💁♀️ આજના આધુનિક યુગમાં બધા લોકોની લાઈફ સ્ટાઈલ ખરાબ થઈ ગઈ છે. જેના કારણે શરીર પર પૂરતું ધ્યાન નથી આપતું. જેથી અનેક બીમારીઓ શરીરમાં ઘર કરી બેસે છે. ઉપરાંત બીમારીઓ થવાનું બીજું મોટું કારણ આપણુ ખાનપાન પણ હોય શકે. આજકાલ બધાના રસોડામાં પ્લાસ્ટિકની વસ્તુઓ અથવા એલ્યુમિનિયમની વસ્તુઓનો ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત ટેકનોલોજીના યુગમાં આજે ઘણા ઘરોમાં માઇક્રોવેવનો પણ લોકો વધારે ઉપયોગ કરતાં હોય છે.
💁♀️ મિત્રો, આજે અમે તમારા માટે એવી જાણકારી લઈને આવ્યા છીએ. કે, જેને જાણીએ તમે આશ્ચર્ય ચકતી થઈ જશો. કારણ કે, જે વસ્તુનો તમે રોજ રસોડામાં ઉપયોગ કરો છો. એજ વસ્તુ તમારા સ્વાથ્યને ખરાબ કરવા માટે મોટો ફાળો ભજવે છે. જે તમે રસોડામાં પાણી પીવા અથવા બીજું કાર્ય કરવા પ્લાસ્ટિકની વસ્તુનો પ્રયોગ કરો છો અથવા એલ્યુમિનિયમની બનેલી વસ્તુનો ઉપયોગ રસોઈ બનાવવા કરો તો આ બધી વસ્તુ સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકાર છે. કેવી રીતે? તે જાણીશું વિગત વાર.
👉 રસોડામાં વધારે એલ્યુમિનિયમની વસ્તુનો ઉપયોગ :- તમને આ વાત જાણીને આશ્ચય થશે કે, એલ્યુમિનિયમથી બનેલી વસ્તુનો ઉપયોગ રસોઈ બનાવવા માટે કરીએ તો નુકશાન થાય. પરંતુ આ વાત બિલકુલ સત્ય છે. એલ્યુમિનિયમથી બનેલા વાસણો રસોઈમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. જેનું મુખ્ય કારણ તે સસ્તા ભાવે મળી આવે છે તે પણ હોય શકે.
👉 એલ્યુમિનિયમ નરમ ધાતુ છે. ગરમીના સંપર્કમાં આવવાથી તે ઓગળવા લાગે છે, જે એલ્યુમિનિયમ ઓકસાઈડ બની ગરમ કરેલી રસોઈમાં તે ભળી જાય છે. સેવન કરતાં પેટમાં આ નુકશાનકારક તત્વ પ્રવેશે છે. આ તત્વ શરીરમાં પેટની સમસ્યાઓ ઉપજાવે છે. ઉપરાંત આ નુકશાનકારક તત્વ કિડની પર પણ જામી જાય છે. જેનાથી મોટી સમસ્યા ઉદ્ભવે છે. તેથી જેમ બને તેમ રસોઈ કરવા માટે એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ ટાળવો જોઈએ. ઉપરાંત એલ્યુમિનિયમ ફોઈલનો પણ ઉપયોગ ટાળવો.
👉રિફાઈન્ડ ઓઇલનો વધારે ઉપયોગ :- વધારે પડતો રસોઈમાં રિફાઈન્ડ ઓઇલનો ઉપયોગ શરીરને હદયની ગંભીર બીમારી તરફ દોરી જાય છે. જેનું મુખ્ય કારણ છે કે, આ તેલનો વધારે ઉપયોગ કરવામાં આવે તો લોહીમાં કોલેસ્ટેરોઇલની માત્રામાં વધારો કરે છે. જેથી હદય બીમારી, મોટાપો, ડાયાબિટિસ વગેરે જેવી ગંભીર સમસ્યાનો ઉદ્ભવ કરે છે. જેથી જેમ બને તેમ રિફાઈન્ડ ઓઇલનો ઉપયોગ ટાળવો જોઈએ અને મકાઇ, સરસૌ, સુર્યમુખી, મગફળી વગરે ઓઇલનો ઉપયોગ રસોઈ બનાવવા કરવો જોઈએ. ઉપરાંત ડાલડા ઘી અથવા વનસ્પતિ ઘીનો ઉપયોગ વધારે ન કરવો જોઈએ.
👉પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ :- આજના સમયમાં એવું કોઈ પણ રસોડુ બાકી નહીં હોય જ્યાં પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ ન થતો હોય. પરંતુ તમને જણાવી દઈએ કે, પ્લાસ્ટિકની વસ્તુમાં ખરાબ ટોક્સિન હોય છે. જે જમવાની વસ્તુમાં ભળી શરીરમાં જાય છે અને શરીરને મોટું નુક્શાન પહોંચાડે છે. અમુક લોકો ગરમા-ગરમ બનાવેલી રસોઈ પ્લાસ્ટિકથી બનેલા વાસણમાં નાખી દેતા હોય છે.
👉ગરમ રસોઈ પ્લાસ્ટિકના વાસણમાં નાખવાથી રસોઈમાં પ્લાસ્ટિકના બારીક ઓગળેલા કણો રસોઈમાં ભળે છે અને શરીરમાં પ્રવેશી હદયની બીમારીઓ, માનસિક બીમારીઓ, પેટની બીમારીઓ જેવી વગેરે ગંભીર સમસ્યા પેદા કરે છે. તેથી રસોડામાં જેમ બને તેમ પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે.
👉માઇક્રોવેવનો ઉપયોગ :- આજના ટેકનોલોજીના યુગમાં લોકો રસોઈ ગરમ કરવા માટે વધારે માઇક્રોવેવનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ તેનાથી શરીરને મોટું નુકશાન થઈ શકે છે. કારણ કે, માઇક્રોવેવમાં હિટવેવથી ભોજન ગરમ થાય છે અને ફેટવાળી વસ્તુઓ વધારે ગરમ થવાથી નુકશાનકારક તત્વમાં ફેરવાઇ જાય છે. જેનાથી શરીર ગંભીર રૂપે બીમાર થઈ શકે છે. તેથી માઇક્રોવેવની અંદર ઈંડા, માંસ, ચિકન જેવી વસ્તુઓ ગરમ ન કરવી જોઈએ. ઉપરાંત માઇક્રોવેવની અંદર પ્લાસ્ટિકના વાસણોથી પણ વસ્તુ ગરમ ન કરવી તે નુકશાનકારક હોય છે.
👉ખુલ્લા રાખેલ મરી-મસાલાનો ઉપયોગ :- લોકોની ભાગ-દોડની જિંદગીમાં રસોઈમાં વધારે સમય આપી શકતા નથી. એવામાં મરી-મસાલાને ખાંડવા અથવા પીસવાનું કાર્ય ખૂબ સમય માંગી લે છે. તેથી લોકો એકી સાથે વધારે મસાલાને પીસી અને સ્ટોર કરી રાખતા હોય છે. જેમાં ઘણી વાર મસલો ખુલ્લો રાખી દેતા હોય છે. જે નુકશાન કારક બની જાય છે. તેથી મસાલો પેક કરીને રાખવો અથવા જરૂર હોય એટલી માત્રામાં જ બનાવવો.
👉તો મિત્રો જો તમે રોજિંદા જીવનમાં આટલી વસ્તુનું ધ્યાન રાખશો, તો તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે અને તમારે વારે-વારે દવાઓનો સહારો લેવો નહીં પડે જેથી તમારું શરીર એકદમ ફિટ અને તંદુરસ્ત રહેશે.
જો આ વસ્તુઓથી થતાં નુકશાન વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.