દેશી ઘી ના ફાયદા લગભગ ગામડામાં રહેતા બધા લોકો જાણતા હોય છે અને ત્યાં દેશી અને શુધ્ધ ઘી આસાનીથી મળી રહે છે. પણ અત્યારે શહેરોમાં શુધ્ધ ઘી મળવું ખુબજ મુશ્કેલ છે. શહેરમાં બધી જ વસ્તુમાં ભેળસેળ કરવામાં આવે છે અહિયાં મળતા ઘી ની અંદર અથવા તે ક્યાં વસ્તુથી બનેલું છે તે કોઈને ખબર હોતી નથી પણ કંપની વાળા લોકો કહે છે કે, અમે ઘી કુદરતી રીતે જ બનાવીએ છીએ જેમ ગામડામાં બનાવે છે. તે હવે કેટલું સાચું છે તે કોઈને ખબર હોતી નથી.
આજે આ આર્ટિકલમાં જણાવીશું કે દેશી ઘી ના ફાયદાઓ કેવા હોય છે અને મહિલાઓને ખાસ આ આર્ટીકલ વાંચવો જેનાથી તેમને જાણવા મળે કે વાળ માટે ઘી કેટલું ઉપયોગી છે. લગભગ ઘી ના ફાયદાઓ ખબર હોય છે. પણ વાળ માટે કેટલું ઉપયોગી છે તે કોઈને ખબર હોતી નથી. આ આર્ટીકલ પૂરો વાંચો અને જાણો ઘી ના ઉપયોગથી વાળમાં કેવા ગજબના ફાયદાઓ થાય છે.
આજે જે આ ઉપાય વિષે જણાવીશું તે આયુર્વેદમાં પણ લખવામાં આવ્યું છે. દેશી ઘીના ઘણા ફાયદાઓ છે પણ વધારે તેનું સેવન કરવામાં આવે તો નુકસાન પણ થઈ શકે છે. હવે જાણીએ સ્ટેપ બાય સ્ટેપ વાળમાં ઘી કેવી રીતે ઉપયોગી બને છે.
સૌથી પહેલા જાણીએ કે તમારા વાળા વધતાં અટકી જાય છે એટલે કે, વાળનો ગ્રોથ થતો નથી તો તેની માટે અર્ધી વાટકી દેશી ઘી લો તેની અંદર એક ચમચી આમળાનું જ્યુસ અને એક ચમચી ડુંગળીનો રસ મિક્સ કરો અને આ ત્રણ વસ્તુને બરાબર મિક્સ કરી વાળમાં હળવા હાથે મસાજ કરો પછી તેને 15 મિનિટ પછી વાળને સારા સાફ કરી લો. આ કાર્ય 15 દિવસમાં એક વાર કરવું અને મહિનામાં 2 વાર કરવું. વાળ સારા અને વાળનો ગ્રોથ થવા લાગશે.
વાળમાં ખોડો વધારે થાય છે તો તેની માટે પણ ઘી ખૂબ જ ઉપયોગમાં આવે છે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો ખોડાની સમસ્યા વધારે થતી હશે તેને કાઢવા માટે, અર્ધી વાટકી જેટલું ઘી અને ઘી જેટલું બદામનું તેલ બંને બરાબર મિસ્ક કરી માથા પર મસાજ કરો બદામના તેલથી વાળને ગ્રોથ કરવામાં મદદ કરશે અને ઘી માથાની સ્કીન ડ્રાઈ થતી અટકાવશે અને ખોડો આપોઆપ નીકળી જશે.
વાળની ચમક ઓછી થઈ ગઈ છે તો તેની માટે ઘી અને લીંબુનો ઉપયોગ ખુબજ ઉપયોગી છે. સૌથી પહેલા વાળમાં ઘી ની મસાજ હળવા હાથે કરો, 15 મિનિટ પછી વાળમાં લીંબુનો રસ હળવા હાથે ઘસો તે બંને ને માથામાં 15 મિનિટ સુધી રહેવા દો અને પછી વાળને સારા પાણીથી ધોઈ લો. માહિનામાં આ કાર્ય 2 વાર કરવું વાળમાં ચમક આવવા લાગશે.
જે મહિલાને વાળ ખરાબ થઈ ગાય છે એટલેકે, વાળ ફાટી ગયા છે તેને ઘી સૌથી વધારે ઉપયોગી બને છે. સૌથી પહેલા બધા વાળમાં લગાડી શકો તેટલું ઘી લો. પછી તે ઘી ને થોડું હુફાળું ગરમ કરો. તે ઘી ગરમ કર્યા પછી વાળમાં હળવા હાથે મસાજ કરો. પછી 15 મિનિટ રહેવા દો. પછી વાળને થોડા ગરમ પાણીથી ધોઈ લો. આ કાર્ય કરવાથી થોડા દિવસોમાં વાળ સારા અને મજબૂત થવા લાગશે.
ઘણા લોકોને નાની ઉમરે વાળ સફેદ થવા લાગે છે. તેવા વ્યક્તિઓ માટે ઘી વરદાનરૂપ છે. શુદ્ધ અને દેશી ઘી ને વાળમાં મસાજ કરો અને ઉપર ટુવાલ અથવા રૂમાલ 20 મિનિટ ઢાંકી રાખો પછી તે વાળને હુફાળા ગરમ પાણીથી સાફ કરી લો. ધીરે ધીરે સફેદ વાળ કાળા થવા લાગશે.
બીજી વાળની ઘણી સમસ્યાથી રાહત મેળવા માંગો છો તો, ચાર ચમચી દેશી ઘી લો તેને ગરમ થવા મૂકો થોડું ગરમ થાય પછી તેની અંદર બે ચમચી બદામનું તેલ ઉમેરો અને ત્રણ ચમચી બદામનો પાવડર ઉમેરો તે બધી વસ્તુને મિક્સ કરી પેસ્ટ બની લો. પછી તેને પેસ્ટને ધોયેલાં વાળ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો 20 મિનિટ સુધી વાળમાં તે પેસ્ટને રહેવા દો અને પછી વાળને સારા અને સાફ પાણીથી સાફ કરી લો. વાળની જે પણ સમસ્યા હશે તે આપોઆપ ઠીક થઈ જશે.
વાળને કંડિશનર કરો તો વાળ સારા અને મુલાયમ બની જાય છે પણ તેના નુકસાન તમને ખબર નથી વારંવાર કંડિશનરનો ઉપયોગ કરવામાં આવે તો વાળ ધીરે ધીરે ખરવા લાગે છે. વાળ માટે ઘી કંડીશનરનું જેવુ કામ કરે છે. ઘી ની અંદર જેતૂનનું તેલ (ઓલિવ ઓઇલ) મિક્સ કરી વાળમાં લગાવવામાં આવે તો વાળ મુલાયમ અને ડ્રાઈ રહે છે. સાથે વાળમાં કોઈ પ્રકારનું સાઇડીફેક્ટ થયેલું છે તો ઘી તેને સારું કરી દેશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.