સામાન્ય રીતે માણસના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે. કેટલીકવાર એવું પણ બનતું હોય છે કે તે તમામ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે માણસ ઘણી વખત પ્રયત્નો કર્યા કરે છે. માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં અનેક પ્રકારના ઉપાયો જણાવવામાં આવ્યા છે.
ઘણા લોકોને સુખ આવે ત્યારે ચારેબાજુથી આવતું હોય છે, પરંતુ જ્યારે દુખનો સમય આવે છે ત્યારે વ્યક્તિ તણાવ સાથે જીવન પસાર કરવા લાગે છે. તે દુખ અમુક ઉપાયો કરીને દૂર કરી શકાય છે. એવા કેટલાક સફેદ ફટકડીના ઉપાયો વિશે તમને આજે જણાવીશું. જેનાથી તમારા જીવનમાં જરૂર બદલવા આવશે. તેમાં ખાસ કરીને પૈસામાં લાભ મેળવી શકો છો.
ખરાબ સ્વપ્ન – રાતના સમયે ઘણા માણસોને વગર કારણનો ડર લાગતો હોય છે. ખરાબ સ્વપ્ન પણ આવતા હોય છે. તેના માટે પલંગ નીચે કાળા કપડામાં ફટકડી મૂકી દેવી. આમ કરવાથી તમારા શરીરમાં આવતી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થશે. તમને વધારે સારી ઊંઘ પણ આવી શકે છે.
ધંધાનો દોષ – તમે જે જગ્યા પર રહેતા હોવ અથવા નોકરી-ધંધા પર વાસ્તુદોષ હોય તો એક વાડકી લેવી તેમાં 50 ગ્રામ જેટલી ફટકડી લઈ ખૂણામાં મૂકી દેવી. થોડા થોડા સમયે બદલતા રહેવું. અને ઘ્યાન રાખવું કે કોઈ વ્યક્તિની નજર ન પડે તેના ઉપર, આ પ્રયોગથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને વાસ્તુદોષ પણ નથી રહેતો.
બાળકોનો ડર થશે દૂર – મોટા માણસની જેમ નાના બાળકોમાં પણ ડરવાની સમસ્યા જોવા મળતી હોય છે. ઘણી વાર ભયાનક સપનું આવતા તે લોકો ડરી જતા હોય છે. તો તમે નાના બાળકના પલંગની નીચે પણ આવો ફટકડીનો ટુકડો રાખી શકો છો. તેમાં ખાસ કરીને મંગળવાર અને રવિવારે તકિયા નીચે ફટકડી મૂકી દેવી. સપનાં આવતા બંધ થઈ જશે અને બાળક ડરશે પણ નહીં.
ધંધો થશે અનેક ગણો વધુ – વાસ્તુશાસ્ત્ર મુજબ ફટકડીનો આ ઉપાય અલગ-અલગ રીતે કરવાથી માણસના શરીરમાં અને ઘરમાં આવતી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. કોઈ પણ વ્યક્તિ દ્વારા નવો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો હોય અને તેમના વ્યવસાયમાં વારંવાર પ્રગતિ ન થતી હોય અને વારંવાર વિઘ્નો આવતા હોય કે કોઈપણ પ્રકારના અવરોધ આવતા હોય તો તેમના વ્યવસાયના મુખ્ય દરવાજા ઉપર એક કાળા કલરના કપડાંમાં ફટકડીનો ટુકડો બાંધી રાખવો. થોડા સમયમાં ધંધો સારો ચાલવા લાગશે.
નોકરીમાં મળશે મદદ – ઘણી વખત કોઈ વ્યક્તિને નોકરીમાં સારી તકો મળતી હોવા છતાં અન્ય કારણોસર સફળતા મળતી ન હોવાથી વ્યક્તિ હતાશ થઈ જાય છે. તમે જ્યાં પણ ઈન્ટરવ્યૂ આપવા જાવ ત્યારે ખીસ્સામાં ફટકડીનો ટુકડો રાખો. ઈન્ટરવ્યૂમાં સફળતા મળશે સાથે નોકરી પણ સારી મળી રહેશે. આવનારા સમયમાં પણ વધારે સારી તક મળવાની રહેશે.
કર્જમાંથી મુક્તિ – ઘણી વખત એવા સંજોગો ઉભા થાય છે જેના કારણે માણસ દેવાનો (કરજ) દાસ બની જતો હોય છે. તેમાંથી છુટકારો મેળવવા માટે ફટકડી ઉપર સિંદૂર નાખી પાનના પત્તામાં લપેટો. આ રીતે એક રક્ષાસૂત્ર તૈયાર થશે. તેને એક ખૂણામાં બાંધી દો. ખાસ કરીને બુધવારે સાંજે પીપળાના ઝાડ નીચે કોઈપણ વસ્તુ દબાવીને મૂકી દો. આમ કરવાથી વ્યાજમાંથી તમે જલદી છૂટી જશો.
ઘર કંકાસ થશે દૂર – ઘણી વખત ઘરકંકાસ કોઈપણ કારણ વગર થતો રહેતો હોય છે. તેના કારણે ઘરમાં રહેતા માણસોના મન ઉંચા થઈ જતા હોય છે. અને વારંવાર ઝઘડા અને અશાંતિનું વાતાવરણ રહેતું હોય છે. આવા સમયે તમે ઘરના એક ઓરડામાં રાત્રે પલંગ પાસે પાણી ભરીને એક વાસણ મૂકો તેમાં ફટકડી નાખીને બીજા દિવસે આ પાણીને પીપળના ઝાડ પર અર્પણ કરવું જોઈએ. ફટકડીનો આ ઉપાય કરશો તો ઘરના લોકો વચ્ચેના સંબંધોમાં સુધારો થશે.
ઓછી આવકને વધારો – ઘરના આવક પહેલા કરતાં ઓછી થઈ ગઈ હોય અને વ્યાજ વધી રહ્યું હોય તો ઘરમાં પોતું મારતી વખતે ફટકડી ઉમેરો. આખા ઘરમાં આ પાણીથી પોતું કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને શાંતિ જળવાશે.
સંપત્તિમા વધારો – પૈસા પાપ્ત કરવા માગતા હોવ તો ફટકડીનો એક નાનકડો ટુકડો સલામત સ્થાને રાખવો જોઈએ. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે ફટકડી પાણીમાં નાખીને સ્નાન કરવામાં આવે તો સંપત્તિના અનેક લાભ મળવા લાગે છે. આ સિવાય જો તેને ઘરના કે દુકાનના મુખ્ય દરવાજા પર કાળા કપડામાં બાંધી અને લટકાવવામાં આવે તો જીવનમાં પૈસા સંબંધિત ફાયદો થશે. આ ઉપાય જરૂર કરવો જોઈએ.
નકારાત્મક ઉર્જા થશે દૂર – તે ઉપરાંત ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે ફટકડીનો ઉપયોગ આયુર્વેદિક સાથે વાસ્તુશાસ્ત્રમાં પણ કરવામાં આવે છે. ઘરના પશ્ચિમ અને દક્ષિણ ખૂણામાં ફટકડીનો એક ટુકડો રાખવાથી ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, આપ વાસ્તુ શાસ્ત્રની બુક્સ અથવા તેના જાણકાર પાસે આપની જરૂરિયાત મુજબ પણ ઉપાય કરાવી શકો છો. અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.