📘સૌ કોઈ જાણે છે એ રીતે કે આપણે વિમાનમાં પ્રવાસ કરવો હોય તો પહેલા પાસપોર્ટની જરૂર પડતી હોય છે. પાસપોર્ટ વગર હવાઈ મુસાફરી શક્ય બનતી હોતી નથી. જે તે દેશના વ્યક્તિએ તેનો પાસપોર્ટ પહેલા બતાવવાનો હોય છે અને તેના પર સિક્કો લાગે પછી જ આપણને બીજા દેશમાં જવાની મંજૂરી મળતી હોય છે. પણ લોકો એ નથી જાણતા કે પાસપોર્ટનો કલર પણ અલગ અલગ પ્રકારનો હોય છે.
📘અમુકને મન તો પાસપોર્ટ એટલે પાસપોર્ટ. એવું નથી પાસપોર્ટ લીલો, વાદળી, લાલ, કાળા રંગનો આવતો હોય છે. જે આખી દુનિયા વાપરે છે. વિશ્વમાં આ ચાર કલરના પાસપોર્ટનું ચલણ છે. પણ તેનું મહત્ત્વ શું છે તેની જાણ નથી. તો ચાલો આજે માહિતી મેળવીએ.
📘ગ્રીન રંગનો- આ કલરને ઇસ્લામિક દેશોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, અને એટલા માટે જ ત્યાંના દેશનો પાસપોર્ટ કલર ગ્રીન એટલે કે લીલો રાખવામાં આવ્યો છે. લીલા કલરનો પાસપોર્ટ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, સાઉદી, મોરક્કો જેવા ઘણાં દેશો માટે ઉપયોગ કરવામાં આવે છે.
📘આફ્રિકાના કેટલાક દેશો પણ ઇસ્લામિકની જેમ લીલા કલરને પ્રકૃતિ અને જીવનનું પ્રતિક ગણે છે. તેથી આફ્રિકી દેશો પણ લીલા રંગના પાસપોર્ટનો ઉપયોગ કરે છે. જેમ કે બુર્કિના ફાસો, નાઈઝિરીયા, નાઇઝર, આઇવરી કોસ્ટ જેવા કેટલાક દેશો ગ્રીન કલરનો પાસપોર્ટ વાપરે છે.
📘બ્લેક રંગનો- ન્યુઝિલેન્ડનો રાષ્ટ્રીય કલર કાળો છે. એટલે અંદાજો આવી જાય કે આ દેશના લોકો કાળા રંગનો પાસપોર્ટ વાપરતા હશે. તેમાં આફ્રિકી, જામ્બિયા, બોત્સવાના, બુરુંડી, અંગોલા, ગૈબન, કાંગો, મલાવીનો ઘણા દેશો આ કલરનો પાસપોર્ટ યુઝ કરે છે.
📘રેડ કલરનો- આ કલરના પાસપોર્ટ માટે એવું કહેવાય છે કે જે દેશોમાં સામ્યવાદી વ્યવસ્થા ચાલતી હોય અથવા જે દેશોમાં સામ્યવાદી ઇતિહાસ રહી ચૂક્યો છે. ત્યાં મોટાભાગે લાલ રંગનો પાસપોર્ટ યુઝ થાય છે. યુરોપિયન દેશો ખાસ કરીને લાલ રંગના પાસપોર્ટનો ઉપયોગ કરે છે. જેમાં રશિયા, ફાન્સ, પોલેન્ડ, નેધરલેન્ડ, રોમાનિયા અને જર્મની જેવા દેશો સામેલ થતા હોય છે. તમને જણાવી દઈએ કે ચીનમાં પણ રેડ કલરના પાસપોર્ટનો ઉપયોગ થાય છે.
📘બ્લુ રંગનો- આ પાસપોર્ટ ક્યાં યુઝ થાય છે તે ભારતવાસીઓ સારી રીતે જાણતા હોય છે. ભારત દેશના લોકો પાસે આછા વાદળી રંગનો પાસપોર્ટ હશે. તે સિવાય ઉત્તરી અમેરિકા, દક્ષિણી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ફિજી જેવા ઘણા દેશોમાં પાસપોર્ટનો કલર બ્લુ છે. કેમ કે બ્લુ કલરએ શાંતિ પ્રતિક મનાય છે.
📘તે સિવાય રાજદ્વારી પાસે લાલ કલરનો પાસપોર્ટ હોય છે, અને જે સરકારના ખાસ પ્રતિનિધિઓ હોય તેમને પાસે સફેદ કલરનો પાસપોર્ટ જોવા મળતો હોય છે. આમ આ રીતે દરેક દેશમાં અલગ અલગ કલરના પાસપોર્ટનું ચલણ હોય છે. મોટાભાગના લોકોને આ વાતની જાણ નહીં હોય કે પાસપોર્ટના પણ અલગ અલગ કલર હોય છે. અને તેનાથી જ અલગ અલગ દેશની ઓળખની ખબર પડતી હોય છે.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.