👉 શિયાળામાં આપણને લીલી શાકભાજીથી માંડીને દરેક વસ્તુ તાજી અને ગુણ આપે તેવી મળતી હોય છે. તેમાં દરેક ફ્રૂટ્સનો પણ સમાવેશ થઈ જાય છે. કેટલાક લોકો શિયાળામાં અલગ-અલગ પ્રકારના જ્યૂસ બનાવીને પીતાં હોય છે.
👉 ઘર સિવાય મોર્નિંગ વોક પર નિકળીએ ત્યારે કેટલાક સ્ટોલ પર લીલી હળદર, આમળા, સરગવો, દૂધી, બીટ, ગાજરનો જ્યૂસ મળતો હોય છે. જે શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે. તેવી જ રીતે રોજ આમળાનો જ્યૂસ અથવા તેનું સેવન તમારા શરીરમાં રહેલી અનેક બીમારીઓ દૂર કરવાની તાકાત રહેલી છે.
👉 આમળા ઔષધીનું કામ કરે છે, તેમાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આમળાનો મુરબ્બો, જ્યૂસ કે અથાણાં બનાવીને સેવન કરવું પણ સારું રહે છે. તેના બીજા પણ અનેક ફાયદા છે જે જાણીએ.
👉 આમળાના ફાયદા
👉 સ્કીન માટે- આમળાના જ્યૂસનું ખાલી પેટે સેવન કરવામાં આવે તો કોલેજનના ઉત્પાદનમાં વધારો થાય છે. તે વિટામિન-ઈથી પણ ભરપૂર હોય છે. જે સ્કીનને સોફ્ટ અને ચમકીલી બનાવે છે.
👉 વાળનો વિકાસ- આમળામાં વિટામિન-સી, ટેનીન, એમિનો એસિડ અને જરૂરી ફેટી એસિડ હોય છે. જે વાળને પોષણ આપવાનું કામ કરે છે. આમળાનું તેલ વાળના વિકાસમાં મદદરૂપ સાબિત થાય છે. તે ડેન્ડ્રફ થતો અટકાવે છે. સાથે સ્કેલ્પની ચામડી પર આમળાના તેલથી માલિશ કરવામાં આવે તો સફેદ વાળ થતાં અટકાવી શકાય છે. આ રીતે કુદરતી રીતે વાળને પોષણ મળે છે.
👉 માનસિક સ્વાસ્થ્ય- આમળામાં એન્ટી-ઓક્સીડન્ટનો ગુણ રહેલો છે જે યાદશક્તિ વધારવામાં સાથે તણાવ દૂર કરવામાં મદદ કરે છે. તેના સેવનથી મન ખુશમિજાજ રહે છે.
👉 તે સિવાય આમળામાં ફાઈટોન્યૂટ્રીઅન્ટસ રહેલા હોય છે જે બ્રેન સેલ્સને ડેમેજ કરતાં રેડિકલ્સથી રક્ષા કરે છે. તેથી આમળા આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
👉 હૃદયને તંદુરસ્ત- આમળામાં ફાઈબર અને આયર્નની માત્રા વધારે રહેલી હોય છે. જે લિપોપ્રોટીનના ઓક્સીકરણને કંટ્રોલ કરવાનું કામ કરે છે. જેથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધતું નથી. જેથી હૃદય સ્વસ્થ રહે છે.
👉 બ્લડ શુગર કંટ્રોલ- આમળામાં રહેલા પોલિફેનોલ્સ શરીરને ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને ક્રોનિક હેલ્થ કન્ડિશનને વધતાં અટકાવે છે, આમળા શરીરને ઇન્સ્યુલિન પ્રત્યે વધારે પ્રતિક્રિયાશીલ બનાવે છે. જેથી ઇન્સ્યુલિનનું શોષણ વધે છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. માટે જો ડાયાબિટીસ હોય તો તેમણે કાચા આમળા ખાવા ફાયદાકારક ગણાય છે.
👉 પુરુષો માટે- પુરુષ શક્તિ વધારે છે. આયુર્વેદમાં ડૉક્ટરો કહે છે કે આમળામાં વિટામિન-સીની માત્રા વધારે હોવાથી પુરુષોના સ્પર્મ કાઉન્ટનો વધારો થાય છે. તે ઉપરાંત યૌનશક્તિ પણ વધે છે. એટલું જ નહીં આમળામાં રહેલું ઝિંક અને આયર્ન સ્પર્મ ક્વોલિટીમાં પણ સુધારો કરે છે.
👉 લોહી સ્વસ્થ રાખે- આમળાનું સેવન બિનજરૂરી ટોક્સીનને શરીરમાંથી બહાર કાઢે છે અને શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધારે છે. આમળાનું સેવન શરીરમાં ટોક્સીનને વધવા દેતું નથી અને હૃદયને સ્વસ્થ બનાવે છે. લોહીના પ્રમાણમાં પણ વધારો થાય છે.
👉 રોગ પ્રતિકારક શક્તિ– આમળામાં વિટામિન-સીની માત્રા ભરપૂર હોય છે. જે શરીરને મજબૂત બનાવે છે. સાથે અનેક બેક્ટેરિયા અને વાઈરલ ઇન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે.
જો આ આમળાના ફાયદા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.