બ્રહ્મમુહૂર્તના ફાયદા તો આપ સૌ જનતા જ હશો. બ્રહ્મમુહૂર્તમાં કેટલાક કામ કરવાનો આગ્રહ રાખવામાં છે. આ સમયને શાસ્રમાં પણ ખુબ જ મહત્વનો માનવામાં આવે છે. પ્રાચીન ભારતમાં ઋષિમુનીઓ બ્રહ્મમુહૂર્તમાં ઉઠતા હતા અને ઉઠીને ભગવાનની ઉપાસના કરતા હતા. આજે પણ ઘરમાં વડીલો બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાનું પસંદ કરે છે. આ શબ્દનો અર્થ જોવા જઈએ તો બ્રહ્મમુહૂર્ત એટલે જ્ઞાનનો સમય.
શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ બ્રહ્મમુહૂર્તમાં જાગે છે તેનુ આયુષ્ય વધે છે. તે વ્યક્તિ રોગમુક્ત પણ રહે છે. શાસ્ત્રોમાં આ સમયને શુભ માનવામાં આવે છે છતા કેટલાક એવા કામ છે જેને આ સમયે ન કરવા જોઈએ. તો ચાલો અમે તમને જણાવીએ કે તમારે બ્રહ્મમુહૂર્તમાં કયા કામ કરવાથી દૂર રહેવુ જોઈએ.
- નકારાત્મક વિચારો
જો તમે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને કેટલીક યોજના બનાવશો તો તે સકારાતમ્ક નીવડી શકે છે પરંતુ આ સમયે કો ઈપણ નકારાત્મક વિચારને ધ્યાનમાં લેવા જોઈએ નહી. આ સમયે કરેલી કોઈપણ વિચારસરણી તમને પરેશાન કરી શકે છે. તેનાથી તમારો દિવસ તનાવભર્યો જઈ શકે છે. અને બની શકે કે જેવા નકારાત્મક વિચારો તમે બ્રહ્મમુહૂર્તમાં કરેલા હશે, તેવું દિવસ દરમિયાન તમારી સાથે બની પણ શકે.
- અંગત પળો
બ્રહ્મમુહૂર્તમાં ભગવાનનું નામ લેવાથી દિવસ ખુશીથી પસાર થાય છે. સકારાત્મક વિચારો દિવસભર આવે છે. પરંતુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે આ સમયે સમાગમ કે પ્રેમ ન કરો. તેમ કરવાથી તમને નકારાત્મક ઉર્જા ઘેરી વળે છે અને તમારુ આયુષ્ય પણ ઓછુ થઈ શકે છે.
- નાસ્તો
આપણને દરેકને એક ટેવ હોય છે કે આપણે ઉઠ્યા પછી તરત જ ચા કે નાસ્તો લેવાનું પસંદ કરીએ છીએ. આ ટેવને શાસ્ત્રોમાં યોગ્ય માનવામાં આવતી નથી. જો તમે સવારે ઉઠતાની સાથે જ ખોરાક લેવાનું શરૂ કરો છો તો તમને રોગો થઈ શકે છે. સવારે ઉઠીને તરત તમે પાણી પીય શકો છો,. પણ તમારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલા ભગવાનનું ધ્યાન કરવુ જોઈએ ત્યાર પછી જ ખોરાક લેવો જોઈએ. આમ કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે.
- ભૂતકાળ કે ગઈ કાળને યાદ કરવી.
બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલા તમારી પાછલા દિવસની ક્રીયાઓને યાદ કરો. તમે કરેલી નકારાત્મક લાગણીને યાદ કરો. તેના દોષમાં ડુબી ન જાઓ પરંતુ આ ક્ષણોથી વાકેફ રહો. આમ કરવાથી આ ભાવનાઓને મહત્વ આપવાની તમારી વૃત્તી ઓછી થઈ જશે અને ખરાબ કર્મ કે ખરાબ ટેવ ઓછી થઈ જશે. આ ઉપરાંત સવારના સમયે તમારે કોઈ પણ એવી પ્રવૃતિ ન કરવી જોઈએ જેનાથી તમને માનસીક થાક લાગે.
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ યોગા એલાઇડ સાયન્સીસના જણાવ્યા પ્રમાણે સવારના આ સમયે વાતાવરણમાં ભરપુર માત્રામાં ઓક્સિજન રહેલો હોય છે. આ સમયે લીધેલો ઓક્સિજન સહેલાઈથી હિમોગ્લોબીન સાથે જોડાય છે જે ઓક્સિહિમોગ્લોબીન બનાવે છે. અને તે શરીર માટે ઘણુ ફાયદાકારક નીવડે છે.
બ્રહ્મમુહૂર્તમાં કેવી રીતે ઉઠી શકશો એ આસન વિધિ જાણવી હોય તો કોમેન્ટ માં “Part-2” તેમ લખીને કોમેન્ટ કરો. અમે જરૂર તે આસન વિધિ દર્શાવતો આર્ટીકલ આપ સાથે શેર કરીશું. આશા છે કે, એ વિધિ જાણ્યા બાદ આપ આસાનીથી વહેલી સવારે ઉઠી શકશો.