👧કોઈપણ બાળકનો ઉછેર કરવો એ માતા-પિતા માટે ઘણું અઘરું કામ માનવામાં આવે છે. અને તેમાં પણ હાલના સમયમાં એક બાળકનો ઉછેર કરવામાં ઘણા પેરન્ટ્સ થાકી જાય છે કે તે બીજું બાળક લાવવાની ઇચ્છા રાખતા હોતા નથી.
👧બાળકનો ઉછેર એક પડકાર ગણવામાં આવતો હોય છે. બાળક નાનું હોય ત્યારથી માંડીને મોટું થાય અને તેમાં પણ જ્યારે કોલેજમાં આવે ત્યારે તેનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે.
👧તેમાં પણ ખાસ કરીને અત્યારના સમયમાં છોકરીઓનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. આજે તમને એવી જ એક તેજસ્વી નામની છોકરીની વાત જણાવીશું. જેનો શોખ એટલો ગજબનો છે. અને તેજસ્વીને આ શોખના કારણે જ લિમકા બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળ્યું છે.
👧પણ આ સ્થાન તેના કશા કામનું નથી કેમ કે તેના આ શોખને લીધે તેના માતા-પિતાએ ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. આપણે જાણીએ છીએ કે મોટાભાગની છોકરીઓને લાંબા વાળ, લાંબા નખ, જિન્સ પહેરવું, બહાર ફરવા જવું, બહાર વધારે જમવા જવાનો વગેરે જેવા શોખ હોય છે. પરંતુ આ તેજસ્વી પ્રભુલકરનો એવો અનોખો શોખ છે જેના લીધે તેમની નામના તો થઈ, સાથે માતા-પિતાએ ત્યજી દીધી છે.
👧તેનો શોખ છે ટેટુ કરાવવાનો. તેજસ્વીએ શરીર પર 103 ટેટુ કરાવ્યા છે. જેના લીધે તે સૌથી વધારે ટેટુ પોતાના શરીર પર ચિતરાવનાર ભારતીય મહિલા તરીકે વર્લ્ડ રેકોર્ડમાં નામ આવ્યું છે. તેનો શોખ બધા કરતાં અલગ છે. એક બે નહીં ને 103 ટેટુ તેણે શરીર પર દોરાવ્યા છે.
👧એટલું જ નહીં તે પોતે ટેટુ આર્ટિસ્ટ અને મોડેલ છે. અને તેના આ શોખના કારણે ઘરવાળાને લાગે છે કે તે પાગલ થઈ ગઈ છે. જેના કારણે તેને ઘર છોડવું પડ્યું છે. પરિવાર સાથે તેના મિત્રોને પણ તે પાગલ હોય તેવું લાગી રહ્યું છે. ઘણા લોકોને લાગે છે કે પોતાના શરીર પર આટલા બધા ટેટુ શા માટે કરાવ્યા હશે.
👧-તેજસ્વીને પહેલા તેના નામથી ગુસ્સો આવતો હતો કેમ કે મોટાભાગના લોકો તેના નામનું ઉચ્ચારણ ખોટું કરતાં હતા. અને તેના કારણે જ પહેલું ટેટુ પોતાના નામનું કરાવ્યું હતું. તે કહે છે કે ઘણી જગ્યા પર તે જતી ત્યારે તેજશ્રી નામથી બોલાવતા હતા. આ વાત તેને જરાપણ પસંદ આવતી નહીં. જેના લીધે તેણે પોતાના નામનું ટેટુ જ કરાવી લીધું. તેનું માનવું છે કે લોકો ટેટુ કરાવતી છોકરીઓને જાણે.
👧-બસ આ વાત પરથી તેજસ્વીએ ટેટુને પોતાનો પ્રોફેશન બનાવી લીધો છે. તે કહે છે કે બાળપણમાં મને સ્કેચિંગ બનાવવાનો શોખ હતો અને તે હું સારી રીતે બનાવી પણ શકતી હતી. તેજસ્વીની માતાને પણ આ વાત ગમતી અને તે ઇચ્છતી હતી કે તેજસ્વી આ ફિલ્ડમાં સારી રીતે આગળ વધે.
👧-જોત જોતામાં તેજસ્વી ટેટુ આર્ટિસ્ટ બની ગઈ જે વાતનો તેમને ક્યારેય અંદાજો પણ લગાવ્યો ન હતો. તેના આ પ્રકારના ટેટુના શોખને જોઈ ઘરના સભ્યો ચિંતામાં પડી ગયા હતા, એટલું ન નહીં તેમને આટલા શરીર પર ટેટુ કરાવે તે વાત પસંદ નહોતી. અને આ વાતને લઈ માતા-પિતાએ તેનો ત્યાગ કરી દીધો.
👧તેજસ્વી પોતે માને છે કે દરેક ટેટુનો કોઈ અર્થ હોવો જોઈએ એટલે કે કોઈપણ ટેટુ સાથે સંબંધ હોવો જરૂરી છે. અને એ જ રીતે તેના શરીર પરના દરેક ટેટુનો કોઈનો કોઈ સંબંધ તેના જીવન સાથે જોડાયેલો છે. દરેક ટેટુની સ્ટોરી જરૂર છે.
👧-તેજસ્વી આગળ કહે છે કે તેને કંઈક અલગ કરવું હતું અને તેના માટે કોલેજ છોડી દીધી હતી. તે સમયે મોટાભાગના લોકો તેને મહેણાં મારતા હતા. તે વાતને અનદેખી કરીને તેજસ્વીએ બધાની બોલતી બંધ કરી દીધી. તેજસ્વીએ પોતાના શરીર પર 103 ટેટુ કરાવ્યા. જેનો અલગ અલગ મતલબ છે. આટલા ટેટુ કરાવવા માટે 1 મહિનામાં 78 ટેટુ બનાવ્યા હતા. એટલે કે એક દિવસમાં 6 ટેટુ બનાવતી હતી.
👧આવો ગજબનો શોખ ધરાવનાર તેજસ્વી નામની પહેલી છોકરી જોઈ હશે. અને તેમાં પણ ખાસ વાત છે કે તેના પરિવાર અને મિત્રોએ પણ સાથ છોડી દીધો છે.
જો જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.