શરીર સ્વસ્થ રહે તે માટે યોગ્ય ખોરાકનું સેવન પણ જરૂરી છે. શરીરની અંદર જે કોઈપણ ભાગ રહેલા છે તેને તંદુરસ્ત રાખવા માટે ખોરાક કોઈને કોઈ રીતે ઉપયોગી સાબિત થતો હોય છે. તેમાં કોળું એવું એક શાકભાજી છે જે સ્વાદ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સફેદ કોળું ગુણકારી મનાય છે. તેને અંગ્રેજીમાં વ્હાઇટ પંપકિન કહે છે.
કોળામાં કોપર, આયર્ન, ફોસ્ફરસ, વિટામિન બી1, વિટામિન-બી2, વિટામિન-ઈ, મેગ્નેશિયમ વગેરે જેવા પોષક તત્વો જે શરીરને અનેક સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે. સફેદ કોળાનો જ્યૂસ પણ એટલો જ ગુણકારી છે. તે પેટની સમસ્યાને પણ દૂર કરે છે. તો ચાલો જોઈએ લીવરને અને પૂરા શરીરને કેવી રીતે સ્વસ્થ રાખવાનું કામ કરે છે. સફેદ કોળાનું શક્તિશાળી જ્યૂસ. અને સાથે જાણો જ્યુસ બનાવવાની વીધી અને પીવાનો સાચો સમય.
સફેદ કોળામાં રહેલા છે આટલા વિટામિન્સ- સફેદ કોળામાં વિટામિન્સ અને મિનરલ્સ સારી માત્રામાં જોવા મળે છે. તે ઉપરાંત એન્ટિઇમ્ફેમેટરી અને એન્ટિઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. જેથી સફેદ કોળું પોષકતત્વોથી ભરપૂર ગણાય છે.
લિવરમાં સોજો- ઘણા લોકોને લિવરની સમસ્યા રહ્યા કરતી હોય છે. જેના કારણે શરીરમાં અનેક તકલીફો રહ્યા કરતી હોય છે. જો તમને લિવરમાં સોજો રહેતો હોય તો સફેદ કોળાનો જ્યૂસ પીવો જોઈએ. કોળામાં એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ રહેલો હોય છે. જે લિવરમાં રહેલો સોજો ઓછું કરવાનું કામ કરે છે.
પિત્ત માટે- પિત્ત જેને શરીરમાં થતું હોય તેને બીજા ઘણા રોગો થવા લાગે છે. જેના કારણે આપણને બેચેની લાગ્યા કરે છે. મોટાભાગના લોકોને આ સમસ્યા ચોમાસાની સીઝનમાં ખાસ થતી હોય છે. તેને દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે સફેદ કોળું. સફેદ કોળાનો જ્યૂસ પિવાથી પિત્ત શરીરમાંથી જલદી છૂટો પડી બહાર આવી જાય છે. આયુર્વેદમાં પણ કહે છે કે શરીરમાં જો પિત્ત વધે તો બીજી બીમારીઓને આમંત્રણ મળે છે.
લિવરને શાંત કરે- કોળાની તાસીર ઠંડી હોય છે. એસિડીટી થઈ હોય અને તમે સફેદ કોળાનો જ્યૂસ પીશો તો એસિડીટીમાં રાહત મળશે. સફેદ કોળું ઉત્તર ભારતમાં વધારે જોવા મળે છે. એક વાતનું ધ્યાન રાખવું કે કફની પ્રકૃતિ હોય તેણે કોળાનો જ્યૂસ પીવો જોઈએ નહીં કેમ કે તેની તાસીર ઠંડી હોવાથી કફ જલદી થઈ જાય છે.
લિવરમાં અમુક સમયે ગરમી વધવા લાગે છે. જેના કારણે પેટમાં બળતરા, છાતીમાં બળવું, સ્કીન બળતી હોય ત્યારે સફેદ કોળાનો જ્યૂસ ગુણકારી સાબિત થશે. સ્કીન પર બળતરાને કારણે ઝીણાઝીણા દાણા, ફોડલીઓ થવા લાગતી હોય છે. તેમાં પણ આ જ્યૂસ ફાયદાકારક છે. તે લિવરનું ટેમ્પેરેચર નીચું કરશે જેના કારણે શરીરની બીજી તકલીફો પણ દૂર થઈ જશે.
લિવરને સાફ કરે- અત્યારની જીવનશૈલીમાં ફાસ્ટફૂડ ખાવું જાણે ફેશન બની ગઈ છે. હાલની જનરેશનને જંકફૂડ વધારે ભાવતું હોય છે. જેના કારણે શરીર અંદરથી ખરાબ થાય છે. તે લોકો જાણતા હોતા નથી. આ બધી વસ્તુ ખાવાને કારણે શરીરમાં ગંદકીના થર જામવા લાગે છે.
અને જો આ ગંદકીના થર યોગ્ય સમયે સાફ કરવામાં ન આવે તો લિવર ખરાબ થવા લાગે છે. તેથી સફેદ કોળાનું જ્યૂસ પીવાથી લિવરને ડિટોક્સ કરી શકાય છે. અને લિવર સ્વસ્થ બને છે. શરીર અંદરથી ખરાબ થવાના કારણે ત્વચા પર પણ તેની અસર પડે છે. માટે થોડા થોડા સમયે લિવરને ડિટોક્સ કરતા રહેવું જોઈએ.
કેવી રીતે પીવો સફેદ કોળાનો જ્યૂસ- દરેક વસ્તુનું સેવન શરીર માટે જરૂરી હોય છે, પરંતુ તેનું યોગ્ય સમયે સેવન કરવામાં આવે તો તેની અસર થતી હોય છે. તેવી જ રીતે તમે જો કોળાનો જ્યૂસ પીતા હોવ તો તેની સાચી રીતે જાણવી જરૂરી છે. સફેદ કોળાની છાલ કાઢી લેવી. ત્યાર બાદ તેના બીજ કાઢવા. અને પછી તેનો જ્યૂસ બનાવી સેવન કરવું.
તેના જ્યૂસમાં કોઈપણ પ્રકારની વસ્તુ એડ કરવી નહીં. જેમ કે મીઠું, લીંબું, ફુદીનો, સંચળ વગેરે નાખ્યા વગર જ પીવું જોઈએ. તેનો ઓરિજિનલ ટેસ્ટ ખ્યાલ આવશે. આ રીતે સફેદ કોળાનો જ્યૂસ લિવરની સાથે સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે.
ખાસ કરીને આ સમયે પીવો જોઈએ જ્યૂસ- ડૉક્ટરની સલાહ પ્રમાણે ઘણા લોકો નિયમિત સફેદ કોળાના જ્યૂસનું સેવન કરતા હોય છે. સવારે ભૂખ્યા પેટે આ જ્યૂસ પીવો જોઈએ. જેથી તેમાં રહેલા મિનરલ્સ, વિટામિન્સ શરીરને સારી રીતે ગુણ કરે. સવારે વહેલા ઉઠીને નિત્યક્રમ પતાવી તમે સફેદ કોળાનો જ્યૂસ પી શકો છો. મોટાભાગના લોકો દરરોજ તેનું સેવન કરતા હોય છે. જો તમને કોઈ બીમારી કે શરીરમાં બીજી કોઈ તકલીફ રહેતી હોય તો ડૉક્ટરની સલાહ અચૂક લેવી, અને પછી તેનું સેવન કરવું જોઈએ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.