણીને પણ લગાવી શકાય.
બહેનો, તમને આ ટિપ્સ જરૂરથી ઉપયોગી બનશે. આવી બીજી ટિપ્સ જોઈએ તો કોમેન્ટમાં “Tips-2” જરૂર લખો જેથી બીજી આવી ટિપ્સ આપ સુધી લાવીશું. તેમજ રસોઈ વિષે બીજી માહિતી જોઈએ તો તેના વિષે પણ અમને કોમેન્ટ કરીને જણાવો. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે,- આભાર.