ચહેરાની ત્વચાને ચમકદાર બનાવવા માટે ઘરમાં રહેતી ગૃહિણી હોય કે નોકરી કરતી મહિલા કંઈને કંઈ બ્યુટી પ્રોડક્સનો ઉપયોગ કરતી હોય છે. અને તેના માટે ગમે તેટલા પૈસા ખર્ચવા તે તૈયાર પણ થઈ જતી હોય છે. આવી સ્થિતિમાં, જો તમે ચહેરા પર રાતોરાત ગ્લોઇંગ ત્વચા મેળવવા માંગો છો તો તમારે ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને મેળવી શકો છો.
તમને ઘરના રસોડામાં ઘણી એવી સામગ્રીઓ મળી જશે, જેનો ઉપયોગ કરીને, જો તમે ચહેરા પર લગાવીને રાત્રે સૂઇ જશો તો સવાર સુધીમાં તમારો ચહેરો સાફ થઈને ચમકદાર દેખાશે. આપણે બધા જાણીએ છીએ કે આપણું શરીર રાત્રે સૂતી વખતે જ રિપેર થતું હોય છે.
મલાઇ- ખાસ કરીને મોટા ભાગે લોકો દૂધની મલાઇ ચહેરા પર લગાવવાની સલાહ આપતા હોય છે. અને તે ચહેરા પર લગાવાથી ફાયદો પણ થતો હોય છે. એવી જ રીતે તમે નાળિયેરની મલાઈ રાત્રે સૂતી વખતે ચહેરા પર લગાવશો તો ચહેરા પર ચમક આવી જશે. કેમ કે નાળિયેરની મલાઈમાંથી વિટામિન-ઈ અને વિટામિન-સી બંને સારી રીતે મળી રહે છે. તેથી નાળિયેરની મલાઈ તમે વાળમાં પણ લગાવશો તો જરૂર ગુણકારી સાબિત થશે.
બદામનું તેલ-બદામના તેલમાં વિટામિન એ, ઈ, ડી, કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક, આયર્ન, મેંગ્નીઝ, ફોસ્ફરસ, અને ઓમેગા-3 ફેટી એસિડ વિપુલ પ્રમાણમાં હોય છે. બદામના તેલના આ તમામ ગુણો ત્વચાની સમસ્યાઓ માટે શ્રેષ્ઠ ઉપચાર છે.
બદામનું તેલ ચહેરા પર તમે બે રીતે લગાવી શકો છો. પહેલી રીતે કોઈપણ મોઇશ્ચરાઇઝિંગ લોશનમાં તમે બદામનું તેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. રાત્રે સૂતા પહેલા ફેસ પર લગાવવાથી ત્વચા સુધરે છે. બીજું કે રાત્રે સૂતા પહેલા બદામના તેલથી ચહેરા પર માલિશ કરો. તેલના થોડા ટીંપા હાથ પર લો અને હથેળીઓને એકસાથે ઘસો જેથી તેલ થોડું ગરમ થઈ જાય પછી આખા ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો.
બદામના તેલથી આંખોની આજુબાજુ થયેલા કાળા કુંડાળા પણ દૂર થઈ શકે છે. સૂતી વખતે બદામના તેલના થોડા ટીંપા હાથમાં લઈ આંખની આસપાસ લગાવી લો. એક મિનિટ સુધી મસાજ કરી આખી રાત રહેવા દેવું. આ રીતે ડાર્ક સર્કલ નિયમિત તેલ લગાવાથી દીર થઈ જશે સાથે ચહેરો પર ચમકશે.
એલોવેરા જેલ- એલોવેરા જેલમાં ગુલાબ જળ અને લીંબુના થોડા ટીંપા મિક્સ કરો એક બાઉલમાં. પછી તેને રાત્રે ચહેરા પર લગાવો. એલોવરા જેલમાં વિટામિન-સી હોય છે. વિટામિન-સી ત્વચાના રંગને નીખારવાનું કામ કરે છે અને તેને ચમકદાર પણ બનાવે છે. આ સિવાય વિટામિન-સીના પરિણામો માટે તમારે તેનો ઉપયોગ ફક્ત રાત્રે જ કરવો જોઈએ, કારણ કે વિટામિન-સી સૂર્યપ્રકાશમાં સારી રીતે કામ કરતું નથી.
નાળિયેરનું તેલ- તમે એકલું નાળિયેરનું તેલ પણ ચહેરા પર લગાવી શકો છો અથવા તમે કોઈ નાઇટક્રિમનો ઉપયોગ કરતા હોવ તો તેમાં એક ચમચી નાળિયેર તેલ અથવા કોલ્ડ-પ્રેસ્ડ નાળિયેર તેલ ઉમેરો. તેનાથી તમારા ચહેરા પર માલિશ કરો અને બીજે દિવસે સવારે ધોઈ નાખો. નાળિયેર તેલ સુપરફૂડની જેમ કામ કરે છે. જો ત્વચા પર બળતરા થતી હોય અથવા કોઈ પણ વસ્તુનો ચેપ લાગવાથી દૂર રાખશે આ તેલ. નાળિયેર તેલમાં અનેક પોષકતત્વો રહેલા હોય છે. માટે તે રફ અને બેજાન સ્કીનને દૂર કરવાનું કામ કરે છે.
લીંબુ અને ગ્લીસરીન- ઉનાળાની ગરમીમાં ઓઈલી સ્કીનનું ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે છે. જો તે લોકો પોતાની સ્કીનનું જરા પણ ધ્યાન નહીં રાખે તો તરત ફેસ પર ઝિણા ખીલ, ફોલ્લી થવા લાગે છે. તેવા સમયે ગ્લીસરીન બહુ જ ફાયદાકારક સાબિત થાય છે.
તમે ગ્લીસરીન સાથે, ગુલાબજળ, અને લીંબુનો રસ મિકસ કરીને ચહેરા પર લગાવો. રોજ રાત્રે નાઈટ ક્રિમ યુઝ કરતા હોવ તો થોડો સમય આ પ્રયોગ કરી જુવો, જરૂર ફાયદો થશે. તમારી સ્કીન પર નિખાર આવી જશે દાગ અને ખીલની સમસ્યા પર થઈ જશે દૂર.
દિવેલ- આપણે સાંભળ્યું છે કે કોઈને ઝાડો કરાવા માટે દિવેલ મહત્વનું રહે છે. પરંતુ ત્વચાના નિખાર માટે એરંડિયું પણ કામમાં આવે તે પહેલીવાર જોયું. સ્કીનને લગતી કોઈપણ તકલીફ હશે તો તેનાથી દૂર થઈ શકે છે.
પરંતુ તેના માટે તમારી પાસે વિટામિન-ઈ કેપ્યુલ ન હોય તો બજારમાંથી ખરીદવી પડશે. કેમ કે દિવેલનું તેલ વિટામિન-ઈના તેલમાં મિક્સ કરવાનું રહેશે. આ મિશ્રણને તમે ગમે તે સીઝનમાં રાત્રે સૂતી વખતે ચહેરા પર લગાવી શકો છો. ત્વચા પર આવી જશે નિખાર.
વિટામિન-ઈ- આ તેલનો ઉપયોગ વાળનો ગ્રોથ, સ્લિકી બનાવવા માટે ખાસ કરીને કરવામાં આવતો હોય છે. વાળ માટે જેટલું લાભદાયી છે આ તેલ તેટલું જ ત્વચા માટે પણ ગુણકારી માનવામાં આવે છે. વિટામિન-ઈનું તેલ ચહેરા પર લગાવવાથી કાળા ડાઘ, ધબ્બા, અને સ્કીન સોફ્ટ થઈ જાય છે.
પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ તેલનો ડાયરેક્ટ ઉપયોગ ક્યારેય ચહેરા પર ન કરવો. તેનાથી નુકશાન થશે. માટે વિટામિન-ઈના તેલમાં નાળિયેરનું તેલ અથવા બદામનું તેલ મિક્સ કરીને જ ચહેરા પર લગાવવું. જેથી તેની કોઈ આડઅસર ન થાય.આ રીતે સ્કીન અને ચહેરાની કેર કરશો તો થોડા દિવસમાં તમારે પાર્લરમાં જવાની જરૂર નહીં પડે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.