👫છોકરાં અને છોકરીની ઉંમર થાય એટલે માતા-પિતાને બાળકના લગ્નની ચિંતા સતાવવા લાગે છે. અને તેમના માટે જો છોકરો હોય તો છોકરી અને છોકરી હોય તો છોકરો જોતા હોય છે. પરંતુ જ્યારે બંનેની પહેલી મુલાકાત થાય ત્યારે મોટાભાગના લોકો શરમતા હોય છે.
👫શરમાયા વગર કેટલાક સવાલો એકબીજાને પૂછી લેવા જોઈએ. જેથી ભવિષ્યમાં આગળ જઇને બંને વચ્ચે કોઈ વાતને લઈ મતભેદ ન થાય. લગ્નએ પવિત્ર બંધન છે, જેને આખી જિંદગી ટકાવી રાખવા માટે બંને પક્ષે સમજણ, સહનશીલતા, સમજદારી, એક બીજાને પ્રેમ આપવો, સમય આપવો પડતો હોય છે.
👫તેના માટે પસંદગી વખતે છોકરા અને છોકરીએ એકબીજાને એવા કેટલાક પ્રશ્નો છે જે ખાસ પૂછવા જોઈએ. જેમાં આગળ જતાં કોઈ સમસ્યા ઊભી ન થઈ શકે. તો આજે તમને એવા સવાલો વિશે જણાવશું.
👫-આ સવાલો એવું નથી કે માત્ર કુંવારા લોકોને જ કામ લાગે કેટલાક સવાલો એવા છે જે પરણેલા હોય તેમને પણ ઉપયોગી બની શકે છે. પહેલો અને સૌથી મહત્ત્વનો સવાલ, તમે કોઈના દબાણમાં આવીને તો લગ્ન નથી કરી રહ્યા ને… આ સવાલ પૂછવા પાછળનું કારણ એ છે કે આજકાલ સ્ટડી કરતાં છોકરાં-છોકરીઓનું પહેલાથી જ અફેર હોય છે.
👫કોઈ વખત ઘરના વડીલો ના પાડી તેમના પર પ્રેશર કરી બીજે લગ્ન કરવા મજબૂર કરતાં હોય છે. જો આ રીતે લગ્ન કરાવે તો તે લાંબો સમય ટકતાં નથી અને અંતે છુટાછેડા લેવાનો સમય આવતો હોય છે. તેમની મરજીથી લગ્ન કરતાં હોય તો તમારું લગ્ન જીવન સારી રીતે પસાર થશે. તેથી પ્રથમ તો આ વાત જ પૂછો.
👫-બીજો સવાલ કે તે ભવિષ્યમાં આગળ જઈને તેના કરિયર વિશે શું વિચારી રહ્યા છે. કેટલાક છોકરાં લગ્ન પહેલા સ્ટડી કરતાં હોવાથી તેના આગળનું પ્લાનિંગ શું છે. તે જાણવું ખૂબ જ જરૂરી છે. કેમ કે લગ્ન પછી બે વ્યક્તિની જવાબદારી ઉઠાવવા સક્ષમ હોવું જરૂરી છે. અને જો છોકરી લગ્ન બાદ તેના કરિયરમાં આગળ સ્ટડી કરવા અથવા જોબ ચાલુ રાખવા ઇચ્છતી હોય તો તેનો પણ ખુલાસો કરી લેવો જોઈએ.
👫કેમ કે ઘણાં ફેમિલી એવા હોય છે કે વહુને લગ્ન પછી જોબ કરવાની ના પાડી દેતાં હોય છે. તો આ વાત પર છોકરાં સાથે પહેલી વારમાં ચર્ચા કરી લેવી જોઈએ. તેમાં ઘણા છોકરાં જોબ કરતી છોકરી પણ શોધતાં હોય છે તો આ વાત પણ ક્લીયર કરી લેવી જોઈએ. જેથી આગળ જતાં લગ્નજીવનમાં કોઈ અડચણ ઉભી ન થાય.
👫-ત્રીજી વાત થનાર પાર્ટનરની પસંદ કે નાપસંદ જાણવી ખૂબ જ જરૂરી છે. તેને કેવા કે કેવી લાઇફ પાર્ટનર જોઈએ છીએ. તેને કેવા પ્રકારની વાતો પસંદ છે, કેવા સોન્ગ ગમે છે, હરવા- ફરવાનું ગમે છે કે નહીં…જેવા ઘણાં એવા સવાલો છે જેના દ્વારા તમે છોકરા કે છોકરીનો સ્વભાવ કેવો હશે તે અંગે જાણી શકશો.
👫કેટલાકા છોકરાં મૂડી સ્વભાવના ઓછા બોલા હોય છે. જેની પહેલાથી જાણ ન હોવાથી લગ્ન પછી ખ્યાલ આવતા છોકરીને ગમતું નથી અને લગ્ન તોટવાની વાત આવી જતી હોય છે.
👫-ફેમિલી પ્લાનિંગ હાલના સમયમાં ખૂબ જ મહત્ત્વનું છે. કેમ કે લગ્ન પછી આ વાતને લઈ ઝઘડાં થતાં હોય છે. તો પહેલાથી જ આ વાત ક્લીયર કરી લેવી જોઈએ કે, લગ્ન પછી કેટલા સમય બાદ બાળક ઇચ્છે છે અને તે બેબી પ્લાન કરશે તો તેની અને બાળકની જવાબદારી સારી રીતે ઉઠાવી શકશે કે કેમ.
👫બીજું કે તેને કેટલા બાળકની ઇચ્છા છે. અમુક કપલ એવાં પણ હોય છે કે તેમને એક જ બાળક જોયતું હોય. ત્યારે ભવિષ્યનો વિચાર કરીને અમુક કપલ બે બાળક ઇચ્છતાં હોય છે. તો આ વાત એકબીજાએ સારી રીતે શેર કરી લેવી જોઈએ.
👫-ઘણો જ મહત્ત્વનો સવાલ રોમાન્સનો. છોકરો કે છોકરી હોય તે રોમાન્સ વિશે શું વિચારે છે. કેમ કે સગાઈ થયા બાદ કેટલાક છોકરાં છોકરી પાસે જાતીય સંબંધ બાંધવાની વાતો કરતાં હોય છે. તેમાં કેટલાક તો દબાણ કરતાં હોવાથી અંતે સગાઈ તૂટી પણ જતી હોય છે. આ પ્રકારની વાત કરતાં બંને પક્ષે શરૂઆતમાં શરમાતા હોય છે.
👫આમાં કોઈપણ પ્રકારની શરમ રાખ્યા વગર છોકરાં કે છોકરીએ ચોખવટ કરી લેવી જોઈએ. લગ્ન પછી જ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાશે. જેથી આગળ જતાં સંબંધ તૂટે તો કોઈ સમસ્યા ઉભી ન થાય. અને તેનો જાતીય સંબંધ પ્રત્યે કેવો અભિપ્રાય છે તે પણ જાણી લેવું જોઈએ. જો આ રીતે ભાવિ પતિ કે પત્નીને ચોખવટ કરી સવાલ પૂછવામાં આવે તો તેમનું લગ્નજીવન સુખી પસાર થાય છે.
જો લગ્ન કર્યા પેહલા કયા સવાલો પૂછવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.