પહેલાના સમયમાં લોકોનું આયુષ્ય 100 વર્ષ જેટલું હતું પણ આજે ભાગદોડ વાળી લાઈફમાં લોકોનું એવરેજ આયુષ્ય અંદાજે 70-75 વર્ષ જેટલું જ થઈ ગયું છે. તેમ પણ અમુક લોકો તો 50 વર્ષના થતાંની સાથે જ પોતે ખૂબ વૃધ્ધ દેખાવ લાગે છે. પણ, દુનિયામાં એવી પણ જગ્યાઓ છે જ્યાં, લોકોનું આયુષ્ય આજે પણ 100 વર્ષ કરતાં વધુ છે. જેને બ્લૂ ઝોનના નામે પણ ઓળખાય છે.
આ સાંભળીને આપણને નવાઈ લાગે કે, તે બ્લૂ ઝોન જગ્યામાં એવો તે શું પ્રભાવ હશે કે, ત્યાંનાં લોકોનું આયુષ્ય આટલું વધુ અને નીરોગી હોય છે. તો ચાલો આપણે તે જગ્યાઑ કયા આવી છે તેના વિશે જાણીએ અને ત્યાંનાં લોકોનું આયુષ્ય કેમ વધુ હોય છે તેની પાછળ રહેલા રહસ્યને જાણવાનો પ્રયત્ન કરીએ.
દુનિયામાં આવી 5 બ્લૂ ઝોન જગ્યાઓ છે જ્યાં લોકોનું એવરેજ આયુષ્ય 100 વર્ષ કરતાં પણ વધુ છે, આ બ્લૂ ઝોન જગ્યાઓ નીચે મુજબ છે. 1. ઑકિનાવા (જાપાન), 2. સાર્ડિનિયા (ઈટાલી) 3. નિકોયા (કોસ્ટારિકા) 4. ઈંકારીયા (ગ્રીસ) 5. લોમાં લિંડા (કેલિફોર્નિયા) . આ જગ્યાઑમાં રહેતા લોકોમાં શું તેવી ખાસ વાત છે કે તે આટલું લોંગ અને હેલ્થી જીવન જીવે છે તે આવો જાણીએ.
- 100 વર્ષ કરતાં વધુ જીવન જીવતા લોકોના રહસ્યો.
આ બ્લૂ ઝોનમાં રહેતા લોકોમાં બધા શાકાહારી છે તેવું પણ નથી, અને બધા સતત જિમમાં જઈને વધુ જીવે છે તેવું પણ નથી. પણ અમુક બાબતો એવી છે કે, તેઓને બીજા બધા થી અલગ પાડે છે. અને આ બાબતો નીચે મુજબ છે, જે 100 વર્ષ જીવવા માટે તેઓને મદદ કરે છે.
નિયમિત દિનચર્યા – આ જગ્યાઓ પર રહેતા લોકોની દિનચર્યા ખૂબ જ નિયમિત અને એક્ટિવ હોય છે જેમ કે, વહેલા ઊઠીને કસરત અને મેડિટેશન જેવી ક્રિયાઓ તેમજ કોઈ પણ શારીરિક કાર્ય જેવુ જે વોકિંગ, ગાર્ડનિંગ વગેરે જેના લીધે તેઓ સામાન્ય માણસ કરતાં વધુ તણાવ મુક્ત રહી શકે છે. આ તેના લાંબા જીવનનું એક રહસ્ય છે.
સંતુલિત ખોરાક – સામાન્ય લોકો જ્યારે પેટ ભરી ભરીને ખાતા હોય છે ત્યારે અહીં ના લોકો હળવો અને સંતુલિત ખોરાક લે છે. જેમાં શાકભાજી અને ફળોનું પ્રમાણ વધુ હોય છે. જેનાથી કુદરતી રીતે એનર્જી બની રહે છે, તેમ છતાં તેઓ ફાસ્ટફૂડ અને ખરાબ ખાનપાનથી દૂર રહે છે. આ પણ તેના લાંબા જીવનનો એક ભાગ છે.
સામાન્ય કામ જાતે કરવા. – જ્યારે આપણે કોઈ પણ કામ માટે આળસ કરતાં હોઈએ છીએ અથવા માર્કેટમાંથી કોઈ વસ્તુ લાવવાની હોય તો પણ આપણે શરીરને કષ્ટ થાય તેવું કામ નથી કરતાં, જ્યારે અહી લોકો ગાર્ડનિંગ, ખરીદી માટે ચાલીને જવું, ઘરની સાફસફાઇ જેવા કામ પોતાની જાતે કરે છે. જેનાથી શરીરની હળવી કસરત થઈ જાય છે. અને લાંબી ઉમરે પણ શરીર કાર્યરત રહી શકે છે.
પોતાની પસંદનું કામ પૂરી લાઇફ કરવું – આપણે ત્યાં સૌથી મોટો પ્રોબ્લેમ આ જ છે કે, લોકો જોબ કરે છે તો તેને ગમતી નથી હોતી છતાં પણ પોતે પરાણે જોબ કરતાં હોય છે. ઘણા લોકોને બીજા કામ કરતાં ગમતા હોય પણ પોતે સમાજના અથવા પરિવારના ડરના લીધે કરતાં નથી હોતા. જ્યારે અહી તેવું નથી આ લોકોને જો ટેક્સી ચલાવવાનું ગમે તો પૂરી લાઈફ ચલાવે. અને બીજા લોકો પણ તેને નાનું કામ ના ગણે અને તેને મનગમતું કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે.
બીજાને મદદરૂપ થવું – બીજાને મદરૂપ થવાની ભાવના આ લોકોમાં ખૂબ જોવા મળે છે, અને આમ પણ બીજાને મદદકર્યા પછી મળતો સંતોષ મનને તૃપ્તિ આપે છે. અને જો તમારું માં ખુશ રહી શકે તો મનમાં અનેક સકારાત્મક હોર્મોન્સ એક્ટિવ થાય છે. અને તે વ્યક્તિને લાંબુ જીવન જીવવામાં મદદરૂપ થાય છે.
તો, આ હતા બ્લૂ ઝોન જગ્યામાં રહેતા લોકોના જીવનના અમુક રહસ્યો કે, જેનાથી તેઓ 100 વર્ષ કરતાં પણ વધુ વર્ષ નિરાગી અને સંતુલિત જીવન જીવે છે, તો આપણે પણ આ બાબતોને અનુસરીને લાંબુ જીવન જીવી શકીએ છીએ. આમાંથી તમને કઈ બાબત ગમે તે અમને કોમેન્ટમાં લખીને જણાવો.
તમને આ માહિતી કેવી લાગી, કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.